Exchange Rs 2000 notes: હવે બસ થોડા કલાકો અને પછી 2000 રૂપિયાની નોટ રદ્દી ? આ બધી મુશ્કેલીઓ નક્કી

RBI ગવર્નર શક્તિકાંત દાસે 2000 રૂપિયાની નોટને લઈને મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું કે મે મહિનાથી પરત આવેલી રૂ. 3.43 લાખ કરોડ રૂ. 2,000ની નોટોમાંથી 87 ટકા બેન્કોમાં જમા સ્વરૂપે આવી છે. તેમણે કહ્યું કે હજુ પણ બજારમાં 12 હજાર કરોડ રૂપિયા 2000ની નોટો છે અને બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી નથી. બેંકો પણ આ નોટોની રાહ જોઈ રહી છે. 12 હજાર કરોડ રૂપિયા ઓછા નથી.

Exchange Rs 2000 notes: હવે બસ થોડા કલાકો અને પછી 2000 રૂપિયાની નોટ રદ્દી ? આ બધી મુશ્કેલીઓ નક્કી
2000 રૂપિયાની આ નોટ હવે રદ્દી? (Represental Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 8:15 AM

જો તમારી પાસે હજુ પણ 2000 રૂપિયાની ચલણી નોટ બચી ગઈ છે તો જણાવી દઈએ કે હવે આપની પાસે ગણતરીના કલાક બચી ગયા છે. નોટને બદલી નાખવા માટે આજે છેલ્લી તક છે. આજે અગર તમે તેમે બદલી નથી શકતા તો કાગળના કુચાથી વધારે તે કઈ નહી રહે. આગળ જઈને તેને બદલવા માટે પુષ્કળ પરસેવો પાડવો પડી શકે છે.

આરબીઆઈ ગવર્નરે બંધ કરાયેલી રૂ. 2000ની નોટો અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. ચાલો તમને જણાવીએ કે RBI ગવર્નર શક્તિકાંત દાસે શું કહ્યું…

બેંકોમાં 2000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવાની અંતિમ તારીખ 7મી ઓક્ટોબર એટલે કે આજે છે. આ પહેલા નક્કી કરવામાં આવેલી મર્યાદા 30 સપ્ટેમ્બર હતી ત્યારબાદ 7 દિવસ સુધી લંબાવવામાં પણ આવી હતી કેમકે NRI તેમજ અન્ય લોકો માટે આ સુવિધા બની શકે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો

RBIની નક્કી કરેલી 19 ઓફિસમા જ 2000 રૂપિયાની નોટ બદલાવી શકાશે. 7 ઓક્ટોબર પછી અગર આપ નોટ બદલવા માગો છો તો જણાવી દઈએ કે ટ્રાન્ઝેક્શન દીઠ રૂ. 20,000ની મહત્તમ રોકડ જમા મર્યાદા હશે. નક્કી કરવામાં આવેલી 19 ઓફિસમાંથી સ્થાનિક લોકો અથવા તો ઈન્સ્ટિટ્યુટ ભારતમાં રહેલા બેંક ખાતામાં બે હજાર રૂપિયાની નોટ જમા કરાવી શકે છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે 2000 રૂપિયાની નોટને લઈને મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું કે મે મહિનાથી પરત આવેલી રૂ. 3.43 લાખ કરોડ રૂ. 2,000ની નોટોમાંથી 87 ટકા બેન્કોમાં જમા સ્વરૂપે આવી છે. તેમણે કહ્યું કે હજુ પણ બજારમાં 12 હજાર કરોડ રૂપિયા 2000ની નોટો છે અને બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી નથી. બેંકો પણ આ નોટોની રાહ જોઈ રહી છે. 12 હજાર કરોડ રૂપિયા ઓછા નથી.

આરબીઆઈ માસિક પ્રેસ રીલીઝ દ્વારા લોકોને ઉપાડની પ્રક્રિયાની સ્થિતિ વિશે માહિતગાર કરી રહી છે. બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 મે, 2023 સુધીમાં ચલણમાં રહેલી રૂ. 2000ની નોટોનું કુલ મૂલ્ય રૂ. 3.56 લાખ કરોડ હતું.

જેમાંથી 3.42 લાખ કરોડ રૂપિયા પરત આવ્યા છે અને 29 સપ્ટેમ્બર 2023ના રોજ કારોબાર બંધ થયો ત્યાં સુધી માત્ર 14 હજાર કરોડ રૂપિયા જ સામાન્ય લોકો કે સંસ્થાઓ પાસે છે. આમ, 19 મે, 2023 સુધીમાં, ચલણમાં રહેલી રૂ. 2000ની નોટમાંથી 96 ટકા બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ

g clip-path="url(#clip0_868_265)">