ગુજરાતમાં ઓગસ્ટના આ દિવસોમાં વરસાદની કરાઈ આગાહી, જુઓ વીડિયો
ગુજરાત રાજ્યમાં વર્તમાન ચોમાસા દરમિયાન 74 ટકા વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વઘુ વરસાદ કચ્છ વિસ્તારમાં 88.43 ટકા નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 86.57 ટકા વરસાદ નોંધાયો છે. ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ વર્ષે વરસાદની ભારે ઘટ રહેવા પામી છે.
નૈઋત્યનુ ચોમાસુ ગુજરાતમાં જૂન મહિનામાં બેસી ગયા બાદ, નબળુ પડતા આગળ વધ્યુ નહોતું. પરંતુ જુલાઈ મહિનામાં રાજ્યમાં સારો અને સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જો કે ઓગસ્ટના 15 દિવસમા પ્રમાણમાં ઓછો વરસાદ વરસ્યો છે. જો કે હવામાનના જાણકારોના જણાવ્યાનુસાર ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં સારો અને સાર્વત્રિક વરસાદની સંભાવના છે.
ગુજરાત રાજ્યમાં વર્તમાન ચોમાસા દરમિયાન 74 ટકા વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વઘુ વરસાદ કચ્છ વિસ્તારમાં 88.43 ટકા નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 86.57 ટકા વરસાદ નોંધાયો છે. ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ વર્ષે વરસાદની ભારે ઘટ રહેવા પામી છે. અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં માત્ર 54 ટકા જ વરસાદ નોંધાયો છે, જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 56.30 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીના જણાવ્યાનુંસાર, સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વરસાદી સિસ્ટમ સક્રીય થશે જેના પગલે, ગુજરાતમાં 22થી 30 ઓગસ્ટ દરમિયાન કેટલાક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.