Gandhinagar: રાજ્યમાં પીવાના પાણીની તકલીફ ન પડે તેવી સરકારની તૈયારી, ગ્રામ્ય વિસ્તાર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

સિંચાઈના (Irrigation water) અને પીવાના પાણીને લઈને રાજ્ય સરકારે કોઈ સમસ્યા ન સર્જાય તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યો છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ (Jitu vaghani) લોકોને એવી ખાતરી આપી છે કે ઉનાળામાં પીવાના પાણીની ચિંતા ન રહે તે માટે સરકારે જે-તે વિભાગને સૂચના આપી દીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 6:20 PM

ઉનાળો (Summer 2022) આવતાની સાથે જ રાજ્યના અનેક ગામોમાં પાણીનો પોકાર (Water Crisis) જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાત (Gujarat)ના ગામડામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનતી જોવા મળે છે. કાળઝાળ ગરમીમાં લોકો પાણી માટે વલખા મારતા હોય છે. જોકે આ વચ્ચે રાહતની વાત એ કહી શકાય કે પાણીના આ પોકાર વચ્ચે સરકારે પાણીની તંગી નહીં સર્જાય તેવા સંકેત આપ્યા છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા હલ કરી શકાય તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે તો સાથે જ સિંચાઈના અને પીવાના પાણીને લઈને રાજ્ય સરકારે કોઈ સમસ્યા ન સર્જાય તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યો છે.

સિંચાઈના અને પીવાના પાણીને લઈને રાજ્ય સરકારે કોઈ સમસ્યા ન સર્જાય તેવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કર્યો છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ લોકોને એવી ખાતરી આપી છે કે ઉનાળામાં પીવાના પાણીની ચિંતા ન રહે તે માટે સરકારે જે-તે વિભાગને સૂચના આપી દીધી છે. આ માટે અંતરિયાળ વિસ્તારમાં હેડપંપ રિપેર સહિતના કામો તુરંત પૂર્ણ કરવા પણ સૂચના આપી દેવાઈ છે. સાથે જ ગ્રામ્ય વિસ્તાર માટે હેલ્પલાઈન નંબર 1916 જાહેર કરાયો છે. આ હેલ્પલાઈન નંબર પર પાણી અંગે જેને પણ સમસ્યા હશે તે રજૂઆત કરી શકશે.

મહત્વનું છે કે દર વર્ષે ઉનાળો આવતા રાજ્યમાં ઠેર ઠેર પાણીના પ્રશ્નો ઉભા થતા હોય છે. કેટલાક સ્થળે તો રીતસરના ટેન્કર મગાવીને લોકોને ચલાવવુ પડે છે. ત્યારે હવે ગુજરાત સરકારે લોકોને પાણીની સમસ્યા નહીં સર્જાય તેવુ આશ્વાસન આપ્યુ છે. ત્યારે હવે જોવુ રહ્યુ કે લોકોની પાણી અંગેની સમસ્યા હલ થાય છે કે કેમ.

આ પણ વાંચો-વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, જામનગર આયુર્વેદિક કેન્દ્રના ભૂમિપૂજન સહિતના કાર્યક્રમ કરશે

આ પણ વાંચો-Gandhinagar: ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કમા રાઠોડ ફરી ભાજપમાં જોડાયા, મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં કેસરિયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">