AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપની 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ, જુઓ Video

AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બનાવનાર કંપની 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરાઇ છે. કાયદા મુજબ કંપનીને કાયમી બ્લેક લિસ્ટ કરવાની જોગવાઇ નહીં હોવાને લઈ 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 6:01 PM
Share

Ahmedabad: ભ્રષ્ટાચારનો પર્યાય બનેલા હાટકેશ્વર બ્રિજનું નિર્માણ કરનાર કંપનીને 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.

શાસકોએ અજય ઇન્ફ્રાસ્ટક્ચરને કાયમ માટે બ્લેક લિસ્ટ કરવાનો ઠરાવ કરાયો હતો, જોકે કાયદામાં કોઇ જોગવાઇ ન હોવાથી અજય ઇન્ફ્રાસ્ટક્ચર કંપનીને 10 વર્ષ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો છે કે પોલીસ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરાશે અને નવા બ્રિજ માટેનું આયોજન કરાશે.

બીજી તરફ અજય ઇન્ફ્રાસ્ટક્ચર કંપની દ્વારા પલ્લવ બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. જોકે કંપનીના સંચાલકો સામે કેસ અને કાર્યવાહી થતાં હવે પલ્લવ બ્રિજનું કામ પણ ખોરંભે ચડ્યું છે. મહત્વની બાબત એ છે કે કોન્ટ્રાક્ટર પાસેથી બ્રિજ તોડવા અને નવા બનાવવા માટેનો ખર્ચ વસૂલવાનો હતો.

જોકે કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નાણા મળી શકે તેમ નથી, જેથી હાટકેશ્વરનો બ્રિજ તોડવા માટે AMCએ જ ખર્ચ કરવો પડશે. ચેરમેનનો દાવો છે કે અજય ઇન્ફ્રાસ્ટક્ચરના સંચાલકો સામે કેસ પૂર્ણ થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો  : અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માત મુદ્દે ઇન્ચાર્જ CP પ્રેમવિર સિંહે Tv9 સાથે કરી ખાસ વાતચીત, કહ્યું કે કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા રજૂઆત કરીશું જુઓ Video

આમ અમદાવાદના બે મોટા બ્રિજ, મોટા ભ્રષ્ટાચારનો પર્યાય બન્યા છે. જોકે પાડાના વાંકે પખાલીને ડામ જેવો ઘાટ શહેરીજનોનો થયો છે. જ્યાં સુધી કેસ ચાલશે ત્યાં સુધી આ બંને બ્રિજ જૈસે થે હાલતમાં પડી રહેશે, અને મફતમાં પ્રજા પરેશાન થશે. સુવિધા તો નહીં મળે, પરંતુ દુવિધા ચરમસીમા પહોંચશે. જોકે અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે જો અજય ઇન્ફ્રાસ્ટક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનાના સંચાલકો કેસ જીતી જશે, તો બ્રિજ તોડી પાડીને નવો બનાવવાનો ખર્ચ કોણ ભોગવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
g clip-path="url(#clip0_868_265)">