Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GATE Scorecard 2022: IIT ખડગપુર આવતીકાલે ગેટ પરીક્ષાનું સ્કોર કાર્ડ કરશે જાહેર, જાણો કેવી રીતે કરવું ચેક

ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે GATE 2022નું પરિણામ 17 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ગેટની પરીક્ષા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખડગપુર (IIT Kharagpur) દ્વારા લેવામાં આવી હતી.

GATE Scorecard 2022: IIT ખડગપુર આવતીકાલે ગેટ પરીક્ષાનું સ્કોર કાર્ડ કરશે  જાહેર, જાણો કેવી રીતે કરવું ચેક
GATE 2022 Score Card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 11:34 AM

GATE Scorecard 2022: એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે GATE 2022નું પરિણામ 17 માર્ચ (GATE 2022) ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ગેટની પરીક્ષા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ખડગપુર (IIT Kharagpur) દ્વારા લેવામાં આવી હતી. આવી સ્થિતિમાં ઉમેદવારો માટે મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. નોટિસ અનુસાર, સ્કોર કાર્ડ આવતીકાલે એટલે કે 22 માર્ચે જાહેર કરવામાં આવશે. જો કે, ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે પરીક્ષામાં હાજર થયેલા ઉમેદવારોના GATE 2022 સ્કોર કાર્ડ (GATE Scorecard 2022) IIT ખડગપુર દ્વારા વેબસાઇટ, gate.iitkgp.ac.in પર જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં ઉમેદવારોને વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ખડગપુરે એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (GATE 2022)નું પરિણામ જાહેર કર્યું છે. GATE પરિણામ 2022 ની ઘોષણા સાથે, પેપર માટે GATE 2022 કટ ઓફ લિસ્ટ પણ સત્તાવાર વેબસાઇટ પર બહાર પાડવામાં આવશે.

સ્કોર કાર્ડ આ રીતે કરો ચેક

સ્કોર કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સત્તાવાર વેબસાઇટ, gate.iitkgp.ac.in પર ક્લિક કરો. આ વેબસાઇટની મુલાકાત લીધા પછી હોમ પેજ પર સક્રિય કરવા માટેની લિંક પર ક્લિક કરો. ત્યારબાદ નવા પેજ પર ઉમેદવારોએ તેમનું લોગિન આઈડી અને પાસવર્ડ ભરીને સબમિટ કરવાનો રહેશે. તે પછી પરિણામ સ્ક્રીન પર દેખાશે. તેની પ્રિન્ટ આઉટ લીધા પછી, ઉમેદવારોએ સોફ્ટ કોપી પણ સાચવવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી

GATE કાઉન્સેલિંગ માટે આ દસ્તાવેજોની જરૂર પડશે

GATE 2022ના પરિણામ પછી, હવે ઉમેદવારોએ કાઉન્સિલિંગમાં હાજર રહેવું પડશે. આ સાથે આ પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારો પણ M.Tech કોર્સ માટે અરજી કરી શકે છે. GATE પરીક્ષા પાસ કર્યા પછી, ઉમેદવારોને કાઉન્સેલિંગ માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. ચાલો જાણીએ કે ઉમેદવારો માટે કયા દસ્તાવેજો જરૂરી છે.

કામચલાઉ સીટ ફાળવણી પત્રની સાથે, ઉમેદવારો પાસે GATE સ્કોર કાર્ડ, ફોટો ID પ્રૂફ તેમજ જન્મ પ્રમાણપત્રની નકલ હોવી જરૂરી રહેશે. ઉમેદવારો પાસે પાસપોર્ટ સાઇઝના ત્રણ રંગીન ફોટોગ્રાફ્સ પણ હોવા જરૂરી રહેશે.

સ્કોરકાર્ડની માન્યતા

GATE 2022 પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ તેમનું સ્કોર કાર્ડ મેળવવા માટે હમણાં રાહ જોવી પડશે. ઉમેદવારો 21 માર્ચથી સ્કોરકાર્ડ જોઈ શકશે. કારણ કે આ દિવસે IIT ખડગપુરના વિદ્યાર્થીઓને સ્કોરકાર્ડ આપવામાં આવશે. કૃપા કરીને નોંધો કે GATE સ્કોરકાર્ડની માન્યતા 3 વર્ષ માટે રહેશે.

આ પણ વાંચો: Current Affairs: એર ઈન્ડિયાના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જુઓ વર્તમાન બાબતોના ટોચના પ્રશ્નો અને જવાબો

આ પણ વાંચો: IOCL Recruitment 2022: ઈન્ડિયન ઓઈલમાં ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

g clip-path="url(#clip0_868_265)">