વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, જામનગર આયુર્વેદિક કેન્દ્રના ભૂમિપૂજન સહિતના કાર્યક્રમ કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly elections) જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે ભાજપે (BJP) વધુ મત મેળવવા રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસ વધ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસમાં (Gujarat visit) બદલાવ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 18 એપ્રિલે સાંજે અમદાવાદ (Ahmedabad) આવશે. વડાપ્રધાન ફરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે. 18 એપ્રિલે સાંજે જ ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. પીએમ મોદી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મહત્વના કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. જે બાદ 19 એપ્રિલે બનાસકાંઠા અને જામનગરની મુલાકાત લેશે. જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું તેઓ ભૂમિપૂજન કરશે. આ દરમિયાન WHOના ડીજી સહિત અધિકારીઓ હાજર રહેશે.
વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે ભાજપે વધુ મત મેળવવા રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે. કેન્દ્રીય નેતાઓએ ગુજરાતનો પ્રવાસ વધારી દીધો છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસ વધ્યા છે ફરી વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. જેના માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 એપ્રિલે સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે.
જે બાદ 18 એપ્રિલે સાંજે જ ગાંધીનગરમાં કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની મુલાકાત લેશે. ગાંધીનગર રાજભવનમાં જ રાત્રિ રોકાણ કરશે. 19 એપ્રિલે સવારે પીએમ મોદી બનાસકાંઠા જશે. વડાપ્રધાન મોદી બનાસકાંઠાના દિયોદરમાં બનાસ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. બનાસકાંઠામાં પશુપાલક મહિલાઓના સંમલેનને પીએમ મોદી સંબોધન કરશે. 19 એપ્રિલે બનાસકાંઠા બાદ જામનગર પહોંચશે.
19 એપ્રિલે વડાપ્રધાન જામનગરમાં WHOના સહયોગથી બનનાર આયુર્વેદિક કેન્દ્રનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે WHOના ડિજી સહિત અધિકારીઓ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, આયુષ મંત્રી પણ હાજર રહેશે. 19 એપ્રિલે રાત્રે ગાંધીનગર પરત ફરી રાજભવનમાં વડાપ્રધાન રાત્રિ રોકાણ કરશે. 20 એપ્રિલે સવારે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે. આયુષ મંત્રાલયની 2 દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. બપોર બાદ દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધન કરશે. દાહોદથી અમદાવાદ પરત ફરી રાત્રે જ દિલ્લી જવા તેઓ રવાના થશે.
આ પણ વાંચો- હાર્દિક પટેલે કહ્યું, ચૂંટણી તો લડીશ જ, પણ ચૂંટણીને સાત મહિનાની વાર છે, ક્યાંથી લડીશ તે નક્કી નથી
આ પણ વાંચો-નડિયાદમાં તાન્યા અપહરણ અને હત્યાં કેસમાં આરોપી મિત પટેલ, તેની માતા અને ભાઈને આજીવન કેદની સજા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો