Malaika Arora Birthday : મલાઈકા છે કરોડોની માલિક, તેની પાસે છે આલીશાન ઘર, જાણો તેની નેટવર્થ
Malaika Arora Khan Birthday : આજે ફિટનેસ ક્વીન મલાઈકા અરોરાનો જન્મદિવસ છે. ચાલો જાણીએ અભિનેત્રીની નેટવર્થ કેટલી છે અને મલાઈકા કેવી રીતે કમાણી કરે છે. આજે જાણો કે તેની પાસે કેટલી સંપત્તિ છે.
Malaika Arora Khan Birthday : બોલિવૂડની એકદમ હોટ અભિનેત્રી અને અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા આજે પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 23 ઓક્ટોબર 1973ના રોજ થયો હતો. મલાઈકા તેની ફેશન અને ફિટનેસ માટે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તેની ફિટનેસની સાથે-સાથે તે હંમેશા ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. દરેક વ્યક્તિ એક્ટ્રેસની સુંદરતાના દિવાના છે, પરંતુ આજે તેના જન્મદિવસ પર અમે તેની કમાણી અને નેટવર્થ વિશે વાત કરીશું.
તેના આલીશાન ઘરથી લઈને તેના લક્ઝરી કાર કલેક્શન સુધી આજે અમે તમને જણાવીશું. અભિનેત્રી ગીત અથવા કોઈપણ પ્રોજેક્ટ માટે કેવી રીતે પૈસા કમાય છે. તે વધારેમાં વધારે કેટલી ફી લે છે અને આઇટમ ક્વીનની નેટવર્થ કેટલી છે. તેના જન્મદિવસે જાણો તેની સંપત્તિ વિશે.
મલાઈકા અરોરા એક શો માટે કેટલી ફી લે છે
મલાઈકા અરોરાએ ઘણી ફિલ્મોમાં સુપરથી પણ ઉપર આઈટમ સોંગ્સ આપ્યા છે. જેના કારણે તે ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે. જ્યારે તે ઘણા ટીવીના રિયાલિટી શોમાં જજ પણ રહી ચૂકી છે. આમાંથી મલાઈકા ઘણી કમાણી કરે છે. મલાઈકા દરેક શોના એક એપિસોડ માટે 5 લાખ રૂપિયા સુધીની ફી વસૂલ કરે છે. આ સાથે મલાઈકા ઘણી બ્રાન્ડ્સની જાહેરાતો કરીને પણ ઘણી કમાણી કરે છે અને બ્રાન્ડ એમ્બેસેડર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મલાઈકા અરોરાની કુલ નેટવર્થ લગભગ 80 કરોડ રૂપિયા છે.
View this post on Instagram
(Credit Source : Malaika arora)
મલાઈકાનું ઘર પણ એકદમ આલીશાન
મલાઈકાનું પોતાનું ખૂબ જ ઘર ખૂબ જ મોટું છે. મલાઈકાના ઘરમાંથી અરબી સમુદ્રનો મનમોહક નજારો જોવા મળે છે. મલાઈકા અરોરાના ઘરની કિંમત લગભગ 20 કરોડ રૂપિયા છે. તેના ઘરમાં તેની પસંદગી અને આરામની દરેક વસ્તુ હાજર રહેલી છે. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદ મલાઈકા તેના પુત્ર સાથે આ ઘરમાં રહે છે.
View this post on Instagram
(Credit source : Shweta kapur)
મલાઈકા અરોરાનો પુત્ર ઘણી લક્ઝરી કારનો માલિક
મલાઈકા અરોરાને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે, તેના કાર કલેક્શનમાં રૂપિયા 1.38 કરોડની BMW 7 સિરીઝ, રૂપિયા 96 લાખની BMW X7, રૂપિયા 20 લાખની Toyota Inova Crysta તેમજ રૂપિયા 2.11 કરોડની રેન્જ રોવર કારનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : અર્જુન કપૂર અને મલાઈકા અરોરા થયા અલગ! એક્ટર બ્રેકઅપ બાદ આ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ ?