એક સમય હતો જ્યારે પહેલો પગાર(Salary) મળતો હતો પછી લોકો તેને ખર્ચવાની યોજના ઘડતા હતા. હવે બદલાતા સમય સાથે આ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. બેંકોએ હવે લોકોની સુવિધા માટે ક્રેડિટ કાર્ડ(Credit Card)ની સુવિધા શરૂ કરી છે. આમાં લોકો પહેલા પૈસા ખર્ચે છે અને પછી બિલ આવે છે. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપથી વધ્યો છે. ઘણી કંપનીઓ ક્રેડિટ કાર્ડ શોપિંગ માટે વિવિધ પ્રકારની શ્રેષ્ઠ ઓફરો પણ આપે છે જેનાથી પૈસા બચાવી શકાય છે પરંતુ આ બધાની સાથે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે વગર વિચાર્યે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો.
કેટલીકવાર લોકો ક્રેડિટ કાર્ડથી એટલી બધી ખરીદી કરે છે કે તેઓ પાછળથી બિલ ચૂકવી શકતા નથી. તે કિસ્સામાં તેઓ ક્રેડિટ કાર્ડ દેવામાં અટવાઈ જાય છે. બીલ ન ચૂકવવાના કિસ્સામાં બેંકો પણ લોન લેનારને હેરાન કરવાનું શરૂ કરે છે. પરંતુ એ પણ જાણવું જરુરી છે કે નિયમો અનુસાર બેંક ગ્રાહકને બિલ ચૂકવવા માટે પરેશાન કરી શકતી નથી. આ બાબતે ગ્રાહકને કેટલાક અધિકારો છે. આ સંબંધમાં ગ્રાહકોના અધિકારો વિશે જાણો
તમને જણાવી દઈએ કે જો કોઈ ગ્રાહક કોઈ કારણસર ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવામાં અસમર્થ હોય તો બેંક તેને બિલ ચૂકવવા દબાણ કરી શકે નહીં. આવા કિસ્સામાં બેંક ચોક્કસપણે ગ્રાહક પાસેથી દંડ વસૂલ કરી શકે છે જેની તેના ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડશે. સાથે જ બેંક ગ્રાહકને કોઈ ધમકી આપી શકે નહિ.
કેટલીકવાર નાણાકીય સંસ્થાઓ અથવા બેંકો તેનાગ્રાહક પાસેથી ક્રેડિટ કાર્ડના નાણાં વસૂલવા એજન્ટોને તેમના ઘરે મોકલે છે. આવા કિસ્સાઓમાં રિકવરી એજન્ટો ગ્રાહકના ઘરે ગેરવર્તન કરે છે. આરબીઆઈના નિયમો અનુસાર રિકવરી એજન્ટો પૈસાની રિકવરી માટે ક્લાયન્ટ સાથે ખરાબ વ્યવહાર રી શકતા નથી. બેંક તમને નોટિસ મોકલી શકે છે.
જો તમે કોઈપણ પ્રકારની છેતરપિંડીમાં સંડોવાયેલા છો તો તમારે શક્ય તેટલી વહેલી તકે બેંક અથવા કંપનીનો સંપર્ક કરવો જોઈએ જેમાંથી તમે તમારું ક્રેડિટ કાર્ડ ખરીદ્યું છે. કંપની અથવા બેંક પછી આવી બાબતોમાં તમને મદદ કરશે. સાથે જ તે તમારી પસંદગી છે કે તમે કાર્ડ ખરીદતી વખતે કયું કાર્ડ પસંદ કરો છો. ક્રેડિટ કાર્ડ ખરીદવા માટે બેંક કે કંપની તમારા પર કોઈ દબાણ ન કરી શકે.