Gujarat Election 2022 : ‘ગૌરવ યાત્રા’ થકી ઉતર ગુજરાતનો જંગ જીતવા ભાજપની મથામણ, જાણો શું છે અહીંનો રાજકીય ઈતિહાસ

ગત વિધાનસભા ચૂંટણીમાં ઉતર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, ત્યારે મહતમ બેઠકો હાંસલ કરવા ભાજપ ગુજરાત ગૌરવ યાત્રા દ્વારા ઉતર ગુજરાતથી પ્રચારના શ્રીગણેશ કરશે.

Gujarat Election 2022 : 'ગૌરવ યાત્રા' થકી ઉતર ગુજરાતનો જંગ જીતવા ભાજપની મથામણ, જાણો શું છે અહીંનો રાજકીય ઈતિહાસ
Gujarat Election 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 11:38 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે, ત્યારે 27 વર્ષથી ગુજરાતમાં શાશન કરી રહેલી ભાજપ પણ સત્તા ટકાવી રાખવા મથામણ કરી રહ્યુ છે. આ યાત્રા થરી ભાજપ (BJP) 5 તબક્કાની યાત્રામાં 144 બેઠક આવરી લેવામાં આવશે. 5734 કિમીની યાત્રામાં 145 જાહેરસભા યોજાશે. જો વિગતે વાત કરીએ તો આ યાત્રાનો બહુચરાજી અને દ્વારકાથી પ્રારંભ થશે. બહુચરાજીથી (Becharaji) માતાના મઢ સુધી આ યાત્રા જશે.  ત્યારે એ પ્રશ્ન થાય કે ઉતર ગુજરાતમાં (North Gujarat) ગૌરવ યાત્રા શા માટે  ?

ઉતર ગુજરાતમાં ભાજપ- કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

જો ઉત્તર ગુજરાતના રાજકીય જંગની વાત કરીએ તો 2017ની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની 32 વિધાનસભા બેઠકોમાંથી (Assembly Seat)  ભાજપને 14 બેઠકો મળી હતી, તો કોંગ્રેસે 17 બેઠકો પર બાજી મારી હતી. તો એક બેઠક પર અપક્ષે મેદાન માર્યું હતું. જો જિલ્લા મુજબ 2017 ના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો બનાસકાંઠાની 9માંથી ભાજપે 3 અને કોંગ્રેસે 5 બેઠકો જીતી, પાટણની 4માંથી એક ભાજપે અને 3 બેઠકો કોંગ્રેસે (Congress)  જીતી, મહેસાણાની 7માંથી 5 ભાજપે અને 2 બેઠકો કોંગ્રેસે જીતી, સાબરકાંઠાની 7માંથી 3 ભાજપે અને 4 બેઠકો કોંગ્રેસે જીતી હતી અને ગાંધીનગરની 5માંથી ભાજપે 2 અને કોંગ્રેસે 3 બેઠકો જીતી હતી.

બહુચરાજી બેઠક પરથી ભાજપને ફટકો

વર્ષ 2012ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો ભાજપે 15 બેઠકો પર થયો હતો વિજય. તો કોંગ્રેસના ફાળે 17 બેઠકો આવી હતી.વર્ષ 2012ના ઉત્તર ગુજરાતનો જંગના જિલ્લા મુજબ ચૂંટણીના પરિણામની વાત કરીએ તો બનાસકાંઠાની (Banaskantha) 9માંથી ભાજપે 4 અને કોંગ્રેસે 5 બેઠકો જીતી, પાટણની 4માંથી ભાજપે 3 અને કોંગ્રેસે 1 બેઠકો જીતી, મહેસાણાની 7માંથી ભાજપે 5 અને કોંગ્રેસે 2 બેઠકો જીતી, સાબરકાંઠાની 7માંથી ભાજપે 1 અને કોંગ્રેસે 6 બેઠકો જીતી અને ગાંધીનગરની (Gandhinagar) 5માંથી ભાજપે 2 અને કોંગ્રેસે 3 બેઠકો જીતી હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત

ઉતર ગુજરાતમાં વર્ષ 2012ની તૂલનાએ વર્ષ 2017માં ભાજપને 1 બેઠકનું નુકસાન થયુ હતુ. જેમાં બેચરાજી બેઠક પણ ભાજપે ગુમાવવી પડી હતી.તો અરવલ્લી જિલ્લામાં ભાજપનો રકાસ થયો હતો. ત્યારે ઉત્તર ગુજરાતની હારેલી બેઠકો પર જીત મેળવવાનો હાલ ભાજપ પ્રયાસ કરી રહી છે, ત્યારે કહી શકાય કે આ જંગમાં કોંગ્રેસ પાસેથી હારેલી બેઠકો પરત મેળવવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">