Navsari Rain : વાસદા તાલુકામાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video
નવસારીમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વાસદા તાલુકામાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
નવસારીમાં ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વાસદા તાલુકામાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાસદા સહિતના અનેક તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસતા ડાંગરના પાક માટે સારો માનવામાં આવ્યો છે. જેના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
મહીસાગરમાં વરસ્યો વરસાદ
બીજી તરફ મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાનપુર, કડાણા, સંતરામપુર, લુણાવાડા, વીરપુર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. બીજી તરફ 3 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.