Maidaan Trailer : ભારતીય ફૂટબોલના ગોલ્ડન યુગની સ્ટોરી, અજય દેવગણનું પર્ફોર્મન્સ રુવાંડા ઊભા કરી દેશે
નિર્માતા બોની કપૂર એટલા કોન્ફિડેન્ટ છે કે થોડાં દિવસો પહેલા તેમણે ફિલ્મ બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે 'મેદાન'ની સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. એક ડિસ્ટ્રીબ્યુટરે તો ફિલ્મ જોયા પછી કહ્યું કે, 'મેદાન' નેશનલ એવોર્ડ જીતશે તે નિશ્ચિત છે. હવે ટ્રેલર જોયા પછી સમજી શકાય છે કે આવું શા માટે કહેવામાં આવ્યું હશે.
લોકો ઘણા સમયથી અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. ગયા વર્ષે જ્યારથી ‘મેદાન’નું ટીઝર બહાર આવ્યું છે, ત્યારથી લોકો તેને થિયેટરોમાં જોવા માટે ઉત્સાહિત છે. પરંતુ ફિલ્મ સતત આગળ ધપી રહી હતી અને હવે આખરે તેનું ટ્રેલર આવી ગયું છે.
‘મેદાન’ની સ્ક્રીનિંગનું કર્યું આયોજન
‘મેદાન’ના ટીઝરમાં દેવગનના અભિનયની ઝલક જોઈને લોકો તેની બીજી દમદાર ફિલ્મ જોવા માટે તૈયાર હતા. નિર્માતા બોની કપૂર આ ફિલ્મને લઈને એટલો કોન્ફિડેન્સ છે કે થોડાં દિવસો પહેલા તેમણે ફિલ્મ બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે ‘મેદાન’ની સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.
એક ડિસ્ટ્રીબ્યુટરે તો ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, ‘મેદાન’ નેશનલ એવોર્ડ જીતવાનું નિશ્ચિત છે. હવે ટ્રેલર જોયા પછી સરળતાથી સમજી શકાય છે કે આવું શા માટે કહેવામાં આવ્યું હશે.
‘મેદાન’નું ટ્રેલર શું લઈને આવ્યું છે?
જે સીનથી ‘મેદાન’નું ટ્રેલર શરૂ થાય છે, તેમાં અજય દેવગન ફૂટબોલના મેદાનમાં જોવા મળે છે. આ પીરિયડ ડ્રામા એવા સમયમાં શરૂ થાય છે જ્યારે ભારતની આઝાદીને થોડાં જ વર્ષો થયાં છે. અજયનો ડાયલોગ સાંભળવા મળે છે – ‘આપણે ન તો સૌથી મોટા દેશ છીએ અને ન તો સૌથી અમીર, ફૂટબોલ આપણી ઓળખ બનાવી શકે છે. કારણ કે આખી દુનિયા ફૂટબોલ રમે છે.’
શું છે ‘મેદાન’ની સ્ટોરી?
અજયના પાત્રનું નામ ‘એસ. એ. ‘રહીમ’ છે. અહેવાલો સૂચવે છે કે, ‘મેદાન’ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે. જેને આધુનિક ભારતીય ફૂટબોલના આર્કિટેક્ટ કહેવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં અજય તેના જીવન પર આધારિત એક પાત્ર ભજવી રહ્યો છે. રહીમ સાબ તરીકે જાણીતા સૈયદ અબ્દુલ રહીમ પોતે ફૂટબોલ ખેલાડી હતા અને 1950 થી 1963 સુધી ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના કોચ અને મેનેજર હતા.
અહીંયા જુઓ મેદાનનું ટ્રેલર
તેમના માર્ગદર્શન હેઠળ, ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં બે વખત સુવર્ણ ચંદ્રક જીત્યા અને 1956 સમર ઓલિમ્પિક્સની સેમિફાઇનલ રમી છે. તે સમયે તેને તેની ફૂટબોલ રમત માટે ‘એશિયાનું બ્રાઝિલ’ કહેવામાં આવતું હતું. 1962માં, તેણે એશિયા કપની ફાઈનલ રમી રહેલી ભારતીય ટીમને કહ્યું હતું કે, ‘આવતીકાલે મને તમારી પાસેથી ભેટ જોઈએ છે… કાલે તમે ગોલ્ડ જીતશો.’ અને ભારતીય ટીમે તેમના કરતા વધુ મજબૂત ગણાતી દક્ષિણ કોરિયાની ટીમને 2-1થી પરાજય આપ્યો હતો. ભારત લીગ તબક્કામાં આ ટીમ સામે 2-0થી હારી ગયું હતું. રહીમ સાબ કેન્સરથી પીડિત હતા અને તેમણે 1963માં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવાય છે કે તેમના મૃત્યુ પછી ભારતમાં ફૂટબોલ નબળું પડવા લાગ્યું.
આ મુવી સાથે ટકરાશે ‘મેદાન’
‘મેદાન’નું ટ્રેલર ખૂબ જ દમદાર છે. અજયનો અભિનય અને ફિલ્મની વાર્તા રુવાંડા ઊભા કરી દે છે. આટલી રાહ પછી આવી રહેલું ‘મેદાન’નું ટ્રેલર જણાવી રહ્યું છે કે તે દર્શકોને તેમની ધીરજની પુરી કિંમત આપવા જઈ રહ્યું છે. ‘મેદાન’ થિયેટરોમાં અક્ષય કુમાર-ટાઈગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ સાથે ટકરાઈ રહી છે. હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શું કમાલ કરે છે તેના પર તમામની નજર રહેશે.