AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : કોંગ્રેસનો અભેદ કિલ્લો ગણાય છે આણંદ જિલ્લાની આ હાઈ પ્રોફાઈલ બેઠક, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ

એક એવી બેઠકની જ્યાં ભાજપને (BJP) હંમેશા હારનો સામનો કરવો પડ્યો છે. અહીં પાછલા 60 વર્ષથી ભાજપ હારી રહ્યું છે. મોદી લહેર હોય કે વિકાસનો વંટોળ, કોંગ્રેસ અહીં ક્યારેય હાર્યું નથી.

Gujarat Election 2022 : કોંગ્રેસનો અભેદ કિલ્લો ગણાય છે આણંદ જિલ્લાની આ હાઈ પ્રોફાઈલ બેઠક, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ
Borsad Assembly seat
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 1:11 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022 ) નજીક આવતા દરેક રાજકીય પાર્ટી પ્રચાર થકી મતદારોની રીઝવવા મથામણ કરી રહી છે. ત્યારે TV9ની વિશેષ રજૂઆત મતદારોના મિજાજમાં વાત કરીએ, એક એવી બેઠકની જ્યાં ભાજપને (BJP) હંમેશા હારનો સામનો કરવો પડ્યો છે. અહીં પાછલા 60 વર્ષથી ભાજપ હારી રહ્યું છે. મોદી લહેર હોય કે વિકાસનો વંટોળ, કોંગ્રેસ અહીં ક્યારેય હાર્યું નથી, તો ભાજપ ક્યારેય જીત્યું નથી. જી હા, અમે વાત કરી રહ્યા છીએ આણંદની (Anand)  બોરસદ વિધાનસભા બેઠકની(Borsad Assembly Seat) . 1962થી અહીં 15 વિધાનસભા ચૂંટણીઓ યોજાઇ. જેમાંથી 14 ચૂંટણીમાં કોંગ્રેસે (Congress) મેદાન માર્યું છે. જ્યારે અહીં ભાજપનો રકાસ જ નીકળ્યો છે.

60 વર્ષથી અહીં હારી રહી છે ભાજપ !

કોંગ્રેસનો (Congress) અભેદ કિલ્લો આજદીન સુધી ભાજપ નથી ભેદી શક્યું. અહીંથી જીત મેળવીને કોંગ્રેસના અમિત ચાવડા (Amit Chavda) અને ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ બન્યા હતા. જ્યારે પાછલી 2 ટર્મથી રાજેન્દ્રસિંહ પરમાર ચૂંટાઇ રહ્યા છે.  જોકે 2022માં સત્તાના સમીકરણો બદલાયા છે, કોંગ્રેસને પોતાનો ગઢ બચાવવાની ચિંતા છે, તો ભાજપ અહીં જીતનું ખાતુ ખોલાવવાની મથામણમાં છે. જોકે અહીં સવાલ એ સર્જાય છે કે શું અત્યાર સુધીની જેમ કોંગ્રેસને પ્રજાનો પ્રેમ મળતો રહેશે. શું 2022માં 60 વર્ષે ભાજપ બેઠક જીતી શકશે. જાણો કેવો છે અહીંના મતદારોનો મિજાજ ….

કેમ બોરસદમાં કોંગ્રેસ જ જીતે છે ?

જો આ વિધાનસભા બેઠકની વાત કરીએ તો કુલ મતદારો 2 લાખ 61 હજાર 186 છે, જેમાં પુરૂષ મતદારો 1 લાખ 34 હજાર 658 અને સ્ત્રી મતદારો 1 લાખ 26 હજાર 523 છે. જો અહીંના વર્ષ 2017ના ચૂંટણી પરિણામની (Election result) વાત કરીએ તો કોંગ્રેસના રાજેન્દ્ર પરમારને 86,254 મત મળ્યા, તો ભાજપના રમણ સોલંકીને 74.786 મત મળ્યા હતા. જેથી કોંગ્રેસે 11,468 મતથી અહીં બાજી મારી. જો વર્ષ 2012ના ચૂંટણી પરિણામની વાત કરીએ તો કોંગ્રેસના રાજેન્દ્ર પરમારને 83,621 મત મળ્યા, તો ભાજપના નયના સોલંકીને 62,587 મત મળ્યા હતા. તેથી કોંગ્રેસના રાજેન્દ્ર પરમાર 21,034 મતેથી અહીં જીત મેળવી.

મોદી લહેરમાં પણ ભાજપે હારનો સામનો કરવો પડ્યો

કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠકના રાજકીય ઈતિહાસ (Political hostory) પર નજર કરીએ તો 1962થી 2017 સુધી અહીં 15 વખત ચૂંટણી યોજાઇ.જેમાં 15માંથી 14 વખત કોંગ્રેસની જીત થઈ, જ્યારે 1 વખત અપક્ષે બાજી મારી હતી. 1962થી આજદીન સુધી ભાજપને જીત મળી નથી.પાછલા 60 વર્ષથી ભાજપ અહીં સત્તાથી વંચિત છે. એટલે કે 1967થી 2017 સુધી કોંગ્રેસનું અહીં એકહથ્થુ શાસન રહ્યું છે. જો વિગતે વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદ ગોહીલ સતત 4 ટર્મ ચૂંટાયા હતા. તો 1972થી 1985 સુધી ઉમેદ ગોહીલે રાજ કર્યું હતું. 1990માં કોંગ્રેસના માધવસિંહ સોંલકી ચૂંટાયા હતા અને 1995થી 2002 સુધી ભરતસિંહ સોલંકી ચૂંટાયા હતા. તો 2004 અને 2007માં અમિત ચાવડા ચૂંટાયા હતા.જ્યારે 2012 અને 2017માં રાજેન્દ્રસિંહ પરમાર (Rajendrasinh parmar) આ બેઠક પરથી ચૂંટાયા હતા, ત્યારે આગામી સમયમાં અહીં કોંગ્રેસનો ગઢ તુટશે કે સત્તાની પ્રક્રિયા અવિરત રહેશે એ તો ચૂંટણીના પરિણામ જ બતાવશે.

Follow Us
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">