આ કંપનીનો IPO ગુરૂવારે ખૂલ્યો અને બે દિવસમાં ગ્રે માર્કેટમાં 128 ટકા પ્રીમિયમ, લિસ્ટિંગ સાથે જ રોકાણકારોને મળશે જબરદસ્ત નફો
ટ્રાઇડેન્ટ ટેકલેબ્સના શેર ગ્રે માર્કેટમાં મોટા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ શેર શનિવારે ગ્રે માર્કેટમાં 45 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. તે મૂજબ ગણતરી કરીએ તો શેર 128.57% ના પ્રીમિયમ સાથે 80 રૂપિયા પર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.
ટ્રાઈડેન્ટ ટેકલેબ્સના IPO માં સબ્સ્ક્રિપ્શન્સ ગુરૂવારના રોજ શરૂ થયુ છે અને તેના શેર ગ્રે માર્કેટમાં મોટો નફો દર્શાવી રહ્યા છે. કંપનીનો IPO 21 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો. રોકાણકારો આ IPOમાં 26 ડિસેમ્બર સુધી બિડ કરી શકે છે. ટ્રાઈડેન્ટ ટેકલેબ્સના IPOમાં પ્રાઈસ બેન્ડ શેર દીઠ 33-35 નક્કી કરવામાં આવ્યો છે. કંપનીનો આ IPO 16.03 કરોડ રૂપિયાનો છે.
80 રૂપિયા પર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે
જો આપણે ગ્રે માર્કેટ પ્રીમિયમ મૂજબ જોઈએ તો રોકાણકારો આ IPOમાં બમ્પર લિસ્ટિંગ લાભ મેળવી શકે છે. ટ્રાઇડેન્ટ ટેકલેબ્સના શેર ગ્રે માર્કેટમાં મોટા પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ શેર શનિવારે ગ્રે માર્કેટમાં 45 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. તે મૂજબ ગણતરી કરીએ તો શેર 128.57% ના પ્રીમિયમ સાથે 80 રૂપિયા પર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.
IPO 26 ડિસેમ્બર સુધી ભરી શકાશે
રોકાણકારો ઈચ્છે તો ટ્રાઈડેન્ટ ટેકલેબ્સના આઈપીઓમાં રોકાણ કરી શકે છે. આ IPO 26 ડિસેમ્બર સુધી ભરી શકાય છે. રિટેલ ઈન્વેસ્ટર્સ આ IPOમાં 1 લોટ માટે બિડ કરી શકે છે. 1 લોટમાં કુલ 4000 શેર છે. આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરવા માટે રોકાણકારોએ ઓછામાં ઓછા 1,40,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
આ પણ વાંચો : તમે IPO ભરો છો અને શેર નથી લાગતા? હવે આઈપીઓ ભરતી વખતે આ રીત અજમાવજો
કંપની કરે છે આ કામગીરી
IPOમાં શેરનું એલોટમેન્ટ 27 ડિસેમ્બરના રોજ થશે. આ શેર 29 ડિસેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. આ શેર્સ NSE SME એક્સચેન્જમાં લિસ્ટેડ થશે. કંપની એરોસ્પેસ, ડિફેન્સ, ઓટોમોટિવ, ટેલિકોમ્યુનિકેશન્સ, સેમિકન્ડક્ટર અને પાવર ડિસ્ટ્રિબ્યુશન ઉદ્યોગોને ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સ આપે છે.
નોંધ: અહીં આપેલ જાણકારી બજારના વલણો પર આધારિત છે. TV9 જૂથને તેની સાથે કોઈ લેવાદેવા નથી. તમારે શેરબજારમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ.