Gandhinagar: ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કમા રાઠોડ ફરી ભાજપમાં જોડાયા, મુખ્યપ્રધાન અને ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં કેસરિયા
ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપ વધુ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. જેમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપ 150થી વધુ બેઠકો મેળવવા માટે કમર કસી રહ્યું છે. પક્ષમાં વધુને વધુ લોકોને જોડી રહ્યુ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય હલચલ વધી રહી છે. ગુજરાતમાં જુદા જુદા પક્ષોમાં આગેવાનોના જોડાવાની સિઝન પણ શરુ થઈ ગઈ છે. ત્યારે ગાંધીનગરમાં ભાજપમાંથી (BJP) સસ્પેન્ડ કરાયેલા કેટલાક નેતા આજે ફરી ભાજપમાં જોડાયા છે. કમા રાઠોડ (Kama Rathod) તથા ભીખાભાઈ સહિતના નેતાઓએ આજે ભાજપનો કેસરિયો ખેસ ફરી ધારણ કરી લીધો છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં તેઓ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.
ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જીતવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. જેના ભાગ રુપે એક પછી એક લોકો ભાજપમાં જોડાવાના સમચાર સામે આવતા રહે છે. હવે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કેટલાક નેતા ફરી ભાજપમાં જોડાયા છે. કમા રાઠોડ તથા ભીખાભાઈ સહિતના નેતાઓએ આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા છે.
તેમની સાથે તેમના સમર્થકોએ પણ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપમાં જોડાતા પહેલા કમા રાઠોડે રોડ શો દ્વારા શક્તિ પ્રદર્શન પણ કર્યુ હતુ. 2017માં કનુ પટેલને સાણંદથી ટિકિટ આપતા નારાજગી હતી. જેથી 2017માં તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. જેથી ભાજપે તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. હવે ચૂંટણી નજીક આવતા તેઓ ફરીથી ભાજપમાં જોડાયા છે.
ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપ વધુ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. જેમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી ભાજપ 150થી વધુ બેઠકો મેળવવા માટે કમર કસી રહ્યું છે. જેમાં વર્ષ 2017માં પણ ભાજપે 150 બેઠક જીતવાનો લક્ષ્યાંક મૂક્યો હતો, પરંતુ તે મેળવી શક્યો ન હતો. ત્યારે હવે આ વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. ત્યારે ભાજપે વધુ મત મેળવવા રણનીતિ બનાવવાનું શરુ કરી દીધુ છે. કેન્દ્રીય નેતાઓએ ગુજરાતનો પ્રવાસ વધારી દીધો છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ, રાષ્ટ્રપતિના ગુજરાત પ્રવાસ વધ્યા છે. બીજી તરફ સ્થાનિક નેતાઓ પણ પક્ષને વધુ મજબુત બનાવવાની કવાયતમાં લાગી ગયા છે.
આ પણ વાંચો- હાર્દિક પટેલે કહ્યું, ચૂંટણી તો લડીશ જ, પણ ચૂંટણીને સાત મહિનાની વાર છે, ક્યાંથી લડીશ તે નક્કી નથી
આ પણ વાંચો-નડિયાદમાં તાન્યા અપહરણ અને હત્યાં કેસમાં આરોપી મિત પટેલ, તેની માતા અને ભાઈને આજીવન કેદની સજા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો