Ahmedabad: પાણીજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ, ઝાડા ઉલટીના કેસમાં 100 ટકાનો વધારો નોંધાયો

અમદાવાદ (Ahmedabad) શહેરમાં જેમ જેમ ગરમીનો (Heat) પારો ઉપર જઈ રહ્યો છે તેમ પાણીજન્ય રોગચાળો વધતો જઈ રહ્યો છે. તો બીજીબાજુ પાણીના જેટલા સેમ્પલ લેવામાં આવ્યા તેમાંથી 77 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે. જેને પગલે અમદાવાદ શહેરમાં રોગચાળાએ ચિંતા વધારી છે.

Ahmedabad: પાણીજન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ, ઝાડા ઉલટીના કેસમાં 100 ટકાનો વધારો નોંધાયો
Ahmedabad's Hospital (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 12:37 PM

અમદાવાદમાં (Ahmedabad) ઉનાળાની (Summer 2022) શરુઆત સાથે જ રોગચાળો (Epidemic) પણ વકરતો જઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધતો જઈ રહ્યો છે. જેને પગલે આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. ચાલુ વર્ષે ઝાડા ઉલટીના કેસમાં 100 ટકાનો વધારો નોંધાયો છે. પાણીના 77 સેમ્પલ અનફિટ આવ્યા છે. જેને પગલે લોકોએ હવે વધુ સાવધાન રહેવાની જરૂર છે. તો વધી રહેલી ગરમીની સાથે લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં જેમ જેમ ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે તેમ પાણીજન્ય રોગચાળો વધતો જઈ રહ્યો છે. તો બીજીબાજુ પાણીના જેટલા સેમ્પલ લેવામાં આવ્યા તેમાંથી 77 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા છે. જેને પગલે અમદાવાદ શહેરમાં રોગચાળાએ ચિંતા વધારી છે. જેને લઇને આરોગ્ય વિભાગે લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. ત્યારે રોગચાળાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરતા ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. એપ્રિલના 9 દિવસમાં જ 210 કેસ નોંધાયા છે. ગત વર્ષે એપ્રિલમાં ઝાડા ઉલટીના 110 કેસ હતા. આ વર્ષે એપ્રિલમાં કમળાના 54, ટાઇફોઇડના 50 કેસ નોંધાયા છે. તો એપ્રિલમાં મેલેરિયાના 8, ડેન્ગ્યૂના 5, ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ઘણા સેમ્પલ અનફિટ હોવાનું સામે આવ્યું હતું. અમદાવાદ શહેરના લાંભા, નારોલ, વટવા, રામોલ, ગોમતીપુર અને મધ્ય ઝોનમાં પ્રદુષિત પાણીની ફરિયાદો સામે આવી છે. માટે પાણીજન્ય રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં છે.

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન પણ વધુ બીમારી ન ફેલાય તે માટેની તકેદારી રાખવામાં આવી છે. જેમાં ફૂડ વિભાગે બરફના અને ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ 10 દિવસમાં આવી જશે. તેમજ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો-ખંભાતમાં થયેલાં તોફાનોમાં મોટો ખુલાસો, બહારથી લોકોને લાવીને કરાયો હતો હુમલો, ત્રણ મૌલવી અને બે શખસોની સંડોવણી

આ પણ વાંચો-Kheda: નડિયાદમાં તાન્યા અપહરણ-હત્યા કેસમાં આજે ચૂકાદો આવશે, જાણો શા માટે 7 વર્ષની બાળકીની હત્યા કરાઈ હતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">