દ્રશ્યમ ફિલ્મ જેવી કહાણી! ભુજમાં પતિએ જ પત્નીની હત્યા કરી પોલીસને ગેરમાર્ગે દોરી, અંતે આરોપી પતિ પોલીસની પકડમાં આવી જ ગયો
દ્રશ્યમ ફિલ્મની જેમ ભુજમાં પણ એક કિસ્સો સામે આવ્યો છે. ભુજમાં રહેતી રુકશાનાની તેના પતિએ જ હત્યા કરીને ગુમશુદા જાહેર કરી દીધી હતી અને પોલીસને ગેરમાર્ગે દોરાવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે અહી ખરાબ ઈરાદા સાથે ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને આરોપી 10 મહિના પછી પોલીસના સંકજામાં આવ્યો છે. હત્યારા પતિએ પત્નીની હત્યા કર્યા બાદ […]
દ્રશ્યમ ફિલ્મની જેમ ભુજમાં પણ એક કિસ્સો સામે આવ્યો છે. ભુજમાં રહેતી રુકશાનાની તેના પતિએ જ હત્યા કરીને ગુમશુદા જાહેર કરી દીધી હતી અને પોલીસને ગેરમાર્ગે દોરાવાનો પ્રયત્ન કર્યો હતો.
જો કે અહી ખરાબ ઈરાદા સાથે ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને આરોપી 10 મહિના પછી પોલીસના સંકજામાં આવ્યો છે. હત્યારા પતિએ પત્નીની હત્યા કર્યા બાદ તેને ગુમશુદા હોવાના કિસ્સામાં ખપાવવાનો પ્રયત્ન ભરપુર કર્યો પરંતુ પરિવારની મજબુત લડત અને પોલીસની નિષ્પક્ષ તપાસના અંતે રૂકશાનાની હત્યા પરથી પરદો ઉંચકાઇ ગયો અને મૃતક મહિલાના પતિ સહિત તેના 6 સાગરીતોએ સંપુર્ણ હત્યાકાંડ સર્જયા બાદ તેના પુરાવા પણ નાશ કર્યા અને નવા પુરાવા ઉભા કરવાના પણ પ્રયત્ન કર્યા પરંતુ અંતે ન્યાયની જ જીત થઈ હતી.
આમતો કચ્છમાં આ કિસ્સો ચર્ચાસ્પદ ન હતો પરંતુ પરિવાર ન્યાય માટે સતત લડતો હતો. રૂકશાના ભુજના કેમ્પ વિસ્તારમાં રહે છે અને તેના લગ્ન આજથી 18 વર્ષ પહેલા ઇસ્માઇલ હુસેન માંજોઠી સાથે થયા હતા. પરિવારમાં 3 સંતાન હતા. પરંતુ 18 વર્ષ પછી અચાનક કેસમાં વળાંક આવ્યો અને અચાનક 10મી જૂનના, 2018 નારોજ રૂકશાના ગુમ થઇ ગઇ જેની નોંધ ખુદ તેના પતિ ઇસ્માઇલે પોલીસને કરી હતી. પોલીસ શોધતી રહી પરંતુ તે મળી નહી બીજી તરફ રૂકશાનાના પરીવારજનો મજબુતાઇથી તેના પતિએ જ હત્યા કરી હોવાની વાત સાથે ન્યાય માટે લડતા રહ્યા અને આજે 10 મહિનાની તપાસ પછી પોલીસે તેના પતિ ઈસ્માઇલ માંજોઠી સહિત 6 લોકો ની ધરપકડ કરી છે.
પતિએ આ રીતે ઘડયો હત્યાનો પ્લાન
જે દિવસે પત્ની ગુમ થયા અંગે તેને ફરિયાદ કરી તે જ દિવસે ઇસ્માઇલે તેના મિત્ર સાથે મળી રૂકસાનાની હત્યા કરી નાંખી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું કે મુંબઇમાં એક યુવતી સાથે ઈસ્માઇલના સંબંધ બંધાયા હોવાથી અવાર-નવાર પતિ-પત્ની વચ્ચે આ મામલે ઝઘડો થતો અને તેમાં રૂકશાનાની હત્યા જરૂરી હોવાનું માની ઇસ્માઇલે આ પ્લાન તૈયાર કર્યો હતો. ભુજના GIDC વિસ્તારમાં મિત્રના પ્લોટ પર જઇ પ્રી પ્લાન મુજબ પહેલા છરી વડે ઇસ્માઇલે હત્યા કરી અને ત્યાર બાદ તેની લાશ ત્યાં જ દફનાવી નાખી. ત્યારબાદ પોલીસ પાસે તેની ગુમ થવાની ફરિયાજ નોંધાવી અને રૂકશાનાને શોધવા માટેના પ્રયત્નો કરતો હોવાનો દેખાડો પણ કર્યો. જો કે પરીવારે હત્યાની શંકા સાથે પોલીસમાં અરજી કરતા ઇસ્માઇલ માટે મુશ્કેલી સર્જાઇ.
