શ્રાવણના પહેલા સોમવારે રાજુલાના કુંભનાથ મહાદેવ મંદિરે 61 હજાર પંચમુખી રૂદ્રાક્ષનું બનાવાયુ વિરાટ શિવલીંગ- Video
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે વહેલી સવારથી શિવ મંદિરો હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા છે. અમરેલીના રાજુલામાં આવેલા અતિ પૌરાણિક કુંભનાથ મહાદેવ મંદિરે આવેલા કૈલાસ ધામના પટાંગણમાં 6 હજાર પંચમુખી રૂદ્રાક્ષમાંથી વિરાટ શિવલીંગ બનાવવામાં આવ્યુ છે.
અમરેલી જિલ્લામાં આવેલા રાજુલામાં અતિ પૌરાણિક કુંભનાથ મહાદેવનું મંદિર આવેલુ છે. આજે શ્રાવણના પહેલા સોમવારે આ મંદિરમાં આવેલા કૈલાસધામના પટાંગણમાં 61 હજાર પંચમુખી રૂદ્રાક્ષમાંથી વિરાટ શિવલીંગ બનાવી લોકોના દર્શન માટે મુકવામાં આવ્યુ છે.સવારે અહીં આરતી કરવામાં આવી હતી. મંદિરે આવતા શિવભક્તોએ પંચમુખી રૂદ્રાક્ષમાંથી બનાવેલા શિવલીંગના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી. આજથી 8 દિવસ સુધી ભાવિ ભક્તો આ પંચમુખી રૂદ્રાક્ષના શિવલીંગના દર્શન કરૂ શકશે.
આજે શ્રાવણનો પહેલો સોમવાર અને શ્રાવણ માસનો પહેલો દિવસ હોવાથી મોટી સંખ્યામાં કુંભનાથ મંદિરે ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. હજારોની સંખ્યામાં બનેલા રૂદ્રાક્ષનું વલિંગન લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ. અલગ અલગ 16 પ્રકારના રૂદ્રાક્ષનો આ શિવલીંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજુલામાં કુંભનાથ સુખનાથ બંને મંદિર એક સાથે આવેલ છે. આ મંદિરો ઘણા પૌરાણિક છે. રૂદ્રાક્ષનુ શિવલીંગ બનાવતા ભાવિ ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી ભાવિકો આ શિવલીંગના દર્શન કરી શકશે સાથએ પૂજા અર્ચના અને મહાઆરતીનો પણ લ્હાવો લઈ શકશે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવની ભક્તિનો મહિનો. શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિનો અનેરો મહિમા છે, પવિત્ર શ્રાવણ માસમાં એ તહેવારોનો મહિનો છે. આ મહિના દરમિયાન અનેક તહેવારો આવે છે ત્યારે રાજ્યના અનેક શિવાલયોમાં વિવિધ થીમ આધારીત શિવલીંગના દર્શનનું આયોજન કરવામાં આવતુ હોય છે. જેમા ક્યાંક બરફના શિવલીંગ બનાવી ભક્તોને બાબા બર્ફાનીના દર્શનની અનુભૂતિ કરાવાય છે, સમગ્ર મહિના દરમિયાન દરેક સોમવારે અને સાતમ આઠમના તહેવારો દરમિયાન વિવિધ પ્રકારના શિવલીંગના દર્શનનો લોકો લાભ લઈ શકશે.
Input Credit – Jaydev Kathi- Amreli