ચોંકાવનારો રિપોર્ટઃ છેલ્લા 23 વર્ષમાં હિંદુ કુશ હિમાલયન પ્રદેશમાં નવેમ્બરથી લઈને માર્ચ સુધીમાં થઈ ઓછી બરફવર્ષા
હિંદુ કુશ હિમાલયન પ્રદેશમાં (HKH) નવેમ્બરથી લઈને માર્ચ મહિનાની વચ્ચે જમીન પર બરફની માત્રા છેલ્લા 23 વર્ષમાં સૌથી ઓછી (23.6%) નોંધાઈ હતી. ICIMODના રિપોર્ટમાં એવો પણ ચોકાવનારો ખુલાસો થયો છે કે, ઘણી જગ્યાએ જ્યાં હિમવર્ષા જોવા મળી હતી, ત્યાં છેલ્લા 3 વર્ષથી કોઈ જ હિમવર્ષા થઈ નથી. જ્યાં હિમવર્ષા થઈ રહી છે, તે પણ સરેરાશ કરતાં ઓછી છે. આ જ કારણ છે કે જમીન પર પડતો બરફ ઝડપથી પીગળી રહ્યો છે.

એક તરફ સમગ્ર વિશ્વમાં તાપમાનનો પારો ઝડપથી વધી રહ્યો છે તો બીજી તરફ બરફનું પ્રમાણ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે. આની અસર માણસો ઉપર જોવા મળશે. સોમવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે હિંદુ કુશ પર્વતો (HKH) ક્ષેત્રમાં આ વર્ષે બરફનું આવરણ – અથવા સામાન્ય રીતે નવેમ્બર થી લઈને માર્ચ મહિના સુધીમાં જમીન પર જામેલો રહેતો બરફ – સામાન્ય કરતાં 23.6 ટકા ઓછો નોંધાયો હતો, જે છેલ્લા 23 વર્ષમાં સૌથી ઓછો હોવાનું ચોકાવનારુ તારણ સામે આવ્યું છે.
આ અહેવાલ સામે આવ્યા બાદ, આગામી સમયમાં પાણીની ગંભીર સમસ્યા પણ જોવા મળી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સહિત ઘણા દેશો માટે આ ખરાબ સમાચાર છે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD) એ તેના 2025 HKH અપડેટ રિપોર્ટમાં જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં બરફના આવરણમાં ઘટાડો થવા સાથે આ પ્રદેશમાં સામાન્ય મોસમી બરફના આવરણથી નીચે બરફ રહ્યો હોય તેવું આ સતત ત્રીજું વર્ષ છે.
ઓછી હિમવર્ષા કારણ
રિપોર્ટમાં એવો પણ ચોકાવનારો ખુલાસો થયો છે કે, ઘણી જગ્યાએ જ્યાં હિમવર્ષા જોવા મળી હતી, ત્યાં છેલ્લા 3 વર્ષથી કોઈ જ હિમવર્ષા થઈ નથી. જ્યાં હિમવર્ષા થઈ રહી છે, તે પણ સરેરાશ કરતાં ઓછી છે. આ જ કારણ છે કે જમીન પર પડતો બરફ ઝડપથી પીગળી રહ્યો છે. ઓછી હિમવર્ષાની અસર નદીઓ પર સ્પષ્ટપણે જોવા મળશે. જો નદીઓમાં પાણી ઓછું રહેશે તો આવનારા દિવસોમાં લોકોને જળસંકટનો ભારે સામનો કરવો પડી શકે છે તે સ્પષ્ટ છે.
બે અબજ લોકોને અસર થશે
ભલે ગ્લેશિયર્સમાં પાણીનો પુરવઠો ઓછો હોય, પરંતુ બરફ અને વૃક્ષો વચ્ચે ઉગતું ઘાસ હિંદુ કુશ હિમાલય પ્રદેશમાં પૂરમાં વધારો કરી શકે છે. સમગ્ર હિંદુકુશ પર્વતમાળામાં બરફના સ્તરમાં ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે. પાડોશી દેશોમાં લગભગ બે અબજ લોકોનો પાણી પુરવઠો પ્રભાવિત થઈ શકે છે.
કાળજી નહીં રાખીએ તો સમસ્યાઓ વધશે – પેમા ગમતશો
ICIMOD ના ડાયરેક્ટર જનરલ પેમા ગ્યામશોએ જણાવ્યું હતું કે, માનવ પ્રવૃત્તિઓમાંથી કાર્બન ઉત્સર્જન બરફના આ નુકશાન માટે મુખ્ય કારણ તરીકે ઉભરી રહ્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આપણે આજે કાળજી નહીં રાખીએ તો ભવિષ્યમાં પીવાના પાણી, ખેતી અને વીજળીની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
આ પ્રાદેશિક બરફ કટોકટી અને લાંબા ગાળાના ખોરાક, પાણી અને ઉર્જા સ્થિતિસ્થાપકતા માટે તે જે પડકારો ઉભા કરે છે તેને સંબોધવા માટે, અમારે તાકીદે વિજ્ઞાન-આધારિત, આગળ દેખાતી નીતિઓ તરફ દૃષ્ટાંતરૂપ પરિવર્તન અપનાવવાની જરૂર છે અને ટ્રાન્સબાઉન્ડ્રી વોટર મેનેજમેન્ટ અને ઉત્સર્જન ઘટાડવા માટે પ્રાદેશિક સહકારને પ્રોત્સાહન આપવાની જરૂર છે.
આ નદીઓમાં બરફનું સ્તર ઘટી ગયું
ભારતમાં, ગંગા અને બ્રહ્મપુત્રા નદી પ્રણાલીઓમાં બરફના આવરણમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગંગાના તટપ્રદેશમાં બે દાયકામાં સૌથી ઓછો બરફ પડયો છે, જે સામાન્ય કરતા 24.1 ટકા ઓછો છે. આનો અર્થ એ છે કે ઉનાળાની શરૂઆતમાં ઓછો બરફ ઓગળશે. આ સમય દરમિયાન, ખેતી અને પીવાના પાણીની માંગ વધુ હોય છે. જ્યારે, બ્રહ્મપુત્રા બેસિનમાં બરફનું સ્તર સામાન્ય કરતાં 27.9 ટકા ઓછું હતું, જે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર ઉત્પાદન અને કૃષિ પર ખરાબ અસર કરી શકે છે.
દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.