Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vodafone હવે સરકારીકરણ તરફ? જાણો સમગ્ર મામલો

સરકારે થોડા દિવસ પહેલા ટેલિકોમ સેક્ટરને રાહત આપતા ઘણા મહત્વના નિર્ણય લીધા હતા. સરકારે સ્પેક્ટ્રમ ચાર્જિસ અને AGR લેણાંની ચુકવણી માટે 4 વર્ષનો મોરેટોરિયમ આપ્યો હતો.

Vodafone હવે સરકારીકરણ તરફ? જાણો સમગ્ર મામલો
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 11:04 AM

વોડાફોન આઈડિયા લિમિટેડે (Vodafone Idea Limited) કહ્યું કે ભારત સરકાર (Indian Government) કંપનીમાં 36 ટકા હિસ્સો હસ્તગત કરશે. બોર્ડે કંપનીની જવાબદારીને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. એક અહેવાલ મુજબ આ નિર્ણય બાદ વોડાફોન આઈડિયામાં સૌથી મોટી ભાગીદારી સરકારની પાસે હશે. ત્યારબાદ Vodafone Group Plcની ભાગીદારી 28.5 ટકા, આદિત્ય બિરલા ગ્રુપની ભાગીદારી 17.8 ટકા હશે.

સરકારે થોડા દિવસ પહેલા ટેલિકોમ સેક્ટરને રાહત આપતા ઘણા મહત્વના નિર્ણય લીધા હતા. સરકારે સ્પેક્ટ્રમ ચાર્જિસ અને AGR લેણાંની ચુકવણી માટે 4 વર્ષનો મોરેટોરિયમ આપ્યો હતો. જો કે, આ સમયગાળા દરમિયાન વ્યાજની ગણતરી ચાલુ રહેશે. જો કંપની ઈચ્છે છે કે વ્યાજનો હિસ્સો ઈક્વિટીમાં કન્વર્ટ કરી દેવામાં આવે તો સરકારે તેની પણ મંજૂરી આપી હતી. સરકારના આ નિર્ણય હેઠળ વોડાફોન આઈડિયા લિમિટેડના બોર્ડે ડ્યૂને ઈક્વિટીમાં બદલવાનો નિર્ણય કર્યો છે.

વ્યાજની હાલની કિંમત લગભગ 16 હજાર કરોડ રૂપિયા

માનવામાં આવી રહ્યું છે કે વ્યાજની નેટ પ્રેજન્ટ વેલ્યુ લગભગ 16 હજાર કરોડ રૂપિયા હશે. આ અનુમાન કંપની તરફ લગાવવામાં આવ્યું છે. જો કે DoT એટલે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સની મંજૂરી મળવાની બાકી છે. રિપોર્ટસ મુજબ સરકારને 10 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ઈક્વિટી ટ્રાન્સફર કરવામાં આવશે.

10 રૂપિયાની આ વસ્તુ વાસ્તુના બધા દોષ દૂર કરશે,પૈસા આકર્ષિત થશે!
લાલ કે કાળા..ગરમીમાં કયા રંગના માટલાનું પાણી રહે છે વધારે ઠંડુ?
હવે જાણી જ લો કે, દિવસમાં કેટલી છાશ પીવી જોઈએ?
એક એપિસોડ માટે 7 લાખ રૂપિયાનો ચાર્જ લે છે,આ કોમેડિયન
મંદિરના વિવાદો વચ્ચે, ઉર્વશી રૌતેલાએ સુંદર ફોટો શેર કર્યા
સફેદ નહીં પણ કાળું હોય છે આ પ્રાણીનું દૂધ !

SHA હેઠળ સરકાર અને પ્રમોટર કરશે કામ

ઈક્વિટીમાં ટ્રાન્સફર કર્યા બાદ સરકારની પાસે સૌથી વધારે ભાગીદારી હશે. ત્યારે શું આ કંપની સરકારી થઈ જશે અને તેનું કામકાજ કોણ જોશે, તે મોટો સવાલ છે. વોડાફોન આઈડિયા તરફથી કહેવામાં આવ્યું કે સરકાર અને પ્રમોટરની વચ્ચે ગવર્નન્સનું કામ શેર હોલ્ડર એગ્રીમેન્ટ (SHA) હેઠળ કરવામાં આવશે. પ્રમોટરોના અધિકારો માટે શેરહોલ્ડિંગ મર્યાદા 21 ટકાથી ઘટાડીને 13 ટકા કરવામાં આવશે. તેના માટે કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશન (AoA)માં ફેરફાર કરવામાં આવશે.

ટેલીકોમ રાહત પેકેજમાં આ વિકલ્પ આપવામાં આવ્યો હતો

સરકારે ઓક્ટોબર 2021માં ટેલીકોમ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. વોડાફોન આઈડિયાએ 4 વર્ષ માટે સ્પેક્ટ્રમ ચાર્જ અને AGR લેણાં ચૂકવવાનું પસંદ કર્યું નથી. આ 4 વર્ષના મોરેટોરિયમ દરમિયાન ટેલીકોમ કંપનીઓને વ્યાજની ચૂકવણી કરવી પડશે.

ત્યારબાદ DoTએ ટેલીકોમ કંપનીઓને વધુ 90 દિવસનો સમય આપ્યો અને કહ્યું કે જો તે આ વ્યાજને ઈક્વિટીમાં ફેરવવા ઈચ્છે છે તો નિર્ણય લઈ શકે છે. વોડાફોન આઈડિયાએ આ રકમને ઈક્વિટીમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે.

એરટેલે ઈક્વિટીમાં ના ફેરવવાનો કર્યો નિર્ણય

ભારતીય એરટેલે પણ ટેલીકોમ રાહત પેકેજ હેઠળ AGR લેણાં અને સ્પેક્ટ્રમ ચાર્જિસ પર મોરેટોરિયમનો લાભ લીધો છે. જો કે તેને વ્યાજને ઈક્વિટીમાં ના ફેરવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: Bank Strike : બેંક કર્મચારીઓ 23 અને 24 ફેબ્રુઆરીએ ફરી હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ?

આ પણ વાંચો: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું, ગુજરાત સહીત આ 3 રાજ્યમાં સ્થિતિમાં ઝડપી સુધારો

વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
g clip-path="url(#clip0_868_265)">