SURAT : મંત્રી વીનુભાઈ મોરડિયાની ગુંડાતત્વોને કડક ચીમકી, લોકોની મદદ માટે હરહંમેશ તૈયાર હોવાનું મંત્રીનું નિવેદન
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આજરોજ ગટર લાઈન ખાતમુર્હુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજય શહેરી વિકાસ અવે ગૃહ નિર્માણ મંત્રી વિનુભાઈ મોરડિયા હાજર રહ્યા હતા.
SURATના કતારગામ વિસ્તારમાં ગટરના ખાતમુર્હ્ર્તના કાર્યક્રમમાં મંત્રી વીનુભાઈ મોરડિયાએ (Minister Vinubhai Mordia)અસામાજીક તત્વો (Gangster elements)સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ ઉપરાંત તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના સમયે અસામાજિક તત્વોથી વિસ્તાર ઓળખાતા હતા. લોકોને ક્યારે પણ જરૂરું પડે કોઈપણ સમાજનો વ્યક્તિ હેરાન પરેશાન કરતો હોય તો મને કહેજો.
હાલમાં ગુજરાતની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે લોકો લડી લેવાના મૂડમાં હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે નેતાઓ પણ આવા સમયે પોતાની વાત લોકો સામે મૂકી દેતા હોય છે. ત્યારે વાતવાતમાં કતારગામના ધારાસભ્ય અને હાલના રાજ્યના મંત્રી વિનુભાઈનું નિવેદન સામે આવ્યું. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આજરોજ ગટર લાઈન ખાતમુર્હુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજય શહેરી વિકાસ અવે ગૃહ નિર્માણ મંત્રી વિનુભાઈ મોરડિયા હાજર રહ્યા હતા. પોતાની સ્પીચમાં અને મીડિયા સાથેની વાતચીતમાં તેઓ અસામાજિક તત્વો સામે લાલઘુમ થયા હતા.
તેઓએ કહ્યું હતું કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ અસામાજિક તત્વોને છોડશે નહિ. તેઓની સામે કડક કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ પર તેઓએ આકરા પ્રહારો કર્યા હતા. અનેં મંત્રી વિનુભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે લોકોને જો અસામાજિક તત્વોનો ત્રાસ હોય તો તેઓ ડાયરેક્ટ મને પણ મળીને રજૂઆત કરી શકે છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં સામાજિક તત્વોના નામથી શહેરો ઓળખાતા હતા.બીજેપીની સરકારમાં કેવી કામગીરી થઇ રહી છે તે લોકો જાણે જ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે આખા દેશની અંદર જયાં મારી તમને જરૂરીયાત હોય ત્યાં ગમે ત્યાં મારો ઉપયોગ કરી શકો છે. જેવી કે અન્ય રાજયમાં તમે પ્રવાસમાં કે જાત્રામાં ગયા હોય ત્યાં અટવાયા હોય તો મારો સંપર્ક કરી શકો છે જેથી મારાથી બનતી તમામ મદદ હું કરીશ, તેમજ બહેનોને જણાવ્યું હતું કે તમને કોઈપણ જગ્યાઓ પર તમને અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિ થઈ રહી છે તેમજ બહેનો દિકરીઓને શાળાએ જતી વેળાએ પણ કોઈ અસામાજિક તત્વો હેરાન કરતાં હોય ત્યારે તમે તમારા ઘરમાં કોઈને કહી શકો તેમ ન હોય ત્યારે વહેલી તકે મને જાણ કરી દેવી. જેથી કરીને હું કોઈપણ પ્રકારના પગલા લઈ શકું તેમ જણાવ્યું હતું, તેમજ 24 કલાકમાં આવા અસામાજિક તત્વોને જેલભેગા કરી દેવાની જવાબદારી મારી હોવાનું મંત્રી વિનુભાઈ મોરડીયાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : વલસાડ : રાજ્યમાં સૌ-પ્રથમ અતિઆધુનિક ફ્લોટિંગ જેટી અને મત્સ્ય ઉતરણ કેન્દ્ર બનાવવાના કામનો ઉમરસાડીમાં શુભારંભ
આ પણ વાંચો : Ahmedabad: સેટેલાઇટ પાર્ક એપાર્ટમેન્ટમાં રહીશો અને બિલ્ડર વચ્ચે ઘર્ષણ, જાણો શું હતો સમગ્ર મામલો