આજનું હવામાન : રક્ષાબંધનના પર્વ પર મેઘરાજા ગુજરાતના કેટલાક વિસ્તારોને કરશે પાવન, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ, જુઓ Video

21 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતથી લઇને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. 21 ઓગસ્ટથી લઇને 30 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.તો આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

| Updated on: Aug 19, 2024 | 9:33 AM

ગુજરાતમાં હાલ ભલે મેઘરાજાએ વિરામ લીધો હોય, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. 21 ઓગસ્ટ બાદ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતથી લઇને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. 21 ઓગસ્ટથી લઇને 30 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.તો આજે રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ અનુસાર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારમાં હજુ પણ છૂટાછવાયા હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારબાદ 21 ઓગસ્ટથી દક્ષિણના ભાગમાં વરસાદની શરૂઆત થશે. આગામી ત્રણ દિવસ બાદ એટલે કે, 21 અને 22 ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મોટાભાગના સ્થળમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.

Follow Us:
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
g clip-path="url(#clip0_868_265)">