Gujarat Assembly Election 2022 : હાર દેખાય એટલે કોંગ્રેસ આક્ષેપ કરે છે : શંકર ચૌધરી, ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે થરાદ પોલીસે માત્ર ભાજપનો ખેસ જ નથી પહેર્યો

Gujarat Assembly Election 2022 : થરાદ બેઠકના ભાજપ ઉમેદવાર શંકર ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને, બંને ઉમેદવારોએ પોતપોતાની જીવનો આશાવાદ સેવ્યો છે. આ સાથે બંને ઉમેદવારોએ સામસામે આક્ષેપો પણ કર્યા છે.

Gujarat Assembly Election 2022 : હાર દેખાય એટલે કોંગ્રેસ આક્ષેપ કરે છે : શંકર ચૌધરી, ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે થરાદ પોલીસે માત્ર ભાજપનો ખેસ જ નથી પહેર્યો
Gujarat Assembly Election 2022: Image Credit source: Tv9 Gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 05, 2022 | 2:28 PM

Gujarat Assembly Election 2022 : બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભાની ચૂંટણી માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવાઇ રહ્યા છે. થરાદ વિસ્તારમાં મતદારોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. થરાદના ખાનપુર ગામમાં મતદારો ઉમટયાં હતા. અને, મતદાન કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે થરાદ બેઠકના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને, બંને ઉમેદવારોએ પોતપોતાની જીવનો આશાવાદ સેવ્યો છે.

હાર દેખાય એટલે કોંગ્રેસ આક્ષેપ કરે છે : શંકર ચૌધરી

થરાદ બેઠકના ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ સવારે જ મતદાન કર્યું હતું. અને, આ દરમિયાન ટીવી9 સંવાદદાતા સાથેની વાતચીતમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે મતદારો વિકાસની રાજનીતિ સાથે જ રહેશે. આ ઉપરાંત થરાદમાં કોંગ્રેસ ઉમેદવાર પર થયેલા હુમલા મામલે પુછાયેલા સવાલમાં શંકર ચૌધરીએ જણાવ્યું કે ચૂંટણીમાં હાર દેખાય એટલે કોંગ્રેસ આક્ષેપોની શરૂઆત કરે છે. આવું પહેલી વખત નહી અનેકવાર બની ચુક્યું છે. આ સાથે તેમણે કોંગ્રસની કાર્યશૈલી અને કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત પર આક્ષેપો કર્યા હતા.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

થરાદ પોલીસે માત્ર ભાજપનો ખેસ જ નથી પહેર્યો : ગુલાબસિંહ રાજપૂત

થરાદ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે મતદાન કર્યું હતું. થરાદના વજેગઢ પ્રાથમિક શાળામાં ગુલાબસિંહ રાજપુતે મતદાનનો ઉપયોગ કર્યો હતો. ગુલાબસિંહ રાજપુતે આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તેમ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે થરાદ પોલીસે આ વખત ભાજપનો ખેસ નથી પહેર્યો તેટલું જ બાકી રાખ્યું છે.

કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાની ઘટના બની, શંકર ચૌધરીના ભાઇ પર આક્ષેપ કર્યો

નોંધનીય છેકે, ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીની આગલી રાત્રે બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનાની પ્રાથમિક વિગતો અનુસાર ગુલાબસિંહ ઉપર હુમલાની ઘટના મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ  શિવનગર વિસ્તરામાં બની  હતી. તેમજ આ હુમલો ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીના ભાઈએ કર્યો હોવાનો ગુલાબ સિંહે આરોપ લગાવ્યો હતો.

ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
g clip-path="url(#clip0_868_265)">