Bhavnagar Rain: ભાવનગરમાં શેત્રુંજી ડેમ ભયજનક સપાટી પર પહોંચ્યો, ડેમ 90 ટકાથી વધુ ભરાયો, 17 ગામો હાઈએલર્ટ પર , જુઓ Video
સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ભયજનક સપાટી પર પહોંચ્યો છે. 90 ટકાથી વધુ શેત્રુંજી ડેમ ભરાયો છે. નદીના પટમાં અવર જવર ન કરવાની સૂચના અપાઈ છે. શેત્રુંજી ડેમમાં 29 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે.
Bhavnagar: શેત્રુંજી ડેમ ભયજનક સપાટી પર પહોંચ્યો છે. શેત્રુંજી ડેમની જળ સપાટી હાલ 33 ફૂટ પર પહોંચી છે. ડેમ 90 ટકાથી વધુ ભરાયો છે. 17 ગામો હાઈએલર્ટ પર છે. નદીના પટમાં અવર જવર ન કરવાની તંત્રએ લોકોને સૂચના આપી છે. 34 ફૂટની સપાટીએ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થશે. શેત્રુંજી ડેમમાં 29 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
ભાવનગરમાં ધોધમાર વરસાદના કારણે ડેમ, નદી-નાળા પાણીથી છલોછલ થઇ ગયા છે. તો જિલ્લાના મહુવામાં દરિયાઇ પટ્ટી પર આવેલો માલણ બંધારો પણ છલકાઇ ગયો છે. ત્રણ દિવસથી સતત ભારે વરસાદના કારણે માલણ બંધારામાં નવા નીર આવ્યા છે. જેથી બંધારો ઉભરાઇ ગયો છે.
આ પણ વાંચો : હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપની 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ, જુઓ Video
હવે, 45 ગામોના ખેડૂતોને ખેતી માટે પૂરતું મીઠું પાણી મળી રહેશે. તેમજ કૂવા, બોરવેલ, અને જમીનમાં પાણીના તળ ઉંચા આવશે. મહુવાના કોસ્ટલ વિસ્તારમાં માલણ બંધારાનું રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. જો કે ભારે વરસાદના કારણે આ બંધારો છલોછલ ભરાઇ ગયો છે.
ભાવનગર અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો