AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્યુચર-રિલાયન્સની ડીલ અટકી, ફ્યુચર રિટેલના સિક્યોર્ડ ક્રેડિટર્સે રિલાયન્સ સાથેની ડીલ નકારી

આ દરખાસ્તને ઓછામાં ઓછા 75 ટકા સિક્યોર્ડ ક્રેડિટર્સને (secured creditors) જરૂરી ટેકો મળ્યો નથી. સિક્યોર્ડ ક્રેડિટર્સને ઉધાર લેનાર કંપની તરફથી કોલેટરલ આપવામાં આવે છે અને કોઈપણ લેણાંની ચુકવણી સમયે તેઓ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ કરતાં અગ્રતા ધરાવે છે.

ફ્યુચર-રિલાયન્સની ડીલ અટકી, ફ્યુચર રિટેલના સિક્યોર્ડ ક્રેડિટર્સે રિલાયન્સ સાથેની ડીલ નકારી
Secured creditors negate the deal (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 6:20 AM
Share

ફ્યુચર ગ્રૂપ (Future Group) ની કંપની ફ્યુચર રિટેલ લિમિટેડ (FRL) ના સિક્યોર્ડ ક્રેડિટર્સે રિલાયન્સ રિટેલના (Reliance Retail) હાથમાં કંપનીના અધિગ્રહણ સંબંધિત 24,713 કરોડ રૂપિયાના સોદાને બહુમતીથી નકારી કાઢવામાં આવ્યો છે. FRLએ શુક્રવારે શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, તેને સુરક્ષિત લોન આપનારા ધિરાણકર્તાઓ 69.29 ટકાની બહુમતી સાથે રિલાયન્સ રિટેલ સાથેના કરાર સાથે અસંમત છે. આ કરારની મંજૂરી માટે આગળ મૂકવામાં આવેલી દરખાસ્તને માત્ર 30.71 ટકા લેણદારોની મંજૂરી મળી હતી. જો કે, FRL અને રિલાયન્સ રિટેલ વચ્ચેના અગાઉના સોદાને 75 ટકાથી વધુ શેરધારકો અને અસુરક્ષિત લેણદારોનો ટેકો મળી ચૂક્યો છે. કંપનીના 85.94 ટકા શેરધારકોએ દરખાસ્તની તરફેણમાં મત આપ્યો છે જ્યારે અનસિક્યોર્ડ ક્રેડિટર્સમાંથી 78.22નો ટેકો તેને મળ્યો છે.

સિક્યોર્ડ ક્રેડિટર્સના મામલે ન મળ્યો જરૂરી આંકડો

સિક્યોર્ડ ક્રેડિટર્સ સામાન્ય રીતે લોન સંબંધિત બાબતોમાં નાણાંની ચુકવણીમાં અનસિક્યોર્ડ ક્રેડિટર્સ કરતાં અગ્રતા મેળવે છે. દરખાસ્તને ઓછામાં ઓછા 75 ટકા સિક્યોર્ડ ક્રેડિટર્સનો જરૂરી ટેકો મળ્યો નથી. સિક્યોર્ડ ક્રેડિટર્સને ઉધાર લેનાર કંપની તરફથી કોલેટરલ આપવામાં આવે છે અને કોઈપણ લેણાંની ચુકવણી સમયે તેમને અનસિક્યોર્ડ ક્રેડિટર્સ કરતાં અગ્રતા આપવામાં આવે છે.

કિશોર બિયાનીની આગેવાની હેઠળની અન્ય એક જૂથ કંપની ફ્યુચર લાઇફસ્ટાઇલ ફેશન લિમિટેડે જણાવ્યું હતું કે તેના 82.75 ટકા સિક્યોર્ડ ક્રેડિટર્સે પણ આ સોદાની વિરુદ્ધમાં મત આપ્યો છે. જો કે, મોટાભાગના શેરધારકો અને અનસિક્યોર્ડ ક્રેડિટર્સ ડીલના સમર્થનમાં છે.

ફ્યુચર ગ્રૂપની કેટલીક કંપનીઓએ આ અઠવાડિયે તેમના શેરધારકો, સુરક્ષિત અને અસુરક્ષિત ધિરાણકર્તાઓની બેઠક બોલાવી હતી, જેમાં રિલાયન્સ રિટેલ સાથે મર્જર ડીલને સીલ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ઓગસ્ટ 2020 માં સોદાની જાહેરાત કરતા, ફ્યુચર ગ્રૂપે જણાવ્યું હતું કે રિટેલ, જથ્થાબંધ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ ક્ષેત્રમાં કાર્યરત તેની 19 કંપનીઓ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડને વેચવામાં આવશે. અમેરિકન ઈ-કોમર્સ કંપની એમેઝોન આ ડીલનો સતત વિરોધ કરી રહી છે. તે કહે છે કે આ સોદો ફ્યુચરના તેની સાથે વર્ષ 2019માં થયેલા 1,500 કરોડ રૂપિયાના રોકાણ કરારનું ઉલ્લંઘન છે.

આ નિર્ણયની શું અસર થશે

ફ્યુચર રિટેલને ધિરાણકર્તાઓમાં યુનિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, SBI, એક્સિસ બેંક અને IDBIનો સમાવેશ થાય છે. ગ્રુપ પર કુલ 30,000 કરોડ રૂપિયાનું દેવું છે. ડીલ અટકાવવાનો અર્થ એ છે કે ફ્યુચર ગ્રુપ માટે પોતાને નાદારીથી બચાવવું અત્યંત મુશ્કેલ બનશે. ફેબ્રુઆરીમાં જ રિલાયન્સ ગ્રુપ ફ્યુચર ગ્રૂપના 800થી વધુ સ્ટોર્સ પર કબજો જમાવ્યો હતો.

આ પણ વાંચો :  LIC IPO: 2 મે એ આવી શકે છે LIC IPO, કદ ઘટાડાની છે સંભાવના

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">