LIC Stock Fall : અદાણી ગ્રુપમાં મોટું રોકાણ સરકારી કંપનીને રાતા પાણીએ રડાવી રહ્યું છે,8 દિવસમાં 65400 કરોડ રૂપિયા ધોવાયા
LIC Stock Fall : હવે તમારા મનમાં એક પ્રશ્ન આવ્યો જ હશે કે આ રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો થયો છે પરંતુ LICના શેરમાં ઘટાડાનું કારણ શું છે? અદાણી ગ્રુપની કંપનીઓમાં LICનો હિસ્સો છે. હાલમાં, અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસમાં LIC 4.23 ટકા હિસ્સો ધરાવે છે. વીમા કંપની અદાણી પોર્ટ્સમાં 9.14 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકા હિસ્સો ધરાવે છે.
ભારતીય જીવન વીમા નિગમ –LICના શેરમાં પણ ગુરુવારે ઘટાડો જોવા મળ્યો છે. હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી પર થયેલ ટિપ્પણી બાદ સરકારી વીમા કંપનીના શેર સતત ઘટી રહ્યા છે. LICના માર્કેટ કેપમાં લગભગ 65,400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બુધવાર સુધીમાં કંપનીનું માર્કેટ વેલ્યુએશન રૂ. 4,44,141 કરોડથી ઘટીને રૂ. 3,78,740 થયું છે. કંપનીના શેરમાં પાંચ દિવસમાં 14.73 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સરકારી વીમા કંપનીનું કહેવું છે કે તેણે શોર્ટ સેલિંગ ફર્મના રિપોર્ટ પર અદાણી ગ્રુપના મેનેજમેન્ટ પાસેથી સ્પષ્ટતા માંગી છે. બીજી તરફ સરકારી વીમા કંપનીએ એક નિવેદન જારી કરીને એ પણ કહ્યું કે ગ્રુપ કંપનીઓમાં રોકાણ પર તેનો નફો ઘણો સારો રહ્યો છે.
અદાણી સાથે LICનું શું જોડાણ છે?
કંપનીનો શેર આજે બપોરે 2.22 વાગે 0.66ટકા ઘટીને રૂ.594.50 પર હતો. હવે એ સમજવું પડશે કે LICના શેર ઘટવા પાછળનું કારણ શું છે? એનો જવાબ એ છે કે સરકારી વીમા કંપનીના શેરમાં ઘટાડાને સીધો સંબંધ અદાણી ગ્રૂપ પરના હિંડનબર્ગ રિપોર્ટ સાથે છે. યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હિંડનબર્ગના અહેવાલમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અદાણી જૂથે છેલ્લા કેટલાક દાયકાઓમાં શેરબજારમાં હેરાફેરી અને એકાઉન્ટિંગ સંબંધિત છેતરપિંડી કરી છે. જોકે, અદાણી ગ્રુપે આ દાવાને ખોટો અને પાયાવિહોણો ગણાવ્યો હતો.
અદાણી ગ્રુપની કંપનીઓમાં LICનો કેટલો હિસ્સો છે?
હવે તમારા મનમાં એક પ્રશ્ન આવ્યો જ હશે કે આ રિપોર્ટને કારણે અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો થયો છે પરંતુ LICના શેરમાં ઘટાડાનું કારણ શું છે? અદાણી ગ્રુપની કંપનીઓમાં LICનો હિસ્સો છે. હાલમાં, અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસમાં LIC 4.23 ટકા હિસ્સો ધરાવે છે. વીમા કંપની અદાણી પોર્ટ્સમાં 9.14 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 5.96 ટકા હિસ્સો ધરાવે છે. અનુભવી વીમા કંપની પણ તાજેતરમાં અદાણીના શેર વેચાણમાં મુખ્ય રોકાણકાર હતી.
સરકારી વીમા કંપનીનું કહેવું છે કે તેણે શોર્ટ સેલિંગ ફર્મના રિપોર્ટ પર અદાણી ગ્રુપના મેનેજમેન્ટ પાસેથી સ્પષ્ટતા માંગી છે. બીજી તરફ સરકારી વીમા કંપનીએ એક નિવેદન જારી કરીને એ પણ કહ્યું કે ગ્રુપ કંપનીઓમાં રોકાણ પર તેનો નફો ઘણો સારો રહ્યો છે. તેમના મતે, કંપનીના સ્ટોક અને બોન્ડના રોકાણે લગભગ 100 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે, એલઆઈસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અદાણી ગ્રુપનું શેર અને બોન્ડ્સમાં ખૂબ ઓછું રોકાણ છે. ઉલ્લેખનીય છે કે કેમ્પના શેરમાં સતત ઘટના સાથે અદાણીએ એની કંપનીનો FPO પણ સ્થગિત કરી દીધો છે.