સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ, નારોલ CETPમાંથી નદીમાં સતત આવી રહ્યુ છે પ્રદૂષિત પાણી- Video

સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ, નારોલ CETPમાંથી નદીમાં સતત આવી રહ્યુ છે પ્રદૂષિત પાણી- Video

Ronak Varma
| Edited By: | Updated on: Jul 30, 2024 | 6:30 PM

અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યુ છે. આ અંગે ગુજરાત હાઈકોર્ટની વધુ એક ફટકાર બાદ અધિકારીઓ દોડતા થયા છે અને તાત્કાલિક પ્રદૂષિત પાણી બંધ કરવાના આદેશ અપાયા છે. જો કે નારોલ CETP માંથી નદીમાં સતત પ્રદૂષિત પાણી આવી રહ્યુ છે.

સાબરમતી નદીમાં ઠલવાતા પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને GPCBનો ઉધડો લીધો હતો અને પ્રદૂષણ રોકવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યુ હોવાની ફટકાર પણ લગાવી હતી. હાઈકોર્ટની વધુ એક ફટકાર બાદ તંત્રના અધિકારીઓ દોડતા થયા છે. જો કે નારોલ CETP માંથી નદીમાં સતત પ્રદૂષિત પાણી આવી રહ્યુ છે. નદીમાં ઠલવાતુ પ્રદૂષણ રોકવામાં હજુ પણ AMC અને GPCB નિષ્ફળ નિવડ્યુ છે.

હાઈકોર્ટના ફટકાર બાદ હવે CETP આઉટલેટમાંથી સાબરમતી નદીમાં ઠલવાતુ પ્રદૂષિત પાણી તાત્કાલિક બંધ કરવાના આદેશ અપાયા છે. આ આદેશ બાદ પણ નદીમાં પ્રદૂષિત પાણીની આવક યથાવત છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે પ્રદૂષિત પાણીનો વીડિયો જોઈ તાત્કાલિક સુનાવણી યોજી હતી. સુનાવણી યોજીને પ્રદૂષણ અંગે તંત્રને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે આ મામલે અમ્યકોનો ઉધડો લીધો હતો અને ટકોરકરી હતી કે આ PIL સાબરમતી નદીને બચાવવા માટેની છે અને તમે બધા સત્તાવાળાઓ સંતાકુકડીની રમત રમી રહ્યા છો. અમ્યુકો, GPCB જોઈન્ટ ટાસ્ક ફોર્સ સહિતના તમામ કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં તમે બધા કંઈ કરતા જ નથી. હાઈકોર્ટે AMCના સત્તાધિશોને એવી પણ ટકોર કરી કે તમારા બધાનું કામ ‘પકડો તો જાને’ જેવુ કામકાજ છે.

આ અંગે હાઈકોર્ટે અમદાવાદ મનપા કમિશનરને સોગંદનામુ રજૂ કરવા ફરમાન કર્યુ હતુ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તમામ 7 કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાર્યક્ષમતા, તેની સ્થિતિ, છેલ્લા છ મહિનામાં તમામ CEPTના કરાયેલા નિરીક્ષણનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">