Rain Update : 24 કલાકમાં 32 જિલ્લાના 188 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ધંધુકામાં 5 ઈંચ વરસાદ, જૂઓ Video
દેશના કુલ 20 રાજ્યોમાં મેઘાની જમાવટ છે. ત્યારે ગુજરાતમાં મેઘમહેર યથાવત્ છે. 24 કલાકમાં 32 જિલ્લાના 188 તાલુકામાં વરસાદ છે.
Monsoon 2023 : ગુજરાત સહિત દેશભરમાં વરસાદી (Rain) માહોલ છવાયેલો છે. દેશના કુલ 20 રાજ્યોમાં મેઘાની જમાવટ છે. ત્યારે ગુજરાતમાં મેઘમહેર યથાવત્ છે. 24 કલાકમાં 32 જિલ્લાના 188 તાલુકામાં વરસાદ છે. સૌથી વધુ ધંધુકામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદર શહેરમાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગર શહેરમાં પણ 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 80 તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 38.28 ટકા વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો- Jamnagar Rain Video : જામનગરમાં વહેલી સવારથી વરસાદની તોફાની બેટિંગ, NDRF અને SDRFની ટીમ ખડેપગે
સૌથી વધુ કચ્છમાં સીઝનનો સરેરાશ 99.73 ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 55 ટકા, ઉત્તર ગુજરાતમાં 37 ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સરેરાશ 37 ટકા, દક્ષિણ ગુજરાતમાં 29 ટકા સીઝનનો વરસાદ નોંધાયો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો