Ganesh Chaturthi : ઘરે ગણેશ સ્થાપન કરવા જઇ રહ્યા છો ? તો જરૂરથી ચકાસો સામગ્રીનું લિસ્ટ

ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024ના રોજ આવી રહી છે. આ દિવસે ઘણી જગ્યાએ લોકો પોતાના ઘરે બાપ્પાને લાવે છે. 10 દિવસ સુધી ઘરે બાપ્પાની પૂજા કર્યા પછી લોકો મૂર્તિનું વિસર્જન કરે છે,આવો જાણીએ પૂજા માટે કઇ કઇ સામગ્રીની જરૂર પડશે.

Ganesh Chaturthi : ઘરે ગણેશ સ્થાપન કરવા જઇ રહ્યા છો ? તો જરૂરથી ચકાસો સામગ્રીનું લિસ્ટ
Ganesh Chaturthi
Follow Us:
| Updated on: Aug 30, 2024 | 2:41 PM

Ganesh Chaturthi 2024:ગણેશ ચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. જો કે દરેક શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે, પરંતુ ખાસ કરીને ગણેશ ચતુર્થી પર બાપ્પાની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા કરવાની સાચી રીત કઈ છે અને આ સમય દરમિયાન તમારે કઈ વસ્તુઓની જરૂર પડશે તે જાણવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે બધી તૈયારીઓ કર્યા પછી પણ પૂજામાં સામેલ કરવા માટે જરૂરી કેટલીક વસ્તુઓ પાછળ રહી જાય છે અને તેના કારણે પૂજા પછી વિઘ્ન આવે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યા છીએ કે ગણેશ ચતુર્થીના દિવસે વિશેષ પૂજા માટે તમારે અગાઉથી કઈ તૈયારીઓ કરવી જોઈએ.

ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024ના રોજ આવી રહી છે. આ દિવસે ઘણી જગ્યાએ લોકો પોતાના ઘરે બાપ્પાને લાવે છે. 10 દિવસ સુધી ઘરે બાપ્પાની પૂજા કર્યા પછી લોકો મૂર્તિનું વિસર્જન કરે છે. અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવે છે.આવો જાણીએ ભગવાન ગણેશની પૂજા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

પૂજામાં જરૂરી સામગ્રી

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

ભગવાન ગણેશની પ્રતિમા

સૌથી પહેલા તમારે ભગવાન ગણેશની મૂર્તિ લાવવાની રહેશે. ધ્યાન રાખો કે મૂર્તિને 10 દિવસમાં વિસર્જીત કરવાની છે,આવી સ્થિતિમાં, ઇકો-ફ્રેન્ડલી બાપ્પાની મૂર્તિ લાવો જેથી વિસર્જન દરમિયાન પર્યાવરણને કોઈ સમસ્યા ન થાય.

મૂર્તિ માટે સ્થાપન

ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવા માટે એક પાટલી અથવા પ્લેટફોર્મ જેવી વસ્તુનીજરૂર પડશે. ભગવાનનું સ્થાન ઉપર છે અને તેને ક્યારેય જમીન પર ન રાખવા જોઈએ. તેમની સ્થાપના માટે યોગ્ય અને સ્વચ્છ સ્થળ હોવું ફરજિયાત છે.

કળશ-નાળિયેર

પૂજા દરમિયાન કળશ અને નારિયેળ પણ જરૂરી છે. મૂર્તિની પાસે કળશ પણ સ્થાપિત કરવામાં આવે છે. કળશની ઉપર નાળિયેર મૂકવામાં આવે છે અને આંબા અથવા આસોપાલવના પાન પણ મૂકવામાં આવે છે.

લાલ કાપડ

પૂજા દરમિયાન લાલ વસ્ત્રોનું ખૂબ મહત્વ છે. ભગવાનની સ્થાપના કરતી વખતે પહેલા લાલ કપડું પાથરવામાં આવે છે, તેના પર ભગવાનનું સ્થાપન કરવામાં આવે છે.

અન્ય પૂજા વસ્તુઓ

તેની આસપાસ ફૂલ, માળા, દીવો, કપૂર, સોપારી, પીળું કપડું, હળદર, સોપારી, દૂર્વા ઘાસ, ધૂપદાની પણ મૂકવામાં આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">