ફ્યુચર રિટેલના શેરધારકોની આજે મહત્વની બેઠક, 45% દેવું રિલાયન્સને ટ્રાન્સફર કરવાની દરખાસ્ત

ફ્યુચર રિટેલના શેરધારકોની આજે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં રિલાયન્સ સાથે 24713 કરોડની ડીલ પર વિચાર કરવામાં આવશે. નવીનતમ માહિતી અનુસાર, ફ્યુચર ગ્રૂપ તેના 45 ટકા દેવું રિલાયન્સને ટ્રાન્સફર કરવા માંગે છે.

ફ્યુચર રિટેલના શેરધારકોની આજે મહત્વની બેઠક, 45% દેવું રિલાયન્સને ટ્રાન્સફર કરવાની દરખાસ્ત
Future Group, (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 12:21 PM

આજે, ફ્યુચર રિટેલ (Future retail)ના શેરધારકોની મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આજની બેઠકમાં રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ (Reliance Future Group deal) વચ્ચે 24713 કરોડની ડીલ અંગે નિર્ણય લેવામાં આવનાર છે. લેણદારોની બેઠક 21 એપ્રિલે યોજાવાની છે. એમેઝોને આ બેઠકનો વિરોધ કર્યો છે. જો કે, ફ્યુચર રિટેલ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શેરધારકોની બેઠક NCLTની સૂચનાઓ પર આયોજિત કરવામાં આવી રહી છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, ફ્યુચર ગ્રૂપ ઈચ્છે છે કે તેના દેવાના 45 ટકા રિલાયન્સને ટ્રાન્સફર કરવામાં આવે. ફ્યુચર ગ્રુપની 19 કંપનીઓ પર કુલ 28921 કરોડનું દેવું છે. આ લોનની રકમ 31 જાન્યુઆરી 2022 સુધી છે. ફ્યુચર ગ્રુપે રિલાયન્સને રૂ. 12612 કરોડની લોન ટ્રાન્સફર કરવાની દરખાસ્ત કરી છે.

ફ્યુચર ગ્રૂપના આ પ્રસ્તાવ પર ધિરાણકર્તાઓ એટલે કે બેન્કો મૂંઝવણમાં છે, કારણ કે બેન્કો એ જાણી શકી નથી કે આ પ્રસ્તાવ રિલાયન્સનો છે કે ફ્યુચર ગ્રૂપે પોતે જ આ પ્રસ્તાવ મૂક્યો છે. આ બાબત સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે રિલાયન્સ રિટેલ ઓગસ્ટ 2020ની શરતો પર ફ્યુચર ગ્રુપને હસ્તગત કરવા માંગે છે. આવી સ્થિતિમાં બેંકોમાં લોનને લઈને શંકાનો માહોલ છે.

12612 કરોડની લોન રિલાયન્સને ટ્રાન્સફર કરવામાં આવશે

ફ્યુચર ગ્રુપ પર કુલ 28921 કરોડનું દેવું છે. તેમાંથી તે 12612 કરોડની લોન રિલાયન્સને ટ્રાન્સફર કરવા માંગે છે. તે બાકીના 16309 કરોડ અલગ-અલગ હપ્તામાં ચૂકવવા માંગે છે. આ લોનમાં તે રિલાયન્સ દ્વારા વેચવામાં આવેલી સંપત્તિમાંથી 5653 કરોડ ચૂકવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

લોન ચુકવણી દરખાસ્ત

રિપોર્ટ અનુસાર, ફ્યુચર ગ્રુપ 4000 કરોડની લોન એડજસ્ટ કરશે. 2755 કરોડની લોન ફ્યુચર ગ્રુપ ઈન્સ્યોરન્સ કંપનીમાં તેનો હિસ્સો વેચીને ચૂકવવામાં આવશે. 3500 કરોડનું દેવું ઇક્વિટીમાં ફેરવાશે. ફ્યુચર ગ્રુપ આગામી 7.5 વર્ષમાં કુલ 8196 કરોડનું દેવું ચૂકવશે.

અડધાથી વધુ સ્ટોર પર રિલાયન્સનો કબજો છે

હકીકતમાં, રિલાયન્સ રિટેલ ફ્યુચર રિટેલના આઉટલેટ્સ કબજે કરી રહી છે. તેણે અત્યાર સુધીમાં 1500માં 946 સ્ટોર કબજે કર્યા છે. ક્વિન્ટના અહેવાલ મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આનો વિરોધ કર્યો છે. SBIનું કહેવું છે કે બેંકોને ફ્યુચર ગ્રુપના સ્ટોક અને એસેટ પર સંપૂર્ણ નિયંત્રણ લેવાનો અધિકાર છે

ફ્યુચર ગ્રુપ 19 કંપનીઓને વેચવાની યોજના ધરાવે છે

દરમિયાન આજે અને આવતીકાલે ફ્યુચર ગ્રુપની મહત્વની બેઠક છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2020માં રિલાયન્સે ફ્યુચર રિટેલની 19 કંપનીઓને 24713 કરોડમાં ખરીદવાની જાહેરાત કરી હતી. એમેઝોનના વિરોધને કારણે આ મામલો દુનિયાની અલગ-અલગ કોર્ટમાં પેન્ડિંગ છે અને હજુ સુધી આ ડીલ થઈ શકી નથી. ઓગસ્ટ 2020ના સોદા મુજબ, ફ્યુચર ગ્રુપ તેની લોજિસ્ટિક્સ અને વેરહાઉસ બિઝનેસ સહિત તેની 19 કંપનીઓને મર્જ કરશે. આ કંપનીઓના મર્જર બાદ ફ્યુચર એન્ટરપ્રાઇઝ લિમિટેડની રચના થશે જે રિલાયન્સ રિટેલને વેચવામાં આવશે.

આ પણ વાંચો :Junagadh: જેતપુર અને માળીયાહાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા, કેરીના પાકને નુકસાનની ભીતી

આ પણ વાંચો :Bhudhwar Upay : બુધવારે કરો આ ઉપાય, તમારી દરેક મનોકામના થશે પૂર્ણ

g clip-path="url(#clip0_868_265)">