Maharashtra Election Results 2024 LIVE : ચૂંટણીપંચના વલણો અનુસાર મહારાષ્ટ્રમાં NDA એ મેળવી સ્પષ્ટ બહુમતી, NDA – 215, MVA – 52
Maharashtra and Jharkhand Assembly Election Results 2024 LIVE Counting and Updates: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા મથકોએ વિધાનસભાની 288 બેઠકોની મતગણતરી શરુ થઈ ચૂકી છે. બપોર સુધીમાં કયા પક્ષ-જૂથને સરકાર રચવા માટે જરૂરી બહુમતી મળી છે કે નહીં તે સ્પષ્ટ થઈ જશે. અત્યાર સુધીમાં સામે આવી રહેલા શરૂઆતી વલણોમાં બહુમતીના આંકડાને સ્પર્શવા માટે મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે ભારે રસાકસી છે.
LIVE NEWS & UPDATES
-
Worli Election Result 2024 : કુછ તો ગરબડ હૈ – સંજય રાઉત
Maharashtra Election Results 2024 LIVE : સંજય રાઉતે વિધાનસભા ચૂંટણીના પરિણામ પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે, મહારાષ્ટ્ર વિધાનસભાના અત્યાર સુધીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે. આ મહારાષ્ટ્રના લોકોનો અભિપ્રાય નથી
-
Maharashtra Election Results 2024 LIVE : મહારાષ્ટ્રમાં NDAએ ફટકારી ડબલ સેન્ચ્યુરી
Maharashtra Election Results 2024 LIVE : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની મતગણતરીના સામે આવી રહેલા ટ્રેન્ડ મુજબ મહારાષ્ટ્રમાં NDAએ 200નો આંકડો પાર કરી લીધો છે. તેઓ 217 સીટો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે MVA 749 સીટો પર આગળ છે.
-
-
Maharashtra Election Results 2024 LIVE : કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓને ઝટકો, વરિષ્ઠ નેતાઓ પાછળ
Maharashtra Election Results 2024 LIVE : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સામે આવી રહેલા પરિણામોથી એવું લાગી રહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના અનેક દિગ્ગજોને મોટો ઝટકો લાગ્યો છે. કરાડ દક્ષિણથી પૃથ્વીરાજ ચવ્હાણ પાછળ ચાલી રહ્યા છે. બાળાસાહેબ થોરાટ, વિજય વડેટ્ટીવાર, યશોમતી ઠાકુર, અમિત દેશમુખ પણ પાછળ ચાલી રહ્યાં છે.
-
Maharashtra Election Results 2024 LIVE : ઉદ્ધવ ઠાકરે કરતા એકનાથ શિંદેની મોટી જીત
Maharashtra Election Results 2024 LIVE : શિવસેનામાં બળવો કરીને મહાગઠબંધનમાં સામેલ થયેલા એકનાથ શિંદેના જૂથને મોટી સફળતા મળી હોય તેમ લાગે છે. મહા વિકાસ આઘાડી 50થી ઓછી બેઠકો પર આગળ છે, જ્યારે શિવસેના શિંદે જૂથ 58 બેઠકો પર આગળ છે.
-
Thane election Result 2024 : એકનાથ શિંદે કોપરી-પચપક્કડીમાં આગળ
Maharashtra Election Results 2024 LIVE : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે કોપરી-પચપક્કડી બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે.
-
-
Maharashtra Election Results 2024 LIVE : મહારાષ્ટ્રમાં NDA 202 બેઠક પર, MVA 73 બેઠક પર આગળ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની હાથ ધરાયેલ મત ગણતરીના સામે આવી રહેલા પ્રાથમિક વલણો અનુસાર, એનડીએ એ સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. 288 બેઠકની વિધાનસભામાં, એનડીએ 202 બેઠક પર આગળ ચાલી રહી છે. જ્યારે મહાવિકાસ અઘાડી 73 બેઠક પર આગળ ચાલે છે.
-
Maharashtra Election Results 2024 LIVE : ચૂંટણીપંચના વલણો અનુસાર મહારાષ્ટ્રમાં NDA એ મેળવી બહુમતી
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની મતગણતરી અંગે કેન્દ્રીય ચૂંટણી પંચના અહેવાલ અનુસાર એનડીએ એ સ્પષ્ટ બહુમતી મેળવી છે. ચૂંટણી પંચના શરૂઆતી વલણો અનુસાર 163 બેઠક પર એનડીએના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. જુઓ કયા પક્ષના કેટલા ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે ?
-
-
Vav seat by-election result 2024 : કોંગ્રેસના ગુલાબસિંહ ત્રીજા રાઉન્ડના અંતે આગળ
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર, ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 1166 મત આગળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસને 4558, ભાજપના સ્વરૂપજીને 3689 અને અપક્ષ માવજી પટેલને 1710 મત મળ્યાં છે.
-
Maharasthra Election Result 2024: મહારાષ્ટ્રમાં બહુમતી તરફ આગળ વધતુ NDA
Maharasthra Election Result 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના આજે યોજાઈ રહેલ મતગણતરીમાં અત્યાર સુધીના સામે આવી રહેલા વલણોને જોતા એનડીએ મહારાષ્ટ્રમાં બહુમતી તરફ આગળ વધી રહી છે. 288 બેઠક પૈકી 164 બેઠક પર એનડીએના ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. જ્યારે મહાવિકાસ અઘાડીના 99 ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે. જ્યારે અપક્ષ અને અન્ય રાજકીય પક્ષના 16 ઉમેદવારો આગળ ચાલી રહ્યાં છે.
-
Bandra Election Result 2024 : બાંદ્રા પૂર્વથી ઝિશાન સિદ્દીકી પાછળ
Maharashtra Election Results 2024 LIVE : બાંદ્રા ઈસ્ટથી વરુણ સરદેસાઈ આગળ છે. બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી પાછળ ચાલી રહ્યાં છે.
-
Mahim election Result 2024 : માહિમમાં MNSના અમિત ઠાકરેને આંચકો, કોણ આગળ છે ?
Maharasthra Election Result 2024: માહિમ મતવિસ્તારમાં ત્રિપાંખિયો જંગ ચાલી રહ્યો છે અને MNSના અમિત ઠાકરેને આંચકો લાગ્યો છે. શિવસેના શિંદે જૂથના સદા સરવણકર, MNSના અમિત ઠાકરે કરતા આગળ છે.
અમિત ઠાકરે – 2 હજાર 156 વોટ
મહેશ સાવંત – 2 હજાર 142 વોટ
સદા સરવણકર – 2 હજાર 270 મત
-
Vav seat by-election result 2024 : વાવ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ આગળ, ભાજપ-અપક્ષ પાછળ
Vav seat by-election result 2024 : બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત શરૂઆતી વલણોમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ માવજીભાઈ પટેલ કરતા આગળ ચાલી રહ્યાં છે. જો કે, આખરી પરિણામ આવતા બપોરનો સમય થવાની ધારણા છે.
-
Ghatkopar election Result 2024 : ઘાટકોપરમાં ભાજપના રામ કદમ આગળ
Maharasthra Election Result 2024: ઘાટકોપરમાં ભારતીય જનતા પાર્ટીના રામ કદમ આગળ ચાલી રહ્યા છે.
-
Maharasthra Election Result 2024: સતારા બેઠક પર ભાજપના શિવેન્દ્રરાજે ભોસલે 8613 મતોથી આગળ
બીજા રાઉન્ડના અંતે, શિવેન્દ્રરાજે ભોસલે સતારા વિધાનસભા મતવિસ્તારમાં 8613 મતોની મોટી લીડ ધરાવે છે.
-
Maharasthra Election Result 2024: યેવલ્યામાં છગન ભુજબલ પાછળ
Maharasthra Election Result 2024: એનસીપી અજિત પવાર જૂથના છગન ભુજબલ યેવલ્યામાં પાછળ ચાલી રહ્યાં છે. મતગણતરીમાં માણિકરાવ શિંદેએ આગળ ચાલી રહ્યાં છે.
-
Maharasthra Election Result 2024: મહારાષ્ટ્રમાં NDA-127 મહાવિકાસ અઘાડી 111 બેઠકમાં કયા પક્ષના કેટલા ઉમેદવારો આગળ ?
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 82 બેઠક પર, શિવસેના શિંદે જૂથ 25 બેઠક પર, એનસીપી અજીત જૂથ 18 બેઠક પર આગળ છે. જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ 44 બેઠક પર, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ 31 અને શરદ પવાર જૂથની એનસીપી 36 બેઠક પર આગળ ચાલી રહ્યાં છે.
-
Maharasthra Election Result 2024: ઉત્તર નાગપુરથી કોંગ્રેસના નીતિન રાઉતની લીડ
Maharasthra Election Result 2024: ઉત્તર નાગપુર મતવિસ્તારમાં કોંગ્રેસના નીતિન રાઉત પોસ્ટલ વોટમાં આગળ છે.
-
Maharasthra Election Result 2024: વડાલામાં ભાજપના કાલિદાસ કોલંબકર આગળ
વડાલામાંથી શરૂઆતી ટ્રેન્ડ સામે આવ્યો છે અને ભાજપના કાલિદાસ કોલંબકર આગળ છે.
-
Mahim election Result 2024 : માહિમમાં પહેલો ટ્રેન્ડ, અમિત ઠાકરે આગળ
Maharasthra Election Result 2024: માહિમમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે અને પહેલો ટ્રેન્ડ મળ્યો છે. MNSના અમિત ઠાકરે આગળ છે. માહિમમાં અમિત ઠાકરે, સદા સરવણકર અને મહેશ સાવંત વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.
-
Latur Election Result 2024 : અમિત દેશમુખ લાતુર શહેર બેઠક પર આગળ
Maharasthra Election Result 2024: લાતુરમાં પોસ્ટલ ગણતરી શરૂ થઈ ગઈ છે અને પહેલો ટ્રેન્ડ બહાર આવ્યો છે. લાતુર શહેરમાં અમિત દેશમુખ પોસ્ટલ રાઉન્ડમાં અને ધીરજ દેશમુખ લાતુર ગ્રામીણમાં આગળ છે.
-
Worli election result 2024 : વરલીનો પહેલો ટ્રેન્ડ, આદિત્ય ઠાકરે આગળ
Maharasthra Election Result 2024: વરલીમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે, પહેલો ટ્રેન્ડ જાહેર થયો છે. વરલી વિધાનસભા બેઠક પરથી ઉદ્ધવ ઠાકરે જૂથના આદિત્ય ઠાકરે આગળ ચાલી રહ્યા છે.
-
Dombivli election result 2024 : ડોમ્બિવલીમાં પ્રથમ વલણ, ભાજપના રવિન્દ્ર ચવ્હાણ આગળ
Maharasthra Election Result 2024: ડોમ્બિવલીમાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ગઈ છે અને પહેલો ટ્રેન્ડ મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીના રવિન્દ્ર ચવ્હાણ આગળ છે, દિપેશ મ્હાત્રે પાછળ છે.
-
Baramati election results 2024: બારામતીમાં અજિત પવાર માટે આંચકો, પોસ્ટલ ગણતરીમાં પાછળ
Maharasthra Election Result 2024: બારામતી મતવિસ્તારની પોસ્ટલ ગણતરી શરૂ થઈ ગઈ છે. બારામતીમાં યુગેન્દ્ર પવાર પોસ્ટલ વોટની ગણતરીમાં આગળ છે. અજિત પવાર પાછળ છે. તેથી અજીતદાદા જૂથના કાર્યકરોની ચિંતા વધી ગઈ છે. જો કે ઈવીએમની ગણતરી હવે પછી હાથ ધરાશે.
-
Maharashtra Election Results 2024 LIVE : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરુ
મહારાષ્ટ્રની 288 બેઠક માટે 20મી નવેમ્બરે યોજાયેલ ચૂટણીની મતગણતરીનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થયો છે. મતગણતરી દરમિયાન સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોસ્ટલ બેલેટ દ્વારા ચૂંટણી કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓ મતદાન કરતા હોય છે.
-
Maharashtra Election Results 2024 LIVE : શાયના એનસીએ સિદ્ધિવિનાયક મંદિર જઈને કર્યા દર્શન
Maharashtra Election Results 2024 LIVE : મતગણતરી પૂર્વે, મુંબાદેવી બેઠક પરથી શિવસેના શિંદે જૂથના શાયના એનસીએ દાદર ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન કર્યા હતા.
#WATCH | Shiv Sena candidate from Mumba Devi assembly constituency, Shaina NC offered prayers at Shree Siddhivinayak Temple in Mumbai ahead of the counting of votes for #MaharashtraElection2024
(Video: Shaina NC office) pic.twitter.com/k87MPiLWBJ
— ANI (@ANI) November 23, 2024
-
Maharashtra Election Results 2024 LIVE : મહાગઠબંધનના બળવાખોર અને અપક્ષ વિજેતા ઉમેદવારો પર ભાજપની ચાંપતી નજર
Maharasthra Election Result 2024: ભાજપ મહાગઠબંધન બળવાખોર અને અપક્ષ વિજેતા ઉમેદવારો પર ચાંપતી નજર રાખી રહ્યું છે. બળવાખોર અને અપક્ષ ચૂંટાયેલા ધારાસભ્યોનો સંપર્ક કરવા ભાજપે મહત્વના નેતાઓને જવાબદારી સોંપી છે. મંત્રી રવિન્દ્ર ચવ્હાણ, ભાજપના નેતા પ્રવીણ દરેકર, સંજય કુટે, મોહિત કંબોજ, નિતેશ રાણે અને નિરંજન દાવખરેને આ જવાબદારી સોંપવામાં આવી છે.
-
Maharashtra Election Results 2024 LIVE : મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાનો મોટો દાવો
Maharasthra Election Result 2024: પરિણામો પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં MVA સરકાર બનશે. બહુમતી મળ્યા બાદ સીએમ અંગેનો નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણય MVAની બેઠકમાં લેવામાં આવશે.
-
Maharashtra Election Results 2024 LIVE : પરભણીમાં 25થી 32 રાઉન્ડમાં મત ગણતરી થશે
Maharasthra Election Result 2024: પરભણી જિલ્લામાં આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને શરૂઆતમાં પોસ્ટલ મતોની ગણતરી 8 ટેબલ પર કરવામાં આવશે. ચારેય એસેમ્બલીમાં 14 ટેબલ પર 25 થી 32 રાઉન્ડ યોજાશે.
-
Maharasthra Election Result 2024: શિવસેનાને ખતમ કરવાનો કોંગ્રેસનો પ્રયાસ – રામદાસ આઠવલે
મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો પહેલા રામદાસ આઠવલેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. શિવસેનાએ મહાયુતીમાં જોડાવવું જોઈએ.
-
Maharasthra Election Result 2024: વિદર્ભમાંથી જાહેર થશે પ્રથમ પરિણામ ? મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશનું રહેશે ધ્યાન
મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે. એવું કહેવાય છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં પહેલો ટ્રેન્ડ વિદર્ભ અને નાગપુરમાંથી આવશે પ્રથમ ટ્રેન્ડ સવારે 8.45 વાગ્યે આવશે. આથી સૌનું ધ્યાન એ વાત તરફ પણ ગયું છે કે, કોની જીત અને કોની હાર વિદર્ભથી શરૂ થાય છે.
