મહાદેવ બનીને છવાયો અક્ષય કુમાર ગાયું ‘શંભુ’ ગીત, જાણો ક્યારે રિલીઝ થશે
અક્ષય કુમારે પોતાની જબરદસ્ત ફિલ્મોથી દુનિયાભરના દર્શકોને પોતાના દિવાના બનાવ્યા છે. આજે ફેન્સ તેને દરેક રીતે અનહદ પ્રેમ કરે છે. હવે અક્ષય 'શંભુ'ના સ્વરૂપમાં તેનું એક ગીત રિલીઝ કરવા જઈ રહ્યો છે.
બોલિવુડના સુપરસ્ટાર અક્ષય કુમારે ફિલ્મી દુનિયામાં ઘણી લાંબી સફર રહી છે. આ સમયગાળા દરમિયાન તેને દરેક પાત્રને ખૂબ જ સુંદર રીતે દર્શકો સમક્ષ રજૂ કર્યું છે. અક્ષયે તેના લાંબા કરિયરમાં દરેક વખતે પોતાને સાબિત કર્યો છે અને તેથી જ આજે તેને સુપરસ્ટાર અને ખિલાડી કુમાર જેવા નામો આપવામાં આવ્યા છે. આમ છતાં પણ અક્ષય દર્શકોનું દિલ જીતવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. હવે તે ઈન્ડસ્ટ્રીમાં પોતાની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. આ વખતે તે પોતાના અવાજનો જાદુ ફેલાવવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં તે ‘શંભુ’માં જોવા મળવાનો છે.
તમને જણાવી દઈએ કે ‘શંભુ’ એક મ્યુઝિક વીડિયો છે, જેમાં અક્ષય પોતાના અવાજનો જાદુ ચલાવી રહ્યો છે. હવે મેકર્સે આ ગીતનું ટીઝર રિલીઝ કર્યું છે અને અક્ષયનો ફર્સ્ટ લુક શેર કર્યો છે.
અક્ષય કુમારે શેર કર્યું ટીઝર
એક્ટરે આ ટીઝર સોશિયલ મીડિયા દ્વારા તેના તમામ ફેન્સ સાથે શેર કર્યું છે. તેને કેપ્શનમાં લખ્યું, ‘જય મહાકાલ, શંભુ ગીતનો વીડિયો 5 ફેબ્રુઆરી, 2024ના રોજ રિલીઝ થવા જઈ રહ્યો છે.’
View this post on Instagram
ભોલે બાબાની ભક્તિમાં લીન જોવા મળ્યો અક્ષય
આ ટીઝરમાં અક્ષય ભગવાન શિવના લુકની કોપી કરતો અને તેમની ભક્તિમાં મગ્ન જોવા મળે છે. ટીઝર પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે તેને ગણેશ આચાર્યે ડાયરેક્ટ કર્યું છે. વિક્રમ મોન્ટ્રોસે તેને કમ્પોઝ કર્યું હતું અને તેના લિરિક્સ અભિનવ શેખરે લખ્યા હતા, જ્યારે અક્ષય કુમાર, સુધીર યધુવંશી અને વિક્રમ મોન્ટ્રોસે તેને તેમના અવાજોથી સજાવ્યું હતું. ગીતનું ટીઝર સામે આવ્યા બાદ દર્શકોમાં તેના વિશે ઉત્સુકતા વધી ગઈ છે. અક્ષયની નવી સ્ટાઈલ જોવા માટે તેના ફેન્સ પહેલેથી જ ઉત્સુક છે.
આ ફિલ્મોમાં જોવા મળશે અક્ષય
અક્ષય કુમારના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો દર વખતની જેમ તે સતત ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. હાલમાં એક્ટર તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ માટે ચર્ચામાં છે. આમાં તેની સાથે ટાઈગર શ્રોફ પણ લીડ રોલમાં જોવા મળશે. આ પછી અક્ષયે ‘વેલકમ ટુ ધ જંગલ’, ‘ફેરા હૈરી 3’, ‘ખેલ-ખેલ મેં’, ‘સિંઘમ અગેઇન’, ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સી શંકરન નાયર’, ‘સ્કાય ફોર્સ’ અને સાઉથની ફિલ્મ ‘સુરરાઈ પોટરુ’ની 0હિન્દી રિમેકમાં પણ જોવા મળશે. આ સિવાય તે એક મરાઠી ફિલ્મ ‘વેદત મરાઠે વીર દૌડલે સાત’ માટે પણ ચર્ચામાં છે.
આ પણ વાંચો: 9 વર્ષ જૂના કેસમાં રાકેશ રોશનને મળી રાહત, મળશે છેતરપિંડીના 20 લાખ રૂપિયા, જાણો શું હતો મામલો
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો