Goat Rearing : બકરી પાલનમાં ઓછા ખર્ચે થશે વધુ નફો પરંતુ રાખવું પડશે આ વાતનું ધ્યાન, સરકાર આપી રહી છે ગ્રાન્ટ

ખેડૂતો બકરી પાસેથી દૂધ અને માંસ તેમજ વાળ, ચામડી અને રેસાનો વ્યવસાય કરી શકે છે. આ સિવાય બકરીના મૂત્રનો પણ ખાતર તરીકે ઉપયોગ થાય છે. બકરી ઉછેર વ્યવસાયમાં પ્રારંભિક ખર્ચ ઓછો હોય છે અને તેમના રહેવા અને સાચવવાનો પણ ઓછા ખર્ચ હોય છે.

Goat Rearing : બકરી પાલનમાં ઓછા ખર્ચે થશે વધુ નફો પરંતુ રાખવું પડશે આ વાતનું ધ્યાન, સરકાર આપી રહી છે ગ્રાન્ટ
Goat Farming (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 7:40 AM

નાના, સીમાંત અને જમીન વિહોણા ખેડૂતો માટે બકરી ઉછેરનો (Goat Rearing) વ્યવસાય શ્રેષ્ઠ વિકલ્પ છે. આ વ્યવસાયમાં ઓછી જગ્યા, ઓછો ખર્ચ અને મર્યાદિત કાળજી લઈને પણ નફો કમાઈ શકાય છે. આ જ કારણ છે કે છેલ્લા 5 વર્ષમાં ભારતમાં બકરીઓની સંખ્યામાં વધારો થયો છે. દર 5 વર્ષે યોજાતી પશુધન વસ્તી ગણતરીના આંકડા મુજબ, પશુધનમાં 4.6% નો વધારો થયો છે.

ડીડી કિસાનના અહેવાલ મુજબ 2012માં પશુધનની વસ્તી 51 કરોડ 20 લાખ હતી. 2019માં તે વધીને 53 કરોડ 57 લાખ 80 હજાર થઈ ગઈ હતી. કુલ પશુધનમાં બકરીઓનો હિસ્સો 27.8 ટકા છે. એટલે કે બકરીઓની સંખ્યા 10 ટકા વધીને 14.9 ટકા થઈ છે. આ આંકડા દર્શાવે છે કે પશુપાલકો બકરી પાલનમાં રસ દાખવી રહ્યા છે.

બકરી ઉછેર માટે સરકારી અનુદાન

બકરી ખેડૂતો દૂધ અને માંસ તેમજ વાળ, ચામડી અને રેસાનો વ્યવસાય કરી શકે છે. આ સિવાય બકરીના મૂત્રનો પણ ખાતર તરીકે ઉપયોગ થાય છે. બકરી ઉછેર વ્યવસાયમાં પ્રારંભિક ખર્ચ ઓછો હોય છે અને તેમના રહેવા અને સાચવવાનો પણ ઓછા ખર્ચ હોય છે. સરકાર દ્વારા બકરી ઉછેરમાં પણ મદદ કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી 25 થી 33 ટકા સુધીની અનુદાન ઉપલબ્ધ છે. બકરી ઉછેરના સફળ વ્યવસાય માટે તેઓ સ્વસ્થ અને નિરોગી રહે તે જરૂરી છે. જો બકરીઓ બીમાર પડે તો તાત્કાલિક સારવારની સલાહ આપવામાં આવે છે.

Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત

બકરીઓમાં થનારા રોગો

બકરીઓમાં કેટલાક રોગો થવાની શક્યતા વધારે હોય છે. શીતળા તેમાંથી એક છે. આ એક ચેપી રોગ છે જે વાયરસને કારણે થાય છે. જે શ્વાસ દ્વારા કે ચામડીના ઘા દ્વારા પ્રાણીના શરીરમાં પહોંચે છે. આ રોગના લક્ષણો બે થી સાત દિવસમાં દેખાવા લાગે છે. જ્યારે આ રોગ થાય છે, ત્યારે તંદુરસ્ત પ્રાણીઓને અલગ કરવામાં આવે છે. બીજો રોગ ન્યુમોનિયા છે. પાણીમાં ભીના થવાથી, ઠંડી લાગવાથી અને હવામાનમાં અચાનક ફેરફાર થવાથી બકરીઓને ન્યુમોનિયા થઈ શકે છે.

ફુટ-માઉથ રોગ : આ એક ચેપી રોગ છે અને બકરા સહિત તમામ પ્રાણીઓમાં થવાની સંભાવના છે. આ રોગમાં, પ્રથમ લક્ષણ પ્રાણીના મોં અને પગમાં ઘા છે.

આ રોગોની રોકથામ માટે સમયસર રસીકરણ જરૂરી છે. જો નિષ્ણાતોની સલાહ લઈને બકરી ઉછેર કરવામાં આવે તો તે નફાકારક વ્યવસાય બની શકે છે. દરેક નાની મોટી સમસ્યા અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા સમયાંતરે માર્ગદર્શન આપવામાં આવે છે. ખેડૂતો પણ અહીંથી મદદ લઈ શકે છે.

આ પણ વાંચો : ઈઝરાયેલ-ભારતના રાજદ્વારી સંબંધોને 30 વર્ષ પૂર્ણ, વડાપ્રધાન નફતાલી બેનેટે તેને ગણાવી ‘ગાઢ મિત્રતા’

આ પણ વાંચો : વધારે પડતો પ્લાસ્ટિકનો સામાન બની જશે ઘરની અશાંતિનું કારણ! જાણો, ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ

g clip-path="url(#clip0_868_265)">