Amitabh Bachchan Upcoming Movies : ગણપતથી લઈને કલ્કી સુધી, બિગ બી આવનારી આ ફિલ્મોમાં જોવા મળશે
Amitabh Bachchan birthday: બિગ બી હજુ પણ સ્ક્રીન પર રિયાલીટી શો તેમજ મુવીમાં સતત કામ કરી રહ્યા છે. આ વર્ષે અમિતાભ બચ્ચન પોતાના ચાહકો માટે એકથી વધુ ફિલ્મો લઈને આવી રહ્યા છે. તો તેના જન્મદિવસે તેની અપકમિંગ ફિલ્મોની યાદીની કરી લો નોંધ.
Amitabh Bachchan Upcoming Movies : બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન લગભગ છેલ્લા પાંચ દાયકાથી ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે. 11 ઓક્ટોબર 2023ના રોજ બિગ બી તેમનો 81મો જન્મદિવસ ઉજવવાના છે અને હજુ પણ સ્ક્રીન પર રિયાલીટી શો તેમજ મુવીમાં સતત કામ કરી રહ્યા છે. આ વર્ષે અમિતાભ બચ્ચન પોતાના ચાહકો માટે એકથી વધુ ફિલ્મો લઈને આવી રહ્યા છે. તેની અપકમિંગ ફિલ્મોની યાદીની કરી લો નોંધ.
આ પણ વાંચો : Rekha Birthday : પહેલી જ ફિલ્મમાં રેખાએ પોતાનાથી 25 વર્ષ મોટા હીરો સાથે 5 મિનિટનો કર્યો કિસ સીન, થઈ ગઈ હતી બેભાન
આજે પણ ફિલ્મી પડદા પર અમિતાભ બચ્ચનનો ઝલવો એવો ને એવો જ છે. જો કે બીગ બીને આ નામ અને ખ્યાતિ એટલી સરળતાથી નથી મળી. તેમને શરૂઆતના દિવસોમાં ઘણો સંઘર્ષ પણ કરવો પડ્યો હતો. જેના કારણે આજે દુનિયા અમિતાભને બોલિવૂડનો મેગાસ્ટાર અને ફિલ્મોનો બાદશાહ કહે છે.
અમિતાભ બચ્ચન લગભગ પાંચ દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં છે. 11 ઓક્ટોબર 2023ના રોજ બિગ બી તેમનો 81મો જન્મદિવસ ઉજવવાના છે અને હજુ પણ સ્ક્રીન પર સતત કામ કરી રહ્યા છે. આ વર્ષે અમિતાભ બચ્ચન પોતાના ફેન્સ માટે એકથી વધુ ફિલ્મો લઈને આવી રહ્યા છે. તેની ફિલ્મોની યાદી પર એક નજર કરીએ.
‘ગણપતઃ અ હીરો ઈઝ બોર્ન’
અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ગણપતઃ અ હીરો ઈઝ બોર્ન’ જેમાં ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની સાથે અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં છે. ફિલ્મનું ટ્રેલર ઘણા સમયથી રિલીઝ થઈ ગયું છે. જેમાં ચાહકોને એક્ટરની ઝલક પણ જોવા મળી હતી. ટ્રેલરમાં અમિતાભ બચ્ચનનો સાવ અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. ફેન્સે તેને આ પહેલા ક્યારેય આવા રોલ નિભાવતા નહી જોયા હોય. ફિલ્મ ગણપત 20 ઓક્ટોબર, 2023ના રોજ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવાનું છે.
‘કલ્કિ 2898 એડી’
‘ગણપતઃ અ હીરો ઈઝ બોર્ન’ પછી અમિતાભ બચ્ચન એક્ટર પ્રભાસ અને અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં બંને સાથે જોવા મળશે. જેની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મ માટે ફેન્સ ઉત્સાહિત છે અને રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 12 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
‘સેક્શન 84’
અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘સેક્શન 84’ આવનારી ફિલ્મોમાં સામોલ છે. અમિતાભ બચ્ચનના આ કોર્ટરૂમ ડ્રામામાં અભિનેત્રી ડાયના પેન્ટી, નિમરત કૌર અને અભિષેક બેનર્જી મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ રિભુ દાસગુપ્તાએ ડિરેક્ટ કરેલી છે.
તેરા યાર હું મૈં
બિગ બી પાસે વધુમાં એક ફિલ્મ તેરા યાર હું મેં છે. તે ટી તમિલવાનન દ્વારા નિર્દેશિત આવનારી બોલિવૂડ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં જોવા મળશે.