Kanguva Box Office Collection Day 1 : અજય દેવગન, કાર્તિક આર્યન ન ચાલ્યો સૂર્યાનો જાદુ, કંગુવાએ પહેલા દિવસે માત્ર આટલી કમાણી કરી

કંગુવા ફિલ્મે પહેલા દિવસે ભારતમાં 22 કરોડ અને વર્લ્ડવાઈડ 44 થી 46 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ હજુ પણ સારો એવો બિઝનેસ કરી શકે છે.

Kanguva Box Office Collection Day 1  :   અજય દેવગન, કાર્તિક આર્યન ન ચાલ્યો સૂર્યાનો જાદુ, કંગુવાએ પહેલા દિવસે માત્ર આટલી કમાણી કરી
Follow Us:
| Updated on: Nov 15, 2024 | 2:45 PM

સૂર્યા અને બોબી દેઓલ સ્ટારર ફિલ્મ ‘કંગુવા’ રિલીઝ થઈ ચૂકી છે. જેના પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પહેલા દિવસે ચાહકોનો મિક્સ રિસપોન્સ મળ્યો છે. ભારતમાં ફિલ્મે અંદાજે 22 કરોડની ઓપનિંગ કરી છે. તો દુનિયાભરમાં ફિલ્મ કંગુવાએ 44 થી 46 કરોડનો બિઝનેસ કર્યો છે.હજુ પણ આ ફિલ્મનો બિઝનેસ વધી શકે છે. પરંતુ આ ફિલ્મ અજય દેવગન, કાર્તિક આર્યનની ફિલ્મને ટકકર આપી શકી ન હતી.

ફિલ્મ સાથે મોટા પડદા પર વાપસી કરી

કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા 3 રિલીઝના પહેલા દિવસે 35.5 કરોડ રુપિયાની કમાણી કરી હતી. તો સિંધમ અગેને પહેલા દિવસે 43 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે.સૂર્યાએ 2 વર્ષ પછી આ ફિલ્મ સાથે મોટા પડદા પર વાપસી કરી છે અને બોબી દેઓલ પોતાના અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે, ફિલ્મની સ્ટોરી અને ડાયરેક્શન કમજોર લાગી રહી છે.

પહેલા દિવસે 22 કરોડ રુપિયાની કમાણી

સેકનિલ્કના રિપોર્ટ મુજબ મિક્સ રિવ્યુ બાદ ફિલ્મે સારી કમાણી કરી છે પહેલા દિવસે 22 કરોડ રુપિયાની કમાણી કરી છે. જો આપણે ફિલ્મની વાત રરીએ તો ફિલ્મનું ડાયરેક્શન શિવાએ કર્યું છે. નિર્માણ સ્ટુડિયો ગ્રીન અને યુવી કિએશને કર્યો છે. ફિલ્મમાં સૂર્યાનો ડબલ રોલદેખાડવામાં આવ્યો છે.તેની સાથે બોબી દેઓલ, દિશા પટની, નટરાજન સુબ્રમણ્યમ,કે.એસ રવિકુમાર, યોગી બાબુ,મંસુર અલી ખાન સહિત અન્ય કલાકારો મહત્વના રોલમાં છે.

Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !

તમને જણાવી દઈએ કે, કંગુવાની જાહેરાત વર્ષ 2019માં કરી દેવામાં આવી હતી પરંતુ કોરોનાને કારણે શૂટિંગ મોડું શરુ થયું હતુ. ફિલ્મનું પ્રી પ્રોડક્શન 2022માં શરુ થયું હતુ અને તેનું શૂટિંગ જાન્યુઆરી 2024માં પૂર્ણ થઈ હતી. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ બાદ આજે વિક્રાંત મેસ્સીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ પણ રિલીઝ થઈ છે.

કંગુવા રિલીઝ પહેલા ખુબ લાઈમલાઈટમાં રહી હતી. ફિલ્મના એડવાન્સ બુકિંગ જોયા બાદ અંદાજો લગાવી શકાય કે, કંગુવાની કામાણી જોરદાર થશે. પરંતુ બોલિવુડને પહેલા દિવસે ટકકર આપી શકી નહિ.

g clip-path="url(#clip0_868_265)">