આ બેંક શેર દીઠ 16.10 રૂપિયાનું આપશે ડિવિડન્ડ, ચોથા ક્વાર્ટરમાં થયો જોરદાર નફો, જાણો તે બેંક વિશે
બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેરધારકોને નાણાકીય વર્ષ 2023-24 માટે 10 રૂપિયાના ફેસ વેલ્યુના પ્રત્યેક શેર પર 16.10 રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે. બેંકે બુધવારે શેરબજારને માહિતી આપી હતી કે સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને 34,025 કરોડ રૂપિયા થઈ છે
ગયા નાણાકીય વર્ષ (2023-24)ના ચોથા ક્વાર્ટરમાં જાહેર ક્ષેત્રની કેનેરા બેંકનો ચોખ્ખો નફો 18 ટકા વધીને 3,757 કરોડ રૂપિયા થયો છે. બેંગલુરુ સ્થિત આ બેંકે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં 3,175 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.
ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 28,685 કરોડ રૂપિયા હતી
કેનેરા બેંકે બુધવારે શેરબજારને માહિતી આપી હતી કે સમીક્ષા હેઠળના ક્વાર્ટરમાં તેની કુલ આવક વધીને 34,025 કરોડ રૂપિયા થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 28,685 કરોડ રૂપિયા હતી. વ્યાજની આવક ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 23,910 કરોડ રૂપિયાથી વધીને 28,807 કરોડ રૂપિયા થઈ છે.
16.10 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની ભલામણ
મળતી માહિતી મુજબ, બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેરધારકોને નાણાકીય વર્ષ 2023-24 માટે 10 રૂપિયાની ફેસ વેલ્યુના દરેક શેર પર 16.10 રૂપિયા (એટલે કે 161 ટકા)ના ડિવિડન્ડની ભલામણ કરી છે.
આ માટે આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં મંજૂરી જરૂરી છે. સંપત્તિની ગુણવત્તાના સંદર્ભમાં, 31 માર્ચ, 2024 સુધીમાં બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs) કુલ એડવાન્સિસના 4.23 ટકા હતી.
નેટ એનપીએમાં પણ ઘટાડો થયો
માર્ચ 2023ના અંત સુધીમાં બેંકની ગ્રોસ એનપીએ 5.35 ટકા હતી. તેવી જ રીતે, નેટ એનપીએ પણ 2024ના અંત સુધીમાં ઘટીને 1.27 ટકા થઈ ગઈ છે. એક વર્ષ પહેલા બેંકની નેટ એનપીએ 1.73 ટકા હતી.
બેન્કનો શેર 3.41 ટકા વધીને 557.20 રૂપિયા થયો હતો
બેંકના ગ્રોસ એનપીએમાં વાર્ષિક ધોરણે 112 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે અને જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં નેટ એનપીએમાં વાર્ષિક ધોરણે 46 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. BSE સેન્સેક્સમાં 0.06 ટકાના ઘટાડાની સરખામણીમાં કેનેરા બેન્કનો શેર 3.41 ટકા વધીને 557.20 રૂપિયા થયો હતો.
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
આ પણ વાંચો: 20 વર્ષમાં સૌથી મોટો ઘટાડો, નબળા પરિણામો બાદ આ IT સ્ટોક જોરદાર તૂટ્યો