AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Breaking : આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફુંકાશે પવન

ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Rain Breaking : આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફુંકાશે પવન
Darshal Raval
| Edited By: | Updated on: Jul 08, 2023 | 10:01 AM
Share

Monsoon 2023 : આગામી ત્રણ કલાકને લઇને હવામાન વિભાગે (Meteorological department) નાઉ કાસ્ટ જાહેર કર્યુ છે. રાજ્યમાં વરસાદને (Rain) લઈને નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જે અનુસાર ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી (Thunderstorm activity) સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો- Breaking News : TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયુ ઉદ્ઘાટન

જાણો કયા કયા વિસ્તારમાં વરસાદ રહેશે

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને પવન સાથે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, વડોદરા, ખેડામાં વરસાદી માહોલ છવાશે. તેમજ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં મોરબી, પોરબંદર, રાજકોટ, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.

આ પણ વાંચો- Rain Breaking : આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફુંકાશે પવન

ગુજરાતમાં 5 દિવસ વરસાદી માહોલ રહેશે

ગુજરાતમાં હજુ રાજ્યમાં 5 દિવસ વરસાદી માહોલ રહેશે. આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપ્યુ છે. જૂનાગઢ, ગીરસોમનાથ, દ્વારકા, પોરબંદરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગરમાં પણ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
g clip-path="url(#clip0_868_265)">