ખેડૂતોએ ઓક્ટોબર માસમાં ડાંગર, ચણા અને તુવેરના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
ખેડૂતોએ વાવણી કરતા પહેલા જમીનની તૈયારી, બિયારણની પસંદગી, માવજત વગેરે માટે આયોજન કરવું જોઈએ. ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતો (Farmers) સિઝન મૂજબ જુદા-જુદા પાકનું વાવેતર કરે છે. નવી વાવણી કરતા પહેલા જમીનની તૈયારીથી લઈને બિયારણની પસંદગી તેમજ તેની માવજત વગેરે માટે ખેડૂતોએ આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત ખેડૂતોએ જે પાકનું વાવેતર કરેલું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. વરસાદના કારણે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળતો હોય છે.
તેના નિયંત્રણ માટે આગોતરું આયોજન કરવું પડે છે, જેથી ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકાય. ચાલો જાણીએ કે ખેડૂતોએ ઓક્ટોબર માસમાં ડાંગર, ચણા અને તુવેરના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા જોઈએ.
ડાંગરના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. ડાંગરમાં સૂકારાના નિયંત્રણ માટે ૨૦ લીટર પાણીમાં ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિન +૧૦ ગ્રામ તાંબાયુક્ત દવા મિશ્ર કરી છંટકાવ કરવો.
2. ડાંગરમાં અંગારિયાના નિયંત્રણ માટે ૫૦ ટકા ફૂલ આવવાના સમયે મેન્કોઝેબ ૨૫ ગ્રામ અથવા કાર્બનડેઝીમ૧૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાંનાખી છંટકાવ કરવો.
3. ગાભમારાના નરફૂદાંને આકર્ષવા હેક્ટર દિઠ ૪૦ ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવો.
તુવેરના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. તુવેરના પાકમાં ફુલ અવસ્થા અને શીંગોમાં દાણા ભરાવાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય અને પિયતની સગવડતા હોય તો પિયત આપવું.
આ પણ વાંચો : ખેડૂતોએ ઓક્ટોબર માસમાં કપાસ અને બાજરીના પાકમાં રોગ-જીવાતના નિયંત્રણની સાથે કયા ખેતી કાર્યો કરવા તેની માહિતી
ચણાના પાકમાં રોગ-જીવાતનું નિયંત્રણ અને ખેતી કાર્યો
1. ચણાને વાવતાં પહેલાંબીજાને ફૂગનાશક દવા અને રાઈઝોબીયમકલ્ચરની માવજત અવશ્ય આપવી.
2. બિન પિયત ચણા કરતા ખેડૂતોએ ચણા – ૬ જાતનું વાવેતર કરવું.
3. પિયત ચણા કરતાં ખેડૂતોએ જુનાગઢ ચણા-૩,૪ અથવા ૫ નું વાવેતર કરવું.
માહિતી સ્ત્રોત: ડો. જી.આર. ગોહિલ, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી