Bigg Boss 15: આ વખતે બિગ બોસના ઘરમાં કયા સ્ટાર્સ મારશે એન્ટ્રી? જુઓ લીસ્ટ
લોકપ્રિય અને અલગ જ ફેન ફોલોવિંગ ધરાવતો શો એટલે કે બિગ બોસ ફરીથી લોકો વચ્ચે પોતાની નવી સિઝન લઈને આવી રહ્યો છે. તેવામાં લોકોની નજર એ વાત પર છે કે કયા સ્ટાર્સ આ વખતે ઘરમાં એન્ટ્રી મારશે.

લોકપ્રિય અને અલગ જ ફેન ફોલોવિંગ ધરાવતો શો એટલે કે બિગ બોસ (Bigg Boss) ફરીથી લોકો વચ્ચે પોતાની નવી સિઝન લઈને આવી રહ્યો છે. તેવામાં લોકોની નજર એ વાત પર છે કે કયા સ્ટાર્સ આ વખતે ઘરમાં એન્ટ્રી મારશે. તેવામાં ચેનલ દ્વારા સિંગર નેહા ભસીનનું નામ કન્ફર્મ કરવામાં આવ્યુ છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અન્ય પણ કેટલાક નામોને ફાઈનલ કરવામાં આવ્યા છે. જેમાં એક્ટર અમિત ટંડનનું નામ પણ સામેલ છે.

ટેલિવિઝન સ્ટાર અર્જુન બિજલાનીનું નામ પણ ફાઈનલ કરવામાં આવ્યુ છે.

સના મક્બૂલનું નામ પણ ફાઈનલ ગણવામાં આવી રહ્યુ છે. તે આજકાલ ખતરો કે ખિલાડીમાં જોવા મળી રહી છે.

દિવ્યા અગ્રવાલ એક એવુ નામ છે, જેના પર બધાની નજરો ટકેલી છે. કહેવામાં આવી રહ્યુ છે કે દિવ્યા પણ આ વખતે બિગ બોસના ઘરમાં જોવા મળશે.

'યે દિલ આશિકાના'માં કરણ નાથ જોવા મળી ચૂક્યા છે અને હવે આ કરણ બિગ બોસમાં જોવા મળશે.

રિદ્ધીમાં પંડિત પણ આ વખતે બિગ બોસના ઘરમાં જોવા મળશે.

ટીવી એક્ટ્રેસ નેહા મારદાનું નામ પણ બિગ બોસ માટે લેવામાં આવી રહ્યુ છે. હાલમાં તે કટ્ટી બટ્ટીમાં જોવા મળી રહી છે.