અમદાવાદમાં વધુ એક લૂંટ, આંગડિયા પેઢી માંથી રૂપિયા 40 લાખ લઈને જતો કોન્ટ્રાકટર કર્ણાવતી ક્લબ નજીક લૂંટાયો, જુઓ Video
અમદાવાદના કર્ણાવતી કલબ નજીક રૂપિયા 40 લાખની લૂંટ થઈ. આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઇ જતો કોન્ટ્રકટર લૂંટાયો હોવાની ઘટના બની. કારમાં જતા કોન્ટ્રકટરને રોકી થેલો લઈ 2 શખ્સ ફરાર થયા હતા. કારમાં પંચર હોવાનું કહીને લાખોની લૂંટને અંજામ આપ્યો. પોલીસની ટીમ ઘટનાસ્થળે, તપાસનો ધમધમાટ તેજ.
ઘટના છે અમદાવાદના કર્ણાવતી ક્લબ નજીકની જ્યાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઇ જતો કોન્ટ્રકટર લૂંટાયો કારમાં પંચર હોવાનું કહી 2 લૂંટારૂઓ 40 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો હતો ત્યારે તેની કાર પાસે બાઇક લઈને આવેલા બે શખ્સોએ કાર રોકીને ટાયરમાં પંચર હોવાનું કહ્યું હતું.
પોલીસે CCTV ચેક કરી કાર્યવાહી શરૂ કરી
વેપારીએ નીચે ઉતરીને જોવા ગયો ત્યાં કારમાં પડેલો થેલો લઈને બે શખ્સો રફૂચક્કર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઝોન-7 DCP સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. પોલીસે આસપાસના સમગ્ર વિસ્તારના CCTV ચેક કરી કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે પોલીસને પણ એવી શંકા છે કે, આંગડિયા પેઢીથી આ કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો.
કોન્ટ્રાક્ટર કેમ આટલો બેદરકાર બન્યો..?
હાલ આ સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટના ગંભીર છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ પણ સર્જાય કે લાખો રૂપિયા લઇને જતો કોન્ટ્રાક્ટર કેમ આટલો બેદરકાર બન્યો..? કારમાં રૂપિયા હતા છતાં કેમ તે કોઇ અજાણ્યાની વાતમાં આવી ગયો..જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું ઘટસ્ફોટ થાય છે..