Kheda : તહેવાર પહેલા જ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી, જય અંબે સ્પાઈસીસમાંથી ઝડપાયો શંકાસ્પદ કાળા મરીનો જથ્થો, જુઓ Video
નવરાત્રીના તહેવાર પહેલા જ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ખેડાના જય અંબે સ્પાઈસીસમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.જ્યાંથી કાળા મરીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો.
નવરાત્રીના તહેવાર પહેલા જ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ખેડાના જય અંબે સ્પાઈસીસમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા.જ્યાંથી કાળા મરીનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો. શંકાસ્પદ કાળા મરી, સ્ટાર્ચ પાઉડર , ઓઈલ અને ગુંદર પાઉડરમાં ભેળસેળ થતી હોવાનું શંકા જતા આ તમામ વસ્તુઓના નમૂના લેવાયા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 2600 કિલો એટલે કે આશરે 9 લાખનો જથ્થો જપ્ત કર્યો છે.
દરોડા પાડતા અનેક ખુલાસાઓ પણ થયા હતા. જય અંબે સ્પાઈસીસ પાસે FSSAIનું લાયસન્સ ન હોવાનો છતા પણ ખુલ્લે આમ મસાલાઓનું વેચાણ કરતા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો હતો. જો કે ફેક્ટરીમાંથી લીધેલાં નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. લેબનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Latest Videos
Latest News