Union budget 2024 : મધ્યમ વર્ગના ઘરનું સપનું સાકાર થશે, 1 કરોડ પરિવારો માટે નાણામંત્રીની મોટી જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં અર્બન હાઉસિંગ પ્લાન માટે 10 લાખ કરોડ રુપિયાની જાહેરાત કરી છે. આ સાથે તેમજ રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન આપવા માટે રેગ્યુલેશન પર નિયમો બનાવવામાં આવ્યા છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું અર્બન હાઉસિંગ પ્લાન માટે 10 કરોડ રુપિયાની જાહેરાત કરી છે.. એવું પણ કહેવામાં આવ્યું છે કે રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન માટે નિયમો બનાવવામાં આવશે. આ સિવાય સ્ટેમ્પ ડ્યુટી ઘટાડનારા રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે.નાણામંત્રીએ કહ્યું કે પીએમ આવાસ યોજના-શહેરી 2.0 હેઠળ, 10 લાખ કરોડ રૂપિયાના રોકાણ સાથે એક કરોડ પરિવારોને મકાનો આપવામાં આવશે.
મિડિલ ક્લાસનું સપનાના ઘરનું સપનું પૂર્ણ થશે
તમને જણાવી દઈએ કે,નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે, પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવશે. શહેરોમાં આવાસ યોજના માટે 10 લાખ કરોડ રૂપિયાની બજેટ ફાળવણી કરવામાં આવી છે. આ અંતર્ગત પીએમ આવાસ યોજના 2.0 માટે 10 લાખ કરોડ રૂપિયા આપવામાં આવશે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા આગામી 5 વર્ષ માટે રૂ. 2.2 લાખ કરોડનો હિસ્સો તબક્કાવાર જાહેર કરવામાં આવશે.
Union Budget 2024-25 proposes:
✅ 14 large cities with a population above 30 lakh will have Transit Oriented Development plans
✅ 1 crore urban poor and middle-class families to be covered under #PMAwasYojana Urban 2.0
✅ 100 weekly ‘haats’ or street food hubs in select cities… pic.twitter.com/akBExVMuir
— Ministry of Finance (@FinMinIndia) July 23, 2024
નાણાપ્રધાનના જણાવ્યા અનુસાર વ્યાજ દરે લોનની સુવિધા આપવા માટે વ્યાજ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. હાઉસિંગ સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓના શેર રોકેટની જેમ ઉછળવા લાગ્યા છે.