નીતિ આયોગ ગૌશાળાની અર્થવ્યવસ્થા પર કરી રહ્યું છે અભ્યાસ, ગાયના છાણમાંથી આવક વધારવાનો છે હેતુ

કેન્દ્ર સરકાર (Central Government) ખેતીને લઈને ગંભીર છે. જે અંતર્ગત ગૌશાળાને ખેડૂતોની આવક સાથે જોડવાની તૈયારી ચાલી રહી છે. એકંદરે, ભારત સરકાર ગૌશાળાના અર્થતંત્રને પુનર્જીવિત કરવાના મૂડમાં છે.

નીતિ આયોગ ગૌશાળાની અર્થવ્યવસ્થા પર કરી રહ્યું છે અભ્યાસ, ગાયના છાણમાંથી આવક વધારવાનો છે હેતુ
Cow (File Photo)
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Apr 17, 2022 | 6:52 AM

ભારતને કૃષિ અર્થતંત્ર (Agriculture Economy)આધારિત દેશ ગણવામાં આવે છે. જેમાં પશુધન(Livestock)ખેડૂતોની વધારાની આવકનું સાધન છે પરંતુ હવે પશુઓના રહેઠાણ એટલે કે ગૌશાળા પણ ખેડૂતોની વધારાની આવકનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર(Central Government)ખેતીને લઈને ગંભીર છે. જે અંતર્ગત ગૌશાળાને ખેડૂતોની આવક સાથે જોડવાની તૈયારી ચાલી રહી છે. એકંદરે, ભારત સરકાર ગૌશાળાના અર્થતંત્રને પુનર્જીવિત કરવાના મૂડમાં છે. આ અંગેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત ભારત સરકારનું નીતિ આયોગ ગૌશાળા અર્થતંત્રનો અભ્યાસ કરવા જઈ રહ્યું છે. આ અભ્યાસનો ધ્યેય ગાયના છાણમાંથી આવક પેદા કરવાનો છે. જે ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ગૌશાળાના અર્થતંત્રમાં સુધારાની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે

નીતિ આયોગે આર્થિક સંશોધન સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચને ગૌશાળાની અર્થવ્યવસ્થાનો અભ્યાસ કરવા અને રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે. પીટીઆઈના અહેવાલ મુજબ, આ અભ્યાસ દ્વારા, નીતિ આયોગ ગૌશાળાની અર્થવ્યવસ્થાને સુધારવાની શક્યતાઓ શોધી રહી છે.

પીટીઆઈએ નીતિ આયોગના સભ્ય રમેશ ચંદને ટાંકીને કહ્યું હતું કે ‘અમે માત્ર એ જોઈ રહ્યા છીએ કે ગૌશાળાના અર્થતંત્રમાં સુધારો કરવાની શું શક્યતાઓ છે, જેનો ઉદ્દેશ્ય ગૌશાળાના વ્યાવસાયિક નફાને સુનિશ્ચિત કરવાનો છે. તેમણે કહ્યું કે અમે એ સંભાવનાઓ પર ધ્યાન આપી રહ્યા છીએ કે શું આપણે છાણમાંથી કેટલીક આવક મળી શકે છે કે કેમ.’

ગાયના છાણમાંથી બાયો-સીએનજી બનાવવાની તૈયારી

પીટીઆઈના અહેવાલ મુજબ, ભૂતકાળમાં, નીતિ આયોગના સભ્ય રમેશ ચંદની આગેવાની હેઠળ સરકારી અધિકારીઓની એક ટીમે રાજસ્થાન, ઉત્તર પ્રદેશના ભાગોમાં સ્થિત મોટી ગૌશાળાઓનું નિરીક્ષણ કર્યું હતું. તે જ સમયે, રિપોર્ટમાં રમેશ ચંદને ટાંકીને કહેવામાં આવ્યું છે કે યોજના હેઠળ ગાયના છાણનો ઉપયોગ બાયો-સીએનજી બનાવવા માટે થઈ શકે છે.
બાયો-સીએનજીના ફાયદાઓ સમજાવતા તેમણે કહ્યું કે તેનાથી પર્યાવરણને નુકસાન થતું નથી. આવી સ્થિતિમાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવશે. તેથી જ અમે આવી શક્યતાઓ પર વિચાર કરી રહ્યા છીએ, એમ તેમણે જણાવ્યું હતું.

ભારતમાં 30 કરોડથી વધુ પશુઓ છે

ગૌશાળા અર્થવ્યવસ્થામાં ભારતમાં વિકાસની પૂરતી ક્ષમતા છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અનુસાર, ભારતમાં વર્ષ 2019માં 30 કરોડથી વધુ પશુઓ હતા. જેમાંથી 19.25 કરોડ ગાય અને 10.99 કરોડ ભેંસ હતી. તે જ સમયે, અન્ય આંકડા અનુસાર, એક પશુ એક દિવસમાં 10 કિલો જેટલું છાણ કરે છે. આવી સ્થિતિમાં, ગાયનું છાણ અર્થતંત્રમાં ખેડૂતો માટે આવકના મુખ્ય સ્ત્રોત તરીકે વિકાસ કરી શકે છે.

આ પણ વાંચો: PM Kisan: હવે આધાર વિના નહીં મળે પીએમ કિસાન સ્કીમના પૈસા, નિયમો કરાયા કડક, જાણો શું થયા ફેરફાર

આ પણ વાંચો: Ahmedabad: અસ્તિત્વમાં જ ના હોય એવો ફ્લેટ વેચ્યો અને ફરિયાદી પર જ કર્યો કેસ, ખોટા દસ્તાવેજ ઉભા કરી 17 લાખ પડાવી ખોટો એલોટમેન્ટ લેટર આપી દીધો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati