Miss World 2024 : 28 વર્ષ પછી ભારતમાં યોજાઈ રહી છે મિસ વર્લ્ડ, કોણ કરશે પરફોર્મન્સ, કાર્યક્રમ હોસ્ટ કરશે આ વ્યક્તિ

આ વખતે મિસ વર્લ્ડ ભારતમાં યોજાઈ રહી છે. 28 વર્ષ બાદ ભારત આ મોટી સ્પર્ધાની કમાન સંભાળી રહ્યું છે. બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓ પ્રિયંકા ચોપરા અને ઐશ્વર્યા રાય બચ્ચને મિસ વર્લ્ડ બનીને બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આજે બંને ખૂબ જ લોકપ્રિય છે. હવે જોવાનું એ રહે છે કે આ વર્ષે કયા દેશની મોડલ મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કરશે.

Miss World 2024 : 28 વર્ષ પછી ભારતમાં યોજાઈ રહી છે મિસ વર્લ્ડ, કોણ કરશે પરફોર્મન્સ, કાર્યક્રમ હોસ્ટ કરશે આ વ્યક્તિ
Miss World 2024
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2024 | 2:09 PM

આખી દુનિયા જેની રાહ જોઈ રહી હતી તે ક્ષણ આવી ગઈ છે. શનિવારે મિસ વર્લ્ડ 2024નું આયોજન થઈ રહ્યું છે. આ વખતે ભારતમાં પણ આ શોને લઈને ભારે ચર્ચા છે. તેનું કારણ એ છે કે આ વખતે આ સ્પર્ધા ભારતમાં જ આયોજિત કરવામાં આવી છે. ફેન્સને આ એવોર્ડ શો ઘણો પસંદ આવી રહ્યો છે.

બોલિવૂડની બે દિગ્ગજ અભિનેત્રીઓ ઐશ્વર્યા રાય બચ્ચન અને પ્રિયંકા ચોપરા પણ મિસ વર્લ્ડનો ખિતાબ જીતી ચૂકી છે. આ વખતે તાજ ક્યા દેશને મળશે તે નક્કી થશે. તમને જણાવી દઈએ કે તમે આ સૌંદર્ય સ્પર્ધા ક્યારે અને ક્યાં જોઈ શકશો.

ક્યારે અને ક્યાં થઈ રહ્યું છે આયોજન?

ભારતમાં 28 વર્ષ બાદ મિસ વર્લ્ડ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા વર્ષ 1996માં ભારતને આવી તક મળી હતી. આ વર્ષે આ સ્પર્ધા ભારતના મુંબઈમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ સમય દરમિયાન અગાઉની હરીફાઈની વિજેતા, પોલેન્ડની રહેવાસી કેરોલિના બિલાવસ્કા આ વર્ષની વિજેતાને તાજ પહેરાવશે. આ ઇવેન્ટ શનિવારે સાંજે, 9 માર્ચ 2024ના રોજ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

લાઈવ ક્યાં જોવું?

જો તમે આ ઈવેન્ટને ઘરેથી લાઈવ જોવા ઈચ્છો છો, તો તમે મિસ વર્લ્ડની ઓફિશિયલ વેબસાઈટ www.missworld.com પર જોઈ શકો છો. આ ઉપરાંત, જો તમે આ સ્પર્ધાને કોઈપણ OTT પ્લેટફોર્મ પર જોવા માંગો છો, તો તમે તેને સાંજે 7:30 વાગ્યાથી સોની લિવ પર પણ જોઈ શકો છો.

કોણ હોસ્ટિંગ કરી રહ્યું છે અને કોણ સ્પેશિયલ પરફોર્મન્સ આપશે?

આ વખતે આ ગ્રાન્ડ કોન્ટેસ્ટ ભારતમાં આયોજિત કરવામાં આવી રહી હોવાથી તેનું આયોજન પણ દેશના પ્રખ્યાત સેલિબ્રિટી કરણ જોહર કરી રહ્યા છે. તમે કરણ જોહરને ભારતમાં ઘણા મોટા શો અને ઇવેન્ટ હોસ્ટ કરતા જોયા હશે. હવે બોલિવૂડના દિગ્દર્શકો પણ આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરી રહ્યા છે. આ શોમાં ઘણા ભારતીય સ્ટાર્સ પણ પરફોર્મ કરતા જોવા મળશે. તેમાં ટોની કક્કર, નેહા કક્કર અને શાન જેવા સ્ટાર્સના નામ સામેલ છે.

કોણ જ્જ કરશે?

જજની પેનલમાં વિવિધ ક્ષેત્રની દેશની પ્રતિષ્ઠિત હસ્તીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ક્રિકેટર હરભજન સિંહ, ફિલ્મ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા, સામાજિક કાર્યકર અમૃતા ફડણવીસ, મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનની સીઈઓ જુલિયા મોર્લી, અભિનેત્રી પૂજા હેગડે અને કૃતિ સેનનનું નામ સામેલ છે.

g clip-path="url(#clip0_868_265)">