AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HDFC સતત ઘટાડાને કારણે TOP -10 મૂલ્યવાન કંપનીઓની યાદીમાંથી બહાર થઈ, જાણો વિગતવાર

માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ HDFC લિમિટેડ હવે શેરબજારમાં ટોપ-10 કંપનીઓમાં નથી. તે 11માં નંબરે સરકી ગયો છે. તેનું માર્કેટ કેપ ઘટીને રૂ. 3.92 લાખ કરોડ થયું છે.

HDFC સતત ઘટાડાને કારણે  TOP -10 મૂલ્યવાન કંપનીઓની યાદીમાંથી બહાર થઈ, જાણો વિગતવાર
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 8:01 AM
Share

જ્યારથી દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડે HDFC બેન્ક સાથે મર્જર(HDFC  Limited and HDFC  Bank Merger)ની જાહેરાત કરી છે ત્યારથી તેના શેર સતત ઘટી રહ્યા છે. આ કારણે તે હવે શેરબજારની TOP -10 મૂલ્યવાન કંપનીઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. HDFC લિમિટેડના શેરની કિંમત 4 એપ્રિલ, 2022 થી લગભગ 19 ટકા ઘટી છે. આ કારણે આ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના માર્કેટ કેપમાં રૂ. 90,000 કરોડનો ઘટાડો થયો છે. એચડીએફસી બેંક સાથે એચડીએફસીના વિલીનીકરણની જાહેરાત તે જ દિવસે કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં તેના શેરમાં 12.24 ટકાનો ઘટાડો નોંધાયો છે.

11માં નંબરે સરકી ગયો સ્ટોક

માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ HDFC લિમિટેડ હવે શેરબજારમાં ટોપ-10 કંપનીઓમાં નથી. તે 11માં નંબરે સરકી ગયો છે. તેનું માર્કેટ કેપ ઘટીને રૂ. 3.92 લાખ કરોડ થયું છે. ટોપ-10 કંપનીઓની યાદીમાં હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી ગ્રીન એનર્જી, SBI, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સ લિમિટેડનો સમાવેશ થાય છે. HDFC લિમિટેડ યાદીમાંથી બહાર થયા બાદ બજાજ ફાઇનાન્સે આમાં નવી એન્ટ્રી કરી છે.

HDFC લિમિટેડના શેરમાં પણ મંગળવારે ઘટાડો નોંધાયો હતો. બપોરના ટ્રેડિંગ સુધીમાં, તેમાં 4.52 ટકાની નબળાઈ નોંધાઈ છે. NSE પર બપોરે 1.30 વાગ્યાની આસપાસ તેના શેરની કિંમત ઘટીને રૂ. 2,161.25 થઈ ગઈ હતી. તેવી જ રીતે એચડીએફસી બેંકના શેરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. HDFC બેંકના રોકાણકારોને અત્યાર સુધીમાં 1.67 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એટલે કે તેના માર્કેટ કેપમાં રૂ. 1.67 કરોડનો ઘટાડો થયો છે.

4 એપ્રિલે HDFC નું HDFC બેંકમાં મર્જર કરવાની જાહેરાત કરાયા હતી

દેશની અગ્રણી હોમ લોન ધિરાણકર્તા HDFCનું HDFC BANK સાથે મર્જર કરવામાં (HDFC merger with HDFC Bank) આવી રહ્યું છે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન (HDFC) ના બોર્ડે તેની મંજૂરી આપી દીધી છે. મર્જર હેઠળ HDFC Bankના 42 શેરને બદલે HDFCના 25 શેર ઉપલબ્ધ થશે. આ મર્જર પછી HDFC બેંકનો હાઉસિંગ લોન પોર્ટફોલિયો ઘણો મજબૂત બનશે. આ ઉપરાંત તેને એચડીએફસીના ગ્રાહકોનો પણ લાભ મળશે. આ મર્જર બાદ HDFC બેંકમાં HDFCનો હિસ્સો 41 ટકા થઈ જશે. હાલમાં આ મર્જરને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિત અન્ય રેગ્યુલેટર્સ દ્વારા મંજૂરી મેળવવી પડશે.

આ પણ વાંચો : Mukesh Ambani Birthday : મુકેશ અંબાણીનો આજે જન્મદિવસ, જાણો તેમની જીવનશૈલી, પરિવાર અને સફળતાની યશગાથા વિશે

આ પણ વાંચો :  TATA STEEL માં રોકાણકારોને મળશે રોકાણની નવી તક, આવતા મહિને શેર વિભાજન પર અંતિમ મહોર લાગશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
સારું એવું ભંડોળ કમાઈ શકો છો, પૈસા ખર્ચવાના મૂડમાં હશો
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોર
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
અમદાવાદમાં રખડતા શ્વાન અંગે AMC સજ્જ, સુપ્રીમ કોર્ટના આદેશ પર એક્શન
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં ભૂવાએ ધાર્મિક વિધિના નામે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">