Stock Market : રેકોર્ડ વધારા સાથે ખુલ્યુ શેરબજાર, સેન્સેક્સે 82 હજાર પારની સ્થિતિ આજે પણ જાળવી

30 ઓગસ્ટના રોજ ભારતીય બજારે જોરદાર શરૂઆત કરી છે. વૈશ્વિક બજારના મજબૂત સંકેતો વચ્ચે સ્થાનિક બજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા સેન્સેક્સ પહેલીવાર 82 હજારની ઉપર અને નિફ્ટી 25150ની ઉપર બંધ થયો હતો. તેની રેકોર્ડ ગતિ આજે પણ ચાલુ છે.

Stock Market : રેકોર્ડ વધારા સાથે ખુલ્યુ શેરબજાર, સેન્સેક્સે 82 હજાર પારની સ્થિતિ આજે પણ જાળવી
Follow Us:
| Updated on: Aug 30, 2024 | 9:47 AM

30 ઓગસ્ટના રોજ ભારતીય બજારે જોરદાર શરૂઆત કરી છે. વૈશ્વિક બજારના મજબૂત સંકેતો વચ્ચે સ્થાનિક બજારમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા સેન્સેક્સ પહેલીવાર 82 હજારની ઉપર અને નિફ્ટી 25150ની ઉપર બંધ થયો હતો. તેની રેકોર્ડ ગતિ આજે પણ ચાલુ છે.

સેન્સેક્સે 82 હજાર પારની સ્થિતિ આજે પણ જાળવી

IT સિવાય નિફ્ટીના તમામ સેક્ટરના સૂચકાંકો લીલા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એકંદરે, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 1.75 લાખ કરોડનો વધારો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.75 લાખ કરોડનો વધારો થયો છે.

ગઇકાલે સેન્સેક્સ 82,134.61 પર અને નિફ્ટી 25,151.95 પર બંધ થયો હતો

હવે ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકોની વાત કરીએ તો, BSE સેન્સેક્સ હાલમાં 322.17 પોઇન્ટ અથવા 0.74 ટકાના વધારા સાથે 82,456.78 પાર છે અને નિફ્ટી 50 90.20 પોઇન્ટ અથવા 0.39 ટકાના વધારા સાથે 25,242.15 પર છે. એક ટ્રેડિંગ દિવસ પહેલા સેન્સેક્સ 82,134.61 પર અને નિફ્ટી 25,151.95 પર બંધ થયો હતો.

ઘરે જલેબી બનાવવા આ સરળ ટીપ્સનો કરો ઉપયોગ
રોજ સવારે ખાલી પેટે એક ચમચી દેશી ઘી ખાવાથી જાણો શું થાય છે?
Skin Care : ક્યાં વિટામીનની ઉણપને કારણે દાદર થાય છે? જાણો એક્સપર્ટ પાસેથી
આજનું રાશિફળ તારીખ 14-09-2024
આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે

રોકાણકારોની મૂડીમાં થયો વધારો

એક ટ્રેડિંગ દિવસ અગાઉ એટલે કે 29 ઓગસ્ટ, 2024ના રોજ, BSE પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ રૂ. 4,62,56,079.12 કરોડ હતી. આજે એટલે કે 30 ઓગસ્ટ, 2024ના રોજ બજાર ખુલતાની સાથે જ તે 4,64,31,348.69 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. એટલે કે રોકાણકારોની મૂડીમાં રૂ. 1,75,269.57 કરોડનો વધારો થયો છે.

જાણો કયા શેર્સમાં જોવા મળ્યો સૌથી વધુ ઘટાડો

સેન્સેક્સના 25 શેર ગ્રીન ઝોનમાં છે સેન્સેક્સ પર 30 શેર લિસ્ટેડ છે, જેમાંથી 25 ગ્રીન ઝોનમાં છે. બજાજ ફાઇનાન્સ, એલએન્ડટી અને બજાજ ફિનસર્વમાં સૌથી વધુ વધારો થયો છે. બીજી તરફ ટાટા મોટર્સ, ટીસીએસ અને ટેક મહિન્દ્રામાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">