હત્યાની શંકા બાદ પોલીસને ગોટે ચડાવી હત્યારા પતિએ ફરિયાદ નોંધાવીને ઇસ્માઇને એમ હતુ કે તેને કોઇ શોધી નહી શકે પણ જો કે જેમ જેમ પોલીસ તપાસ આગળ વઘતી ગઇ તેમ ઇસ્માઇલ પણ પોતાની ચાલ બદલતો રહ્યો. પરિવાર વધુ તપાસ ન કરે તે માટે રૂકશાનાના ફોન પરથી અમદાવાદ અને અજમેર જેવા શહેરોમાં જઇને અન્ય મહિલા પાસેથી ફોન કરાવ્યા અને ત્યાં હોટલમાં રૂકશાનાના નામે રૂમ પણ બુક કરાવ્યો. અન્ય એક પૂરૂષ પાસેથી ફોન કરી પરિવારને જાણ કરી કે રૂકશાના તેની સાથે ભાગી ગઇ છે અને તે ખુશ છે. જો કે પરિવારની શંકા આમ કરવાથી વધુ દ્રઢ બની તો હત્યા કર્યા બાદ જે જગ્યાએ લાશ દફનાવી હતી. તે સ્થળે પોલીસ પહોંચે તે પહેલા જ ઈસ્માઇલ જે જગ્યાએ કામ કરતો હતો તે સાઇડ પર બની રહેલા નવા મકાનમાં રૂકશાનાની અસ્થીઓ પણ તેને દાટી દીધી જેથી પોલીસ પુરાવા ન મેળવી શકે. આમ પુરાવાના નાશ કરવા અને નવા ઉભા કરી કાવતરૂ રચવાની અલગથી ઈસ્માઇલ અને તેના સાગરીતો સામે પોલીસે ફરીયાદ નોંધી છે.
પરિવાર પોલીસને ભીંની આંખે ભેટી પડયો અને મૃતક રૂકશાના ગુમ થયા બાદ તેના પરિવારમાં માતમ છવાયો હતો. માતા સકિનાબેન અને ભાઇ સલિમ માનવા તૈયાર ન હતા કે તેની એકની એક બહેન આ રીતે ગુમ થાય. એક તરફ પરિવાર ન્યાય માટે લડી રહ્યો હતો ત્યારે બીજી તરફ ઈસ્માઇલ સમાજમાં પણ તેના ચરિત્ર અંગે નવી નવી વાતો વહેતી કરતો હતો. જે વચ્ચે પરિવારે કોર્ટ,પોલીસ અને રાજકીય આગેવાનોને અનેક રજુઆતો કરી જો કે પોલીસે ઉંડાણ પુર્વકની તપાસ કર્યા બાદ પરિવારને ન્યાયની ખાતરી આપી. આજે જ્યારે 10 મહિના બાદ હત્યા પરથી પોલીસે પરદો ઉંચક્યો તે સાથે જ પરિવાર પણ પોલીસ મથકે પહોંચી આવ્યો હતો અને પોલીસને ભીંની આંખે ભેટી પડ્યો હતો કેમ કે તેમની પાસે શબ્દો ન હતા. ગુનેગારો ગમે તેટલા ચાલાક હોય પરંતુ અંતે તેને કાયદાની ઝપટમાં તો આવી જ જાય છે. ઈસ્માઇલ અભણ હોવા છતાં તેને હત્યાનો પ્લાન બનાવ્યો અને પોલીસ તપાસની દિશા બદલવા ના પ્રયત્ન કર્યા પરંતુ કચ્છ પોલીસની ટીમ અંતે તેના સુધી પહોંચી ગઇ અને 10 મહિના બાદ હત્યાના કેસનો ભેદ ઉકેલીને પરિવારને ન્યાય અપાવ્યો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]