-
Maharasthra Election Result 2024: કૈલાશ વિજયવર્ગીયનો દાવો, મહારાષ્ટ્રમાં અમને 160થી 165 બેઠકો મળશે
મધ્યપ્રદેશ સરકારના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે, મેં કહ્યું હતું કે મતદાનના દિવસે મહારાષ્ટ્રમાં 160-165 બેઠકો જીતવામાં આવશે. વડાપ્રધાન મોદી, નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડણવીસ પ્રભાવશાળી છે. સહયોગી લોકોનો પણ પોતપોતાના વિસ્તારોમાં પ્રભાવ છે. તેથી ત્યાં ભાજપની સરકાર આવશે. ઝારખંડમાં પણ શિવરાજ સિંહ ચૌહાણ અને હિમંતા બિસ્વા સરમાએ મહેનત કરી છે, ત્યાં પણ ભાજપની સરકાર આવશે.
-
Maharasthra Election Result 2024: કોણ કેટલી બેઠકો પર લડ્યું?
મહાગઠબંધનમાં, ભારતીય જનતા પાર્ટીએ 149 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા, શિવસેના શિંદે જૂથે 81 બેઠકો પર અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. વિપક્ષ MVA ગઠબંધનમાં, કોંગ્રેસે 101, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે 95 અને NCP શરદ પવાર જૂથે 86 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
-
Maharasthra Election Result 2024: મહારાષ્ટ્રમાં આજે કેટલા ઉમેદવારોનું નક્કી થશે ભવિષ્ય ?
મહારાષ્ટ્ર રાજ્યમાં 2019ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં 2024માં યોજાયેલ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની સંખ્યામાં 28 ટકાનો વધારો થયો છે. આ વર્ષે, 4,136 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે 2019ની ચૂંટણીમાં 3,239 ઉમેદવારો મેદાનમાં હતા. આ ઉમેદવારોમાંથી 2,086 અપક્ષ છે. બળવાખોર ઉમેદવારો 150 થી વધુ બેઠકો પર મેદાનમાં હતા, જેમાં મહાયુતિ અને MVA ઉમેદવારો તેમના પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા હતા.
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠક માટે ગત 20મી નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. મહારાષ્ટ્રના વિવિધ જિલ્લા મથકે, 288 બેઠકોની મતગણતરી હાથ ધરાઈ છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. આ વખતે પણ વિવિધ પક્ષ મુખ્ય બે જૂથ વચ્ચે લડાઈ છે. અત્યાર સુધીમાં સામે આવી રહેલા શરુઆતી વલણોમાં બન્ને જૂથ વચ્ચે બહુમતીના આંકડા સુધી પહોચવા માટે રસાકસી ચાલી રહી છે.
ભાજપ, શિવસેના એકનાથ શિંદે જૂથ અને એનસીપી અજીત પવાર જૂથ અન્ય એકાદ-બે પ્રાદેશીક પક્ષની સાથે મહાયુતિના નામે ચૂંટણી લડ્યા હતા. જ્યારે કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ પણ અન્ય રાજકીય પક્ષોની સાથે મળીને ચૂંટણી જંગ લડયા હતા.
20 નવેમ્બરે મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ ન્યૂઝ ચેનલોએ રજૂ કરેલા એક્ઝિટ પોલ કેટલા સાચા અને કેટલા ખોટા તે પણ સામે આવી જશે. વિવિધ એક્ઝિટ પોલમાં મહાયુતિને સરકાર રચવા માટે જરૂરી બહુમતી દર્શાવવામાં આવી છે. જ્યારે કેટલાક એક્ઝિટ પોલમાં મહાવિકાસ અઘાડીને બહુમતી મળતી હોવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
Published On - Nov 23,2024 6:46 AM