ખેડૂતો માટે આર્શીવાદ સમાન સાબિત થઈ રહ્યુ છે નેનો યુરિયા, જાણો ફાયદા અને ઉપયોગની રીત

TV9 GUJARATI

|

Updated on: Dec 25, 2022 | 1:50 PM

નેનો લિક્વિડ યુરિયા દાણાદાર યુરિયા કરતાં સસ્તું છે. જેના કારણે ખેતીનો ખર્ચ પણ ઘટે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ નેનો યુરિયાના ઉપયોગ અને ફાયદા વિશે.

ખેડૂતો માટે આર્શીવાદ સમાન સાબિત થઈ રહ્યુ છે નેનો યુરિયા, જાણો ફાયદા અને ઉપયોગની રીત
Nano Urea
Image Credit source: File Photo

નેનો યુરિયાને કૃષિ ક્રાંતિનું આગામી પગલું માનવામાં આવી રહ્યું છે. જે ખેતરોમાં ખાતરની જરૂરિયાતને પહોંચી વળવા માટે ખૂબ જ અસરકારક છે. નિષ્ણાંતોના મતે નેનો લિક્વિડ યુરિયા માત્ર ઉત્પાદન જ નહીં, પણ પાકની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. નેનો લિક્વિડ યુરિયા પણ દાણાદાર યુરિયા કરતાં સસ્તું છે. જેના કારણે ખેતીનો ખર્ચ પણ ઘટે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ નેનો યુરિયાના ઉપયોગ અને ફાયદા વિશે.

આપને જણાવી દઈએ કે 28 મે, 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કલોલમાં દેશના પ્રથમ નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટ (IFFCO NANO UREA લિક્વિડ)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્લાન્ટમાંથી દરરોજ 500 એમએલની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરવામાં આવશે. હવે દેશમાં વધુ 8 નેનો પ્લાન્ટ ખોલવાની યોજના છે. એવો દાવો કરવામાં આવે છે કે નેનો યુરિયા સાથે ખાતરના મામલે ભારતની વિદેશો પર નિર્ભરતા ઓછી થશે.

ખેડૂતને ફાયદો

ઈફ્કોના ચીફ ફિલ્ડ મેનેજર બ્રિજવીર સિંહના જણાવ્યા અનુસાર નેનો યુરિયા લિક્વિડની અડધી લિટર બોટલમાં 40 હજાર પીપીએમ નાઈટ્રોજન હોય છે. જે 45 કિલો સામાન્ય યુરિયાની એક થેલી બરાબર છે. યુરિયાની એક થેલીમાં 46 ટકા નાઇટ્રોજન હોય છે. પરંતુ યુરિયાનો છંટકાવ કરવાથી છોડને નાઈટ્રોજનનો પૂરો જથ્થો મળતો નથી. ખેડુતો છોડના વિકાસ માટે મોટા પ્રમાણમાં યુરિયાનો ઉપયોગ કરે છે. તેનાથી પાકનો ખર્ચ તો વધે જ છે સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન થાય છે. એક એકરના ખેતરમાં 150 લિટર પાણીમાં નેનો યુરિયાની એક બોટલનું દ્રાવણ વપરાય છે. યુરિયાને દ્રાવણ સ્વરૂપે આપવાથી છોડને નાઈટ્રોજનનો પૂરો જથ્થો મળે છે.

ખેડૂતના પૈસાની બચત

નેનો યુરિયાની અડધી લીટર બોટલની કિંમત 240 રૂપિયા છે. આ એક એકરના ખેતર માટે પૂરતું છે, જ્યારે યુરિયાની એક થેલીની વર્તમાન કિંમત રૂ. 266.50 છે અને મોટાભાગના ખેડૂતો એક એકરના ખેતરમાં એક કરતાં વધુ યુરિયાની થેલીનો ઉપયોગ કરે છે. નેનો યુરિયાના ઉપયોગથી ખેડૂતના પૈસાની બચત તો થશે જ, પરંતુ વધુ ઉપજ પણ મળશે અને પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે.

આ રીતે કરો નેનો યુરિયાનો ઉપયોગ

એક લિટર પાણીમાં 2-4 મિલી નેનો યુરિયા (4% N) ભેળવીને પાકની વૃદ્ધિના તબક્કા દરમિયાન પાકના પાંદડા પર સ્પ્રે કરો. 15 લિટરની ટાંકીમાં 30-60 મિલી. નેનો યુરિયા ઉમેરો. આ રીતે પાન પર પ્રતિ એકર 125 લિટર પાણીનો છંટકાવ કરવો. સારું પરિણામ મેળવવા માટે બે વાર છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે, જેમ કે પ્રથમ સ્પ્રે સક્રિય ટીલરિંગ/બ્રાન્ચિંગ સ્ટેજ પર અને બીજો સ્પ્રે પ્રથમ સ્પ્રેના 20-25 દિવસ પછી અથવા પાકમાં ફૂલો આવે તે પહેલાં.

ઉપયોગ કરતા પહેલા બોટલને સારી રીતે હલાવો. પાંદડા પર સમાન છંટકાવ માટે ફ્લેટ પંખો અથવા કટ નોઝલનો ઉપયોગ કરો. ઝાકળથી બચવા માટે સવારે અથવા સાંજે સ્પ્રે કરો. જો નેનો યુરિયા સ્પ્રેના 12 કલાકની અંદર વરસાદ પડે તો સ્પ્રેનું પુનરાવર્તન કરવાની સલાહ આપવામાં આવે છે. નેનો યુરિયાને બાયોસ્ટીમ્યુલન્ટ્સ, 100% પાણીમાં દ્રાવ્ય ખાતરો અને અન્ય સુસંગત કૃષિ રસાયણો સાથે સરળતાથી ભેળવી શકાય છે.

નોંધ: ઉપરોક્ત બાબતો ઉપરાંત જો નેનો યુરિયાના ઉપયોગ સંબંધિત સમસ્યા હોય તો કૃષિ નિષ્ણાંતની સલાહ લઈ શકાય છે તેમજ પાકની જરૂરીયાત પ્રમાણે જ ઉપયોગ કરવો હિતાવહ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati