Dividend: ભારતની સૌથી મોટી બાઈક કંપની એક શેર પર આપશે 2000 ટકા ડિવિડન્ડ, 2003થી સતત આપે છે ડિવિડન્ડ
કંપનીના જણાવ્યા અનુસાર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રોકાણકારોને 2 રૂપિયાની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ 2000%ના ડિવિડન્ડની ભલામણ કરી છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18 ટકા વધીને 1016 કરોડ રૂપિયા થયો છે. ડિવિડન્ડની મંજૂરી પછી, ડિવિડન્ડની રકમ 30 દિવસની અંદર શેરધારકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
ટુ-વ્હીલર ઉત્પાદક હીરો મોટર કોર્પ એ બુધવારે (8 મે, 2024) ના રોજ તેના ચોથા ત્રિમાસિક નાણાકીય વર્ષ 2024ના પરિણામો જાહેર કર્યા છે. આ સાથે કંપનીએ શેરધારકોને બમ્પર ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે. કંપનીએ રોકાણકારોને 2000 ટકા ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં આ અંગેની માહિતી શેર કરી છે.
કેટલું ડિવિડન્ડ આપશે કંપની?
કંપનીના જણાવ્યા અનુસાર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રોકાણકારોને 2 રૂપિયાની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂપિયા 40 (2000 ટકા)ના ડિવિડન્ડની ભલામણ કરી છે. તેની મંજૂરી માટેની દરખાસ્ત એજીએમની 41મી બેઠકમાં આવશે. ડિવિડન્ડની મંજૂરી પછી, ડિવિડન્ડની રકમ 30 દિવસની અંદર શેરધારકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
કંપની ક્યારથી ડિવિડન્ડ આપી રહી છે ?
કંપની 2003થી સતત ડિવિડન્ડ ચૂકવી રહી છે. 2024 પહેલા બે વાર 75 રૂપિયા અને 25 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું 2023માં બે વાર શેર દીઠ 65 અને 35 રૂપિયા ડિવિડન્ડ આપ્યું છે. 2022માં બે વાર 60 અને 35 રૂપિયા ડિવિડન્ડ આપ્યું છે. 2021માં ચાર વખત શેર દીઠ 5, 65, 10 અને 25 રૂપિયા ડિવિડન્ડ આપ્યું છે. 2020માં બે વાર ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું, જેમાં પ્રતિ શેર 65 અને 25 રૂપિયા ડિવિડન્ડ આપ્યું છે.
Hero MotoCorp Q4 પરિણામો
નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરમાં હીરો મોટોકોર્પનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18 ટકા વધીને 1016 કરોડ રૂપિયા થયો છે. તે જ સમયે, આવક 15 ટકા વધીને 9519 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીએ ચોથા ક્વાર્ટરમાં બાઇકના રેકોર્ડ 13.92 લાખ યુનિટ્સનું વેચાણ કર્યું છે જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 12.70 લાખ યુનિટનું વેચાણ થયું હતું.
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
આ પણ વાંચો: આ બેંક શેર દીઠ 16.10 રૂપિયાનું આપશે ડિવિડન્ડ, ચોથા ક્વાર્ટરમાં થયો જોરદાર નફો, જાણો તે બેંક વિશે