AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં Natural Gasના પરિવહન માટે બનશે કોમન પાઈપલાઈન, સરકાર ગેસ સેક્ટરમાં લાવી રહી છે નવા નિયમ

Natural Gas TSO : પેટ્રોલિયમ મંત્રાલયે નવી વ્યવસ્થા પર અન્ય મંત્રાલયો સાથે પરામર્શ પૂર્ણ કરી લીધો છે. અને આગામી વર્ષમાં TSO એટલે કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઓપરેટરની રચનાની પ્રક્રિયા શરૂ કરી શકાશે.

દેશમાં Natural Gasના પરિવહન માટે બનશે કોમન પાઈપલાઈન, સરકાર ગેસ સેક્ટરમાં લાવી રહી છે નવા નિયમ
Natural Gas TSO
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 4:42 PM
Share

દેશમાં Natural Gas ના પરિવહન માટે એક કોમન ગેસ પાઈપલાઈન બનાવવા માટે વાતચીત ચાલી રહી છે. એક અહેવાલ મુજબ, આ માટે સ્વતંત્ર ઓપરેટર બનાવવાની પ્રક્રિયા આવતા વર્ષથી શરૂ થઈ શકે છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલિયમ મંત્રાલયે નવી વ્યવસ્થા પર અન્ય મંત્રાલયો સાથે પરામર્શ પૂર્ણ કરી લીધો છે. અને આગામી વર્ષમાં TSO એટલે કે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઓપરેટરની રચનાની પ્રક્રિયા શરૂ કરી શકાશે.

નવી વ્યવસ્થા હેઠળ, એક સામાન્ય કેરિયર હશે, જેના દ્વારા દેશમાં હાજર તમામ કુદરતી ગેસનું પરિવહન કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયને આશા છે કે આવતા વર્ષે જાન્યુઆરી સુધીમાં TSO પર કેબિનેટની મંજૂરી મળી જશે. ત્યારબાદ તેની રચનાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ટેરિફમાં પારદર્શિતા લાવવામાં આવશે આ ઉપરાંત ONGC, IOCL, HPCL અને GAIL જેવી કંપનીઓનો આ TSOમાં સમાન હિસ્સો હશે. આ સાથે, એવી વ્યવસ્થા પણ કરવામાં આવશે કે GAIL પાસે ઉપલબ્ધ માનવ સંસાધનનો ઉપયોગ શરૂઆતમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી TSOના સંચાલન માટે કરવામાં આવે.

આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ચાલી રહેલા તમામ ગેસ બિઝનેસ માટે સરકાર નવા નિયમો લાવશે. નવા નિયમો હેઠળ એવી વ્યવસ્થા હશે કે ટેરિફમાં પારદર્શિતા અને એકરૂપતા હોવી જોઈએ. આ સાથે, ગેસની ઓપન એક્સેસ માટેની પ્રક્રિયા શું હોવી જોઈએ, તેમજ ગેસ પાઈપલાઈન બુક કરવા માટે ડીજીટલ સીસ્ટમના નિયમો શું હોવા જોઈએ આ અંગે સરકાર ટૂંક સમયમાં આ તમામ નિયમો જાહેર કરશે.

દેશમાં ગેસ સેક્ટરનો થશે વિકાસ સરકારે ગયા બજેટમાં TSOની રચનાની વાત કરી હતી. તેનો તેનો ધ્યેય એ છે કે ગેસ માર્કેટિંગ કંપનીઓને ભારતમાં ગેસ માર્કેટમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ પર બિઝનેસ કરવાની તક આપવાનો છે. આ કંપનીઓ પાસે એક સામાન્ય પ્લેટફોર્મ હોવું જોઈએ જેના દ્વારા તેઓ તેમના ગેસનું પરિવહન કરી શકે. અને કોઈપણ કંપની સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ, પછી તે સરકારી હોય કે ખાનગી. એકંદરે, દેશમાં ગેસ સેક્ટરનો વિકાસ કરવાના ઉદ્દેશ્ય સાથે, સરકારે TSOની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">