AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રતિબંધની બાબતમાં રશિયા ટોચ પર, ભારત આવ્યું સમર્થનમાં, હવે ભારતીય ચલણમાં થશે વેપાર !

નાણાકીય વર્ષ 2020-21માં ભારત અને રશિયા વચ્ચે 8 અબજ ડોલરનો વેપાર થયો હતો. આમાં ભારતે $5.5 બિલિયનની આયાત કરી હતી, જ્યારે $2.5 બિલિયનની નિકાસ કરવામાં આવી હતી.

પ્રતિબંધની બાબતમાં રશિયા ટોચ પર, ભારત આવ્યું સમર્થનમાં, હવે ભારતીય ચલણમાં થશે વેપાર !
Modi- putin (File image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 4:12 PM
Share

પ્રતિબંધની બાબતમાં, રશિયા (Sanctions on Russia) હાલમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે. યુક્રેન (Russia-Ukraine crisis) પરના હુમલાને કારણે અમેરિકા અને યુરોપ સહિતના સહયોગી દેશોએ રશિયા પર તમામ પ્રકારના પ્રતિબંધો લાદ્યા છે. પ્રતિબંધોના મામલામાં તે ઈરાન કરતાં ઘણું આગળ નીકળી ગયું છે. તેના 630 અબજ ડોલરના અનામતનો કોઈ ઉપયોગ થયો ન હતો. યુએસએ ડૉલર-રુબલ કરન્સી સ્વેપ બંધ કરી દીધું છે સાથે જ SWIFT પેમેન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સ્થિતિમાં ભારત પોતાના જૂના મિત્રની મદદ કરી શકે છે. માહિતી અનુસાર, રશિયન બેંકો નિકાસકારો સાથે રૂપિયા-રુબલ પેમેન્ટ સ્વીકારવા માટે વાત કરી રહી છે.

આ મિકેનિઝમ હેઠળ, રશિયન રૂબલને ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરવામાં આવશે અને પછી ભારતીય બેંકમાં જમા કરવામાં આવશે. બે રશિયન બેંકો – Sberbank અને VTB ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંક દ્વારા ઓળખવામાં આવી છે. હાલમાં આ અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી. સરકારી સૂત્રોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે આ સંબંધમાં નિર્ણય ઉચ્ચ સ્તરે લેવામાં આવશે. હાલમાં, રશિયન બેંકોની ઓળખ કરવામાં આવી છે.

આયાતકાર અને નિકાસકાર વચ્ચે ખાસ કરાર થશે

ભારત અને રશિયા વચ્ચે 8 બિલિયન ડોલર એટલે કે લગભગ 60 હજાર કરોડ રૂપિયાનો વાર્ષિક બિઝનેસ છે. આ મિકેનિઝમ હેઠળ, ભારતીય નિકાસકારે રશિયન આયાતકાર સાથે કરાર કરવો પડશે. આ કરાર હેઠળ, ખરીદનાર રૂબલમાં ચુકવણી કરશે અને આ નાણાં રશિયન બેંકની ભારતીય શાખામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જે દિવસે નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે તે દિવસે ચલણ દરની ગણતરી કરવામાં આવશે. ભારતમાં રશિયન બેંકની શાખામાંથી તે નિકાસકારના બેંક ખાતામાં ચુકવણી ભારતીય રૂપિયામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આવો જ વેપાર ઈરાન સાથે પણ કરવામાં આવ્યો હતો

ભારત અને રશિયા વચ્ચે બહુ વેપાર નથી, પરંતુ રશિયા ટ્રેડ સરપ્લસમાં છે. આનો અર્થ એ છે કે ભારત રશિયા પાસેથી નિકાસ કરતાં વધુ આયાત કરે છે. આ પહેલીવાર નથી જ્યારે ભારત આવી ટ્રેડ મિકેનિઝમ પર કામ કરશે. એક દાયકા પહેલા ભારતે ઈરાન સાથે આવો જ વેપાર સ્થાપ્યો હતો. જોકે, અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારતે ઈરાન સાથેના વેપાર સંબંધો તોડવા પડ્યા હતા, જ્યારે ઈરાન ભારતનો સૌથી મોટો તેલ નિકાસકાર હતો.

રશિયા સાથે 3 બિલિયન ડોલરની વેપાર ખાધ

નાણાકીય વર્ષ 2020-21માં ભારત અને રશિયા વચ્ચે 8 અબજ ડોલરનો વેપાર થયો હતો. આમાં ભારતને 5.5 બિલિયન ડોલરની આયાત કરી હતી, જ્યારે 2.5 ડોલર બિલિયનની નિકાસ કરવામાં આવી હતી. આ રીતે, ભારત 3 અબજ ડોલરની વેપાર ખાધમાં જીવી રહ્યું હતું. ભારત રશિયા પાસેથી મોટા પાયે હીરા અને તેલ ખરીદે છે. ફાર્મસી અને મશીનરીની નિકાસ મુખ્યત્વે અહીંથી રશિયામાં થાય છે.

આ પણ વાંચો :કાઉન્ટી ક્રિકેટની આ ટીમમાં જોડાયો ચેતેશ્વર પૂજારા, ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતા લીધો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો :PM MODI નો ભવ્ય રોડ-શૉ પૂર્ણ, PM MODI ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા, કમલમમાં ધારાસભ્યો-મંત્રીઓ-નેતાઓ સહિત 432 આગેવાનોની ઉપસ્થિત

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">