આ રીતે થશે મત ગણતરી, જાણો મત ગણતરીની આખી પ્રક્રિયા વિગતવાર

તે બધા વચ્ચે પ્રશ્ન એ થાય કે ગુજરાતના મતદાતાઓ દ્વારા આપવામાં આવતા આ મતની ગણતરી કેવી રીતે થશે? કેટલા લોકો આ મતગણતરીમાં સામેલ થાય છે. શું છે મત ગણતરીની આખી પ્રક્રિયા ? ચાલો જાણીએ તમામ માહિતી વિગતવાર.

આ રીતે થશે મત ગણતરી, જાણો મત ગણતરીની આખી પ્રક્રિયા વિગતવાર
Gujarat Election 2022 Result today: રાજ્યમાં મતગણતરીનો પ્રારંભImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 3:15 AM

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ પહેલા અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે. પ્રથમ તબક્કામાં 63.31 ટકા અને બીજા તબક્કામાં 65.30 ટકા મતદાન નોંધ્યુ છે. મતદાન બાદ જે ઈવીએમમાં ઉમેદવારોના ભાવિ કેદ થયા છે તે અલગ અલગ સ્ટ્રોંગ રુમમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા હતા. ગુજરાતમાં 8 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે અને ઉમેદવારોની જીત-હારના સમાચાર સામે આવવા લાગશે. તે બધા વચ્ચે પ્રશ્ન એ થાય કે ગુજરાતના મતદાતાઓ દ્વારા આપવામાં આવતા આ મતની ગણતરી કેવી રીતે થશે? કેટલા લોકો આ મતગણતરીમાં સામેલ થાય છે. શું છે મત ગણતરીની આખી પ્રક્રિયા? ચાલો જાણીએ તમામ માહિતી વિગતવાર.

સ્ટ્રોંગરુમમાંથી વહેલી સવારે ભારે સુરક્ષા વચ્ચે ઈવીએમને મત ગણતરી કેન્દ્રો સુધી લાવવામાં આવશે. ગુજરાતમાં 8 ડિસેમ્બરે સવારે 8 વાગ્યાથી 33 જિલ્લાના 37 મતગણતરી કેન્દ્રો પર કામગીરી શરુ થશે. 37 મત ગણતરી કેન્દ્રોમાં અમદાવાદમાં 03 મત ગણતરી કેન્દ્રો, સુરતમાં 02 મત ગણતરી કેન્દ્ર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મત ગણતરી કેન્દ્ર ઉપર એક સાથે મત ગણતરી શરૂ કરાશે.

મત ગણતરી વિશે A to Z માહિતી

એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
આ ખોરાક ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ
  • મત ગણતરીમાં સૌ પ્રથમ દરેક મત ગણતરી કેન્દ્રો પર રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટેન્ટ રિટર્નિગ ઓફિસર મતની ગોપનીયતા રાખવાની શપથ લેશે. આ શપથ મોટા અવાજે બોલીને લેવાશે. શપથ બાદ મતદાન શરુ થશે. મત ગણતરી શરુ થતા પહેલા દરેક ઈવીએમ મશીનની તપાસ કરવામાં આવશે. આ તપાસ રિટર્નિંગ ઓફિસરની હાજરીમાં કરવામાં આવે છે.
  • ચારે તરફથી દીવાલ ધરાવતા રુમમાં મતગણતરી થાય છે. તેમાં પ્રવેશ અને બહાર જવા માટે અલગ અલગ દરવાજા હોય છે.
  • સૌથી પહેલા બેલેટ પેપરના મતોની ગણતરી થશે. ત્યારબાદ ઈવીએમ અને વીવીપેટની પર્ચીઓના આધારે મતોની ગણતરી શરુ થશે. જો ઈવીએમમાં કોઈ ક્ષતિ થાય કે વીવીપેટની કોઈ પર્ચીમાં ગડબડ હોય તો તેની જાણ કાઉન્ટિગ એજન્ટ પોતાના રિટર્નિંગ અધિકારીને કરે છે.
  • મતદાન મથક અનુસાર કુલ 10 કે 11 રાઉન્ડમાં મત ગણતરી થશે. દરેક રાઉન્ડની મત ગણતરીમાં 14 ઈવીએમના મતોની ગણતરી થશે. દરેક રાઉન્ડના તમામ ઈવીએમની મત ગણતરી બાદ કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ કોઈ પણ એક ઈવીએમની ગણતરી તપાસે છે જો તે સરખા હોય તો જ તેના પરિણામો નોંધાવામાં આવે છે.
  • દરેક રાઉન્ડના પરિણામ નોંધ્યા બાદ સુપરવાઈઝર અને મત ગણતરી કરનારા એજન્ટની સાઈન લેવામાં આવે છે. અંતે રિટર્નિંગ ઓફિસરની સાઈન કર્યા બાદ બહાર જઈને જાહેર કરવામાં આવે છે કે કયો ઉમેદવાર કેટલા મતોથી આગળ ચાલી રહ્યો છે. સમગ્ર પ્રક્રિયા પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવે છે. ત્યાર બાદ વીવીપેટ દ્વારા વેરિફિકેશનની જરુરી પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવે છે.
  • સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, કોઈ પાંચ મતદાન મથકના વીવીપેટની પર્ચીઓની સરખામણી ઈવીએમના પરિણામ સાથે કરવામાં આવે છે. આ વીવીપેટનું વેરિફિકેશન અનિવાર્ય છે. તેના વગર અંતિમ પરિણામ જાહેર કરી શકાય નહીં.
  • જો વીવીપેટની પર્ચીઓ અને ઈવીએમના પરિણામ સરખા ન આવે તો ફરી ગણતરી થાય છે. અને તે સમયે પણ પરિણામ સરખા ન આવે તો તો અંતે વીવીપેટની પર્ચીઓની ગણતરીને માન્ય રાખવામાં આવે છે.
  • જો મત ગણતરી દરમિયાન કોઈ ગંભીર ભૂલ કે ભ્રષ્ટાચારની ફરિયાદ સામે આવો તો પહેલા ચૂંટણી પંચ તેને અધ્યયન કરશે. જો કોઈ મત ગણતરીમાં કોઈ મોટી ભૂલ સામે આવો તો ચૂંટણી પંચ ચૂંટણીને ખારિજ કરશે અને ફરી ચૂંટણીના આદેશ આપશે.
  • જો મત ગણતરી પૂર્ણ થવા સુધી કોઈ ફરિયાદ કે ચૂંટણી પંચના મત ગણતરીનો કોઈ આદેશ ના આવે તો રિટર્નિગ ઓફિસર મત ગણતરી પૂર્ણ થવા પર પરિણામ જાહેર કરે છે.

કેટલા અધિકારીઓ કરશે મતગણતરી ?

સમગ્ર મત ગણતરીની પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મત ગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.

મત ગણતરી કેન્દ્રમાં કોણ પ્રવેશ કરી શકે?

સવારે 8:00 વાગે સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી બેલેટ પેપરની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે. મત ગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે.

અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ હશે મત ગણતરી કેન્દ્રો

રાજ્યના તમામ મત ગણતરી કેન્દ્રોને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવે છે. મોબાઈલ ટેલિફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મત ગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મત ગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.

મત ગણતરી કેન્દ્રની સુરક્ષા કેવી હશે ?

મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મત ગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મત ગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
g clip-path="url(#clip0_868_265